અમદાવાદમાં મુન્નાભાઈ એમબીબીએસ: સાબરમતીમાંથી બોગસ તબીબ ઝડપાયો

| Updated: October 3, 2021 2:42 pm

હિન્દી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં હીરોને નકલી ડોકટર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. એ નકલી ડોકટરના પાત્રને લોકોને ખૂબ પસન્દ પણ કર્યો હતો, પરંતુ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવાજ એક નકલી ડોકટરને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. આ નકલી ડોકટર બનાવતી ડિગ્રીઓના આધારે એલોપેથીની દવા કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે આ ડોકટર પાસે કોઈ ડીગ્રી કે લાયસન્સ નથી. જે બાદ તેના દવાખાનમાં રેડ પાડી તેની ધરપકડ કરીને દવાખાનું સીલ કરી દેવામાં આવ્યો છે.

ચાંદખેડા પોલીસને મેસેજ મળ્યો હતો કે મોટેરા વિસ્તારમાં વેલજીભાઈનો કૂવો પાસે વંશિકા હેલ્થ કેર નામે મનોજભાઈ રમેશચંદ્રની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવે છે. જેથી પોલીસ સાબરમતી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પ્રદીપ સુનસરાને લઇ મેસેજની જગ્યા પર પહોંચી હતી. પોલીસ અને આરોગ્યની ટીમે દવાખાનામાં હાજર મનોજભાઈ નામના શખ્સના દવાખાનામાંથી એલોપથી દવાનો જથ્થો મળ્યો હતો. તેની પાસે ડોક્ટરની ડિગ્રી અને આધાર પૂરાવા વગેરે માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્પોરેશન દ્વારા તેનું દવાખાનું સીલ કરાયું હતું. ચાંદખેડા પોલીસે મનોજભાઈ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Your email address will not be published. Required fields are marked *