ગુજરાત યુવર્સિટીમાં (Gujarat university) છેલ્લા ઘણા વર્ષોથી પીએમસી એજન્સીને બાંધકામોનું કન્સલ્ટિંગનું કામ અપાયુ છે. આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના ભાજપના કેટલાક સિન્ડીકેટ સભ્યોએ આ ખાનગી એજન્સી સામે સમયસર કામ ન થતુ હોવાના અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યો છે. અને કેટલાક સભ્યોએ તમામ બાંધકામોની ગુણવત્તાની ચકાસણી સરકારના R&B વિભાગ પાસ કરાવવાની માંગ કરી છે.
અગાઉ સિન્ડીકેટ મીટિંગમાં ભાજપના જ કેટલાક સભ્યએ એજન્સીનો વિરોધ કરીને તેને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી.જો કે હજુ સુધી બ્લેક લિસ્ટની કોઈ પ્રક્રિયા થઈ નથી. દરમિયાન તાજેતરમાં ભાજપના જ સિન્ડીકેટ મેમ્બર ધવલ રાવલે યુવર્સિટીમાં લેખિત રજૂઆત કરી છે કે, યુવર્સિટીમાં વિવિધ નવા ભવનો અને બિલ્ડીંગો બનાવવામા આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ઘણી જગ્યાએ હલકી ગુણવત્તાનું કામ થયેલ છે.
છેલ્લા આઠ વર્ષમાં પીએમસી એજન્સી હેઠળ તૈયાર થયેલ તમામ બાંધકામો-ભવનોની ગુણવત્તાની ચકાસણી માટે સરકારના R&B વિભાગ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે . જેથી જો કોઈ ગેરરીતિ ધ્યાને આવે તો કાયદાકીય કાર્યાવાહી કરવામા આવે.અને જો એજન્સીનું કામ યોગ્ય ન હોય તો તેને બ્લેક લિસ્ટ કરવામા આવે અને અન્ય કોઈ સરકારી યુવર્સિટીમાં તેને કામ આપવામા આવે નહી.
આ પણ વાંચો: ઇમ્પેક્ટ ફીઃ ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ત્રીજીવાર કાયદો લવાશે