સુરતના માંડવીના આમલી ડેમમાં બોટ પલટી : સાત લોકો ડૂબ્યા, બેના મૃતદેહ મળી આવ્યા

| Updated: January 11, 2022 4:37 pm

સુરતના માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે મોટી દુર્ઘટના બની હતી. આમલી ડેમમાં હોડી પલટી જવાની ઘટના બની હતી. હોડી પલટી જતા સાત લોકો ડૂબી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હોડીમાં બેસીને લોકો ઘાસ કાપવા જઈ રહ્યા હતા. તે સમયે હોડી પલટી ગઈ હતી. જેમાં સાત લોકો ડૂબી ગયા હતા. જેમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ એક વ્યક્તિને બચાવી લીધો હતો. જયારે પાંચ લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. હાલ ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડૂબી જનાર લોકોમાં ચાર મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. અને તમામની ઉંમર 55 થી 65વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ સહીત ફાયરની ટીમનો કાફલો સ્થળ પર પહોચી ગયો હતો. અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી. ઘટનામાં દેવનીબેન વસાવા,ગીમલીબેન વસાવાના મૃત્યુ નીપજ્યા હતા. અને હજુ અન્ય લોકોની શોધખોળ ફાયરની ટીમ કરી રહી છે. ઘટનાની જાણ થોડાક જ સમયમાં આસપાસના વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *