ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અગાઉ ભાજપનો 20 કિમી લાંબો રોડ શો

| Updated: October 1, 2021 3:16 pm

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી ગાંધીનગરમાં આજે ભાજપનો પણ ભવ્ય રોડ શો થયો છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા 20 કિલોમીટર લાંબી રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં ત્રીજી ઓક્ટોબરે મતદાન થવાનું છે. કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના અંતિમ દિને આજે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજીને ગાંધીનગરની જનતાનો મત મેળવવા મરણિયા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. તાજેતરમાં દિવસો અગાઉ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા દ્વારા પેથાપુરમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપે પણ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો 20 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન હાથ ધર્યું છે. જે અન્વયે 11 વોર્ડમાં ભાજપના ઉમેદવારો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને થોડી વાર પછી તમામ વોર્ડની રેલી પેથાપુર ભેગી મહારાણા પ્રતાપ સર્કલ ભેગી થઈ હતી. ત્યાંથી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના રોડ શોમાં જોડાઈ જશે.

20 કિલોમીટર લાંબા રોડશોનો પ્રારંભ પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થયો અને ત્યાંથી મોટા ઘ-6, નાના ગ-6, ખ-5 સર્કલ કડી વિદ્યાલય, ઘ – 5 બસ સ્ટેન્ડ, ઘ – 3 પથીકાશ્રમ સર્કલ થઈ સેકટર 3/એ હાઈટેક હોસ્પિટલ, ગ – 1, સાર્થક મોલથી સરગાસણ ચોકડી પસાર કરી રિલાયન્સ ચાર રસ્તા થઈ કુડાસણ સરદાર પટેલની પ્રતિમાએ પૂર્ણ થવાની છે.

Your email address will not be published. Required fields are marked *