લો બોલો, બુટલેગર ની હિંમત જોવો, પોલીસ સ્ટેશન માથે લીધુ પૈસા લીધા રેડ કેમ કરી 

| Updated: May 20, 2022 8:08 pm

પોલીસ કમિશનર સ્કવોર્ડના નારોલમાં 6 જાહેર સ્ટેન્ડ પર દરોડા, નડીયાદથી દારુ નારોલમાં આવતો

અગાઉ પીઆઇ સસ્પેન્ડ થયા છતાં નવા અધિકારીઓને જરા પણ ડર ન રહ્યો હોવાની ચર્ચા

અમદાવાદ
શહેરમા દારુની રેલમ છેલ હોવાનું નકારી શકાય તેમ નથી. નારોલ વિસ્તારમાં અગાઉ એસએમસીએ રેડ કરી હતી અને સ્થાનિક પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ થયા હતા તેમ છતાં દારુ બેફામ રીતે વેચાતો હોવાની અનેક ફરિયાદો પીસીબીને મળતા રેડ કરીદારુ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારુ પકડ્યા બાદ નારોલ પોલીસ સ્ટેસન બુટલેગરે આવી પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ પૈસા લીધા તો રેડ કેમ કરી તેમ કહી હોબાળો કર્યાની ચર્ચા ઉઠવા પામી છે. આખરે પોલીસ સ્ટેસન પહોચતા તેને ખ્યાલ આવ્યો કે, સ્થાનિક પોલીસ નહી પણ પીસીબીએ રેડ કરી હતી. આ અંગે પીસીબીએ રેડ કરી ગુનો નોધ્યો હતો.

નારોલ વિસ્તારમાં મોટા પાયે સાતથી વધુ જગ્યાઓ પર મોટા દેશીના જાહેર સ્ટેન્ડ ચાલી રહ્યા હતા. તે અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિકથી લઇ ઉચ્ચ અધિકારીઓ વહિવટદારના ઇશારે કોઇ કાર્યવાહી ન કરતા આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનરને થઇ હતી. જેના કારણે પોલીસ કમિશનરના સ્કવોર્ડે રેડ કરવાની ફરજ પડી હતી. પીસીબીએ રેડ કરતા આરીફ ફર્ફે લાલો મહેબુબ હુસેન શેખ(રહે. જુહાપુરા) અને અબ્દુલરાશીદ રહીમ અંસારી(રહે શાહપુર) ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 502 લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો. પોલીસે વાહનો અને દારુનો જથ્થો મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વિસ્તારમાં દારુ પહોચાડવા માટે ઇલીયાસ પોતાની ગાડીમાં નડીયાદથી દેશી દારુ લાવતો હતો. બબાલુ સૈયદ આસપાસના તમામ વિસ્તાર એટલે કે, 10 પોલીસ સ્ટેસનથી વધુ વિસ્તારમાં હોલસેલનો દેશી દારુ સપ્લાય કરે છે. તખુબેન સુદામાં એસ્ટેટ નજીક દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ધમી નારોલ ગામમાં દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ગીત ઉર્ફે જુલાવાળી ગીતા રંગોલીનગર ખાતે, વારાવાળી ડોશી નારોલ ગામમાં અને રોબીન રાણીપુર ગામ ખાતે દેશી દારુના જાહેર સ્ટેન્ડ ચલાવતો હોવાનું પીસીબીની તપાસમાં ખુલ્યું છે. નારોલ વિસ્તારમાં અનેક બુટલેગરોના ત્યા રેડ થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને કેમ રેડ કરી માલ પાછો આપી દો, પૈસા તો લઇ જાવ છો. કહીને હોબાળો કર્યો હતો. જોકે આ વિજયસિંહ નામનો વહિવટદાર તમામને સમજાવી રહ્યો હતો. આખરે પીસીબીએ રેડ કરી હોવાનુ ધ્યાને આવતા બુટલેગરો ભાગી ગયા હતા. જોકે રેડ થતાં વિજયસિંહ અને ઉચ્ચ અધિકારીના વહિવટદાર રોહિતસિંહ દોડધામ કરવા લાગ્યા હતા. આ અંગે નારોલ પીઆઇ આર એમ ઝાલાએ જણાવ્યુ હતુ કે, આવુ કંઇ મારા ધ્યાને આવ્યું નથી.

એસએમસી પણ અમદાવાદમાં રેડ કરતા ખચકાય છે
રાજ્યના પોલીસ વડા હવે બદલાવાના છે તેના કારણે સિનિયર અધિકારીઓના વિસ્તારમાં એસએમસી રેડ કરતા ખચકાતી હોવાની ચર્ચા છે. એસએમસી લાંબા સમયથી અમદાવાદમાં રેડ કરતી નથી કે કયા અધિકારી કે કોના ઇશારે રોકાઇ ગઇ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. નારોલ પીઆઇ સસ્પેન્ડ થયા બાદ એસએમસીએ અમદાવાદ તરફ રેડો કરવાની સ્પિડ ઓછી કરી હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.

Your email address will not be published.