અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું હૃદયની બીમારીથી નિધન

| Updated: August 4, 2022 4:36 pm

પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે.અભિનેતાએ બુધવારે, 3 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી અનૂસાર ચતુર્વેદી તેમના મૃત્યુ સમયે લખનૌમાં હતા. તેઓ હ્રદયની બિમારીથી પીડિત હતા અને અગાઉ તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.આ વખતે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે.તેમની ઉંમરની વાત કરવામાં આવે તો તે 68 વર્ષના હતા.

તેમના નિધનના સમાચાર બાદ, અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા ચાહકો સોશિયલ મીડિયા પર ફોટા અને વિડિયો શેર કરી રહ્યા છે,લોકો કોમેન્ટ કરી રહ્યા છે જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આજે અમે એક ખૂબ જ સારા અભિનેતા અને વ્યક્તિ ગુમાવ્યા છે

મિથિલેશ ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી મનોરંજન ઉદ્યોગનો એક ભાગ જોવા મળ્યા છે તેમણે ધણી ફિલ્લોમાં કામ કર્યું છે.કોઈ મિલ ગયા, સની દેઓલ સાથે ગદર એક પ્રેમ કથા, સત્ય, રેડી, બંટી ઔર બબલી, ક્રિશ, તાલ, રેડી, અશોકા, ફિઝા, અજબ પ્રેમ કી ગઝબ કહાની અને હલ્લા સહિત અનેક મોટી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

મિથિલેશ ચતુર્વેદી છેલ્લે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના અભિનીત ગુલાબો સિતાબોમાં જોવા મળ્યો હતો જે એપ્રિલ 2020 માં રિલીઝ થઈ હતી.

Your email address will not be published.