અમદાવાદના મણિનગર ફાયર સ્ટેશનમાં ફાયર રોબોટમાં બ્લાસ્ટ થતા ભારે અફરા તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં એક ફાયરમેનને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે મણિનગર ફાયર સ્ટેશનમાં રોબોટમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જેથી લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. આ બ્લાસ્ટની આવાજ એટલી જોરદાર હતી કે ફાયરના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયરમેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.
આજે રવિવાર હોવાથી ફાયરના તમામ સાધનોનું ઓપરેશન મેન્ટેનન્સ તપાસવામાં આવતું હતું. સાંજે બેટરી ચાર્જમાંથી કાઢવામાં સ્વીચ પાડતાં જ બ્લાસ્ટ થયો હતો. આવતીકાલે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે.