ગુજરાતમાં ભાજપની માત્ર 70 બેઠકો આવશે: જગદીશ ઠાકોર

| Updated: June 16, 2022 5:49 pm

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાહુલ ગાંધીની પુછપરછના વિરોધમાં રાજભવન સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રાજયપાલને મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેઓએ આગામી સમયમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈ દાવો કર્યો છે કે ભાજપને માત્ર 70 બેઠકો જ મળશે.

જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યો છે. તેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 70 બેઠકો જ મળવાની છે તેવા આકરા દાવાઓ કર્યા છે. ભાજપ ગુજરાત ખોઈ બેઠુ છે. ગુજરાતમાં ભાજપની સત્તા બનવાની નથી. આથી ભાજપની સરકાર બેબાકળી બની છે. આજ કારણોસર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને હેરાન કરવામાં આવે છે. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે, રુક જાવ. નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું છે કે, હાલ રાહુલ ગાંધીની ઈડી દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. ભાજપ સરકાર રાહુલ ગાંધીને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા ચાર દિવસથી ED રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. વર્ષો જૂના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવે છે. સોનિયા ગાંધી બીમાર હોવા છતાં તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે.

Your email address will not be published.