ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  બરોડા ક્રિકેટ એસોસિયેશનને 35 કરોડનો અંતિમ હપ્તો ચૂકવ્યો

| Updated: April 15, 2022 4:59 pm

વડોદરાઃ બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) પાસે 2019થી લેણાં નીકળતા 160 કરોડ જેટલી માતબર રકમ પૈકીના 35 કરોડ નો છેલ્લો હપ્તો બીસીએ ને આપવાની મંજૂરીની આજે બીસીસીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 2019થી બરોડા ક્રિકેટ એસોસિયેશનની સબસિડી પેટે 160 કરોડ રૂપિયા લેણાં નીકળતા હતા, જે મેળવવા માટે બીસીએના પદાધિકારીઓ સતત કાર્યરત હતા.

આ અંગે બીસીસીઆઇ સાથે સતત વાટાઘાટો, અને જરૂરી કાર્યવાહી બાદ આજરોજ 160 કરોડ પૈકી છેલ્લા બાકી નીકળતા 35 કરોડ બીસીસીઆઈ દ્વારા આપવાની આજે ઘોષણા કરવામાં આવી છે.આ સાથે વર્ષ 2018-19માં મળવા પાત્ર તમામ રકમ બીસીએ ને મનઅલી ગઈ છે.

આ અંગે બરોડા ક્રિકેટ એસસિયેશનના પ્રેસિડેન્ટ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, બીસીસીઆઇ દ્વારા બાકી નીકળતા નાણાં આપવાની મંજૂરી બદલ અમે બીસીસીઆઇનો આભાર માનીએ છે.આ સાથે બીસીએ ના તમામ સભ્યો અને પદાધિકારીઓનો આભાર માનીએ છે કે જેઓના સહયોગ થકી છ એજીએમ મિટિંગ સંપન્ન થઈ ,જેને કારણે બીસીસીઆઇ ના નિયમોનુસાર બીસીએ બાકી નીકળતા નાણાં મેળવવા માટે હકદાર બન્યું.

એક તરફ કોરોના મહામારી વચ્ચે પણ બીસીએ દ્વારા સ્ટેડિયમ નિર્માણ નું કાર્ય પૂરજોશમાં માં છળી રહ્યું છે. તો બીજી બાજુ બીસીએ દ્વારા પ્રેક્ટિસ માટે ની પીચ પણ ખુલી મૂકવામાં આવી છે, જેની પર હાલ પ્રેક્ટિસ મેચો પણ રમાઈ રહી છે. તો તાજેતર માં સ્ટેડિયમમાં લાઇટ ના ટાવર્સ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ ના નિર્માણ માં ખાસ કોઈ વિલંબ થયો નથી. જ્યારે બીસીસીઆઇ દ્વાર આ રકમ મળતા સ્ટેડિયમ નિર્માણ કાર્ય ને પ્રબળ વેગ મળશે તેમાં બે મત નથી. તાજેતરમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા બીસીએ ને રૂપિયા 50 લાખ નું અનુદાન મળ્યું છે . આ અનુદાનનો ઉપયોગ જિલ્લામાં ક્રિકેટની ટ્રેનિંગમાં કરવામાં આવશે.

બીસીએ આ ઉપરાંત તેના સ્ટેડિયમને ઉચ્ચસ્તરીય ક્ષમતાવાળુ બનાવવા માંગે છે. તેની સાથે સ્ટેડિયમમાં વધુને વધુ લોકો આવીને મેચ જુએ તે માટે તેની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે.

Your email address will not be published.