નિશાત શાહ લિખિત પુસ્તક “વ્હોટ્સ યોર PNR”નું મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે વિમોચન

| Updated: September 25, 2021 8:31 pm

લેખક નિશાત શાહે લખેલું પુસ્તક “વ્હોટ્સ યોર PNR”નું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. 

“વ્હોટ્સ યોર PNR” પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં પુર્ણેશ મોદીએ વિશેષ હાજરી આપી હતી. નિશાત શાહનું આ બીજું પુસ્તક છે અને કોરોના મહામારીથી સંઘર્ષમય રહેલ વર્ષ 2020માં ટ્રાવેલ ટુરીઝમ પર કેવી અસરો થઇ , વૈશ્વિક ધોરણે શું ઉતાર ચઢાવ આવ્યા તેનું અદભુત વિશ્લેષણ છે. 

“વ્હોટ્સ યોર PNR ” પુસ્તકમાં કોરોના મહામારી દરમિયાન ટ્રાવેલ ટુરીઝમમાં શું સમસ્યાઓ સર્જાઈ હતી તેનો ચિતાર આપવામાં આવ્યો છે. ટ્રાવેલમાં ક્યાં પ્રકારની ઘટનાઓ બની તે બધા જ વિષય પર પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે.

Your email address will not be published. Required fields are marked *