કોંગ્રેસનો આક્ષેપ: બરવાળા ઘટના મુદ્દે અમારા ધારાસભ્યને બૂટલેગરોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

| Updated: July 27, 2022 6:38 pm

ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતનું ડેલીગેશન આજે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતને મળવા જવાનું હતું જે મુલાકાત રાજ્યપાલ દ્વારા કેન્સલ કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે અમે રાજ્યપાલનો સમય માંગ્યો હતો અને તેમણે 5 વાગ્યાનો સમય આપ્યો હતો. એમની નાદુરસ્ત તબિયતના કારણે મુલાકાત કાર્યક્રમ રદ્દ કર્યો છે. અમે એમની ઓફિસે લેખિતમાં રજૂઆત મોકલી આપીશું. અમે રોજિદ ગામના પંચાયતનો પત્ર, અમારા ધારાસભ્યનો પત્ર, રાજુભાઈ રાઘવ ભાઈનો psi ને લખેલ પત્રની વિગતો છે. અમારા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલએ સંકલન સમિતિમાં ચર્ચા માટે પત્ર લખ્યો હતો અને ચર્ચા પણ થઈ હતી. આ બધી રજૂઆતના અંતે કોઈ પરિણામ દારૂ બંધી ના થાય. અમારા ધારાસભ્યને અને તાલુકા પ્રમુખને મારી નાખવાની ધમકી બૂટલેગરોએ આપી એમા પોલીસે કાર્યવાહી કરી.

દેશી દારૂનો મોટું હબ ચોકડી છે અને એ માટે અધિકારીઓએ બંધ કરાવવા મહેનત કરતા હતા પરંતુ સત્તા પાર્ટીના લોકોના દબાણે આ બંધ ન થઈ. સરકારે કહ્યું કે દારૂનું ટીપું ન હતું મળતું એટલે લોકોએ દારૂની જગ્યાએ કેમિકલ પીધું. સરકારની વાત ખોટી છે, સરકારે માનવ હત્યાનો ગુનો જવાબદાર અધિકારીઓ સામે દાખલ કરવો જોઈએ. આ મુદ્દે ફેકટરી માલિકે કેમિકલ ચોરી થયાની ફરિયાદ કરી નથી પંરતુ સરકાર આ મુદ્દે ખોટી રીતે જાહેર કરાવી રહી છે.

તેમણે કહ્યું કે અમારે દુઃખ સાથે કહેવું પડે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વ્યાપેલું છે અને ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બનેલ છે. રાજ્યમાં દરેક જિલ્લામાં એક મુખ્ય બુટલેગર છે જેને સંગઠન નક્કી કરે છે અને આ લોકો ચૂંટણી સમયે દારૂ પહોચતો કરે છે. પોલીસ પાયલોટિંગ કરીને દારૂ પહોંચાડે છે.

પોલીસના જાપ્તામાંથી અને પોલીસ મથકેથી દારૂ ચોરાઈ જાય છે અને એ વેચાય છે. અમે રાજ્યપાલને અરજ કરીએ છીએ કે રાજ્યમાં યુવાનોને બગાડવાનું જે નેટવર્ક ચાલે છે એ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે. કોઈ એક બે પોલીસને સસ્પેન્ડ કર્યા સિવાય IPS અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે એ રજૂઆત અમે ગવર્નરે કરવા જવાના હતા.

આ ઉપરાંત ધારાસભ્ય ડો સી જે ચાવડાએ કહ્યું કે ભાજપ માત્ર ગાય માતાના નામે મત મેળવે છે પરંતુ ગાયોને કે વાઇરસનો રોગ લાગ્યો છે એમાં સરકાર નિષ્ક્રિય રહી છે. તંત્રએ સારવાર અને વેક્સિનેશન મુદ્દે કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મુદ્દે કામ કર્યું છે અને મનફાવે એમ ભ્રષ્ટાચાર કર્યો છે. વહીવટ ખાનગી વ્યક્તિને ચલાવવા આપવામાં આવ્યું છે જેને પરિણામે પશુપાલન ક્ષેત્રે આ નિષ્ફળતા મળી છે. સરકારની નિયતિ અને નીતિ બંનેમાં ખામી આવી છે, જેમાં સરકાર માત્ર ચૂંટણી લક્ષી આયોજન કરી રહી છે અને માત્ર ઉદઘાટન કરવા આખું તંત્ર કામે લગાડી વસ્તી ભેગા કરવાની કામગીરી કરે છે.

Your email address will not be published.