Booster Dose: આજથી કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, જાણો જરૂરી નિયમો

| Updated: January 10, 2022 12:17 pm

ભારતમાં આજથી 60 વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને કોરોનાની રસીનો પ્રિક્રોશન ડોઝ (Booster Dose) લાગવાનું શરુઆત કરવામાં આવશે.અને તેની સાથે બીજા અને ત્રીજા ડોઝની વચ્ચે 9 મહિના અથવા 39 અઠવાડિયાનું અંતર હોવું જોઇએ તે જરૂરી છે.જેમને રસી લેવાની હોય તે સીધા જ રસીકરણ કેન્દ્ર પર પહોંચી રસી લઇ શકે છે.અને ત્યાં પહોંચીને જ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે.

હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો આ કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લઇ શકશે.કોવિશિલ્ડ લીધું હોય તો તેને બૂસ્ટર ડોઝ માટે તે જ આપવામાં આવશે, અને જો કોઈએ કોવેક્સિન લીધું હોય તો તેને કોવેક્સિન બૂસ્ટર ડોઝ મળશે.

ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝ વરિષ્ઠ નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે.અને બૂસ્ટર ડોઝનું(Booster Dose) રજીસ્ટ્રેશન શનિવારથી જ કરી દેવામાં આવ્યું હતું.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટર કરી શકાય છે અને જો કોઈએ તેનો/તેણીનો નંબર બદલ્યો હોય તો તે બીજા ડોઝનું પ્રમાણપત્ર બતાવી શકે છે. લગભગ 80 અર્બન હેલ્થ સેન્ટર અને 20 સરકારી હોસ્પિટલો આ બુસ્ટર ડોઝ (Booster Dose) આપી શકશે.

આ પણ વાંચો: અમરેલી પોલીસે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી દારુની ભટ્ટીઓ પકડી પાડી

AMC હેઠળ 2.5 લાખથી વધુ ફ્રન્ટલાઈન કામદારો કામ કરે છે. અત્યાર સુધીમાં રસીકરણના પ્રથમ દિવસે સોમવાર માટે 20,000 ડોઝનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. AMC પાસે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ બૂસ્ટર ડોઝ છે. અમદાવાદ જિલ્લામાં 9882 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 5894 હેલ્થ વર્કર્સ છે જે કુલ 15,776 જેટલા છે, જેઓ બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે.

પ્રિકોશનરી ડોઝ માટે જે યોગ્ય પાત્ર Co-WIN પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.આધાર કાર્ડના માધ્યમથી વેરિફિકેશન થશે તેવી પણ માહિતી આપવામાં આવી છે.આધાર કાર્ડ ઉપરાંત પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પેન કાર્ડ, સ્માર્ટ કાર્ડ, પેંશન ડોક્યૂમેન્ટ અને કર્મચારી ઓળખ પત્ર પણ માન્યતા રહેશે.રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે કરી શકાશે.અને સાથે તમામ રસીકરણના રિયલ ટાઈમ રિકોર્ડ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose) લેવા જરૂરી છે કેમકે રસીના બૂસ્ટર ડોઝથી (Booster Dose) કોરોના સામે વધારે સુરક્ષા મળશે

Your email address will not be published.