બોમ્બે હાઇકોર્ટનો શકવર્તી ચુકાદોઃ હોઠ પર ચુંબન કરવું અને સ્પર્શ કરવો અપ્રાકૃતિક અપરાધ નથી

| Updated: May 16, 2022 4:11 pm

મુંબઈઃ બોમ્બે હાઇકોર્ટે આશ્ચર્યજનક અને આઘાતજનક ચુકાદો આપતા જણાવ્યું છે કે હોઠ પર ચુંબન કરવું અને સ્પર્શ કરવો ભારતીય દંડસંહિતાની કલમ હેઠળ અપ્રાકૃતિક શ્રેણીનો અપરાધ નથી. કોર્ટે એક સગીર છોકરાના યૌન શોષણના આરોપીને જામીન આપતા આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈએ તાજેતરમાં આપેલા આદેશમાં 14 વર્ષીય છોકરાના પિતા દ્વારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ પર ગયા વર્ષે ધરપકડ કરાયેલા એક વ્યક્તિને જામીન આપી હતી. એફઆઇઆર મુજબ છોકરાના પિતાને તેમના કબાટમાંથી કેટલાક રૂપિયા ગુમ થયાની ખબર પડી. તેમણે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આરોપીને રૂપિયા આપ્યા છે. સગીરે જણાવ્યું હતું કે તે મુંબઈના એક પરામાં આરોપી વ્યક્તિની દુકાન પર એક ઓનલાઇન ગેમ રિચાર્જ કરાવવા જતો હતો. છોકરાએ આરોપ લગાવ્યો હતો જ્યારે એક દિવસ તે રિચાર્જ કરાવવા ગયો ત્યારે આરોપીએ તેના હોઠો પર ચુંબન કર્યુ હતુ અને ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં આઘાતજનક અને શકવર્તી ચુકાદાઓની જે શ્રેણી ચલાવી છે તેમા વધુ એક ચુકાદો છે. તેના પગલે અગાઉના એક ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટે નીચલી પાયરીએ ઉતારી દેવા પડ્યા હતા અને તેમને વધારે તાલીમની જરૂર હોવાનું કહેવું પડ્યું હતું.

Your email address will not be published.