બોપલ ઓનલાઇન ડ્રગ્સ કેસઃ વિક્કી ગોસ્વામીથી મોટો ડ્રગ્સ ડીલર બનવા માંગતો હતો વિપુલ ગોસ્વામી

| Updated: November 24, 2021 6:43 pm

ગત સપ્તાહે બોપલમાંથી ઝડપાયેલા ઓનલાઈન ડ્રગ્સ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે.અને આ સમગ્ર ડ્રગ્સ કાંડનો માસ્ટર માઇન્ડ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામીનો ભત્રીજો વિપુલ ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે.. વિપુલ અને વંદિતની ધરપકડ બાદ બંને આરોપીઓ પોલીસ સામે રોજ નવા ધટસ્ફોટ કરે છે. હાલ બંને આરોપીઓએ પોલીસ તપાસમાં કબુલ્યું હતું કે તેઓએ ભેગા મળીને અમેરિકા અને આફ્રિકાથી અલગ અલગ ડ્રગ્સ ઓનલાઇન મંગાવ્યા હતા.. અને તેમણે છેલ્લા 2 વર્ષમાં 10 કરોડ રુપિયાથી વધારે કિંમતના ડ્રગ્સ અમદાવાદમાં મંગાવ્યા હતા. આ ડ્રગની ડિલિવરી પણ પોતાના જ પેડલરો મારફતે કરાવી હતી..હાલ તમામ આરોપીઓ રિમાન્ડ પર છે અને પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આરોપીઓએ શહેરના વધુ ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોના નામ અને સંડોવણી જાહેર કરતા તવાઈ આવે તો નવાઈ નહી.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિક્કી ગોસવામી મૂળ અમદાવાદના પાલડી વિસ્તારનો વતની છે અને વિકકીનો પરિવાર હાલ પણ પાલડી વિસ્તારમાં જ રહે છે.. બોપલ ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલો ડ્રગ્સ ડીલર વિપુલ ગોસ્વામી, વિકકીનો ભત્રીજો છે અને વિપુલ પણ વિક્કી ગોસ્વામીના રસ્તે જ ચાલવા માંગતો હતો. ડ્રગ્સની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવાની એની ઈચ્છા હતી.વિપુલ છેલ્લા બે વર્ષથી આ ડ્રગ્સનો વેપલો ચલાવતો હતો.. તે વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી ગુજરાત હીટ સમગ્ર દેશમાં અને ખાસ કરીને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો..વિપુલ ગોસ્વામી સાથે તેનો નાનપણનો મિત્ર વંદિત પટેલ..ઝીલ પરાતે અને અન્ય એક યુવક તેના આ ડ્રગ્સ રેકેટમાં તેનો સાથ આપતા હતા.વિપુલે બે ત્રણ વર્ષ અગાઉ શહેરમાં ગાંજો વેચવાની શરૂઆત કરી હતી.અને ગાંજો વેંચતા વેંચતા તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયોના સંપર્કમાં આવ્યો અને છેલ્લા બે વર્ષથી તે ડ્રગ્સના વેપલામાં સંડોવાયો હતો.અને ઓનલાઇન સાઇટ મારફતે તે મેન્દ્રેક્સ..એમડી..કોકેઇન અને મેજિક ડ્રગ્સ તથા મેજિક મશરૂમ મંગાવતો હતો અને હોલસેલમાં આ ડ્રગ્સ મંગાવી ગુજરાત, રાજસ્થાન.દિલ્લી.મુંબઈ જેવા.મેટ્રો સિટીમાં સપ્લાય કરતો હતો.

વિક્કી ગોસ્વામીને યુ.એસ પોલિસે ડ્રગ્સના એક કેસમાં ઝડપી લીધા બાદ તે હાલ જેલવાસ ભોગવી રહ્યો છે..પણ વિપુલ ગોસ્વામી જેલમાં અને બહાર પણ વિક્કી ગોસ્વામીના સંપર્કમાં રહેતો હતો.વિપુલ વિક્કી સાથે ઈન્ટરનેટ કોલ અને અન્ય સોસિયલ મીડિયા સાઇટ મારફતે વિક્કી સાથે કોન્ટેક કરતો હતો અને વિક્કી ગોસ્વામી વિપુલને પોતાના ભારતના ડ્રગ્સના સોર્સ અને ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્ક કરાવતો હતો જેના મારફતે વિપુલ ભારતમાં રહી ડ્રગ્સ મંગાવતો હતો અને આખું ડ્રગ્સ રેકેટ ચલાવતો હતો.. વિપુલ ગોસવામી આ પહેલા પણ અમદાવાદની પોલીસની આંખમાં આવી ચુક્યો હતો પણ તે ઘરમાંથી ઓછો બહાર નીકળતો હોવાના કારણે તે પોલીસથી બચી જતો હતો..વિપુલ ઓનલાઇન ડ્રગ્સ પોતના પેડલરોને સરનામે જ મંગાવતો હતો અને ડ્રગ્સની સપ્લાય પણ પેડલરો પાસે કરવાતો હતો.જેથી તે પોલીસની પકડમાં આવતો નહતો

વિક્કી ગોસ્વામીએ પણ અમદાવાદમાં સોંપ્રથમ દારૂ અને બાદમાં ડ્રગ્સના ધંધામાં ઝમપલાવ્યું હતું અને વિપુલ પણ દારૂ ગાંજો અને બાદમાં ડ્રગ્સના વેપારમાં પડ્યો હતો..વિપુલને પણ વિક્કી ગોસ્વામીની જેમ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા બનવાનો ચસકો હતો એટલા માટે જ તે વિકકીની.મોડેસ ઓપરેન્ડી મુજબ કામ કરતો હતો અને કોઈપણ ડ્રગ્સ ડીલર સાથે ફિઝિકલ ડીલ કરતો ના હતો.તે પોતાના રાખેલા પેડલરો મારફતે જ ડ્રગ્સ મિટિંગ અને ડ્રગ્સ સપ્લાય કરતો હતો…

વિપુલ ગોસ્વામી અમદાવાદ શહેરના ડ્રગ્સ માફિયાઓને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે વિપુલ ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં રહેલા ડ્રગ્સ માફિયાઓને ગાંજો.એમડી કોકેઇન અને અન્ય ડ્રગ્સ મંગાવી આપતો હતો..શહેરના એસજી હાઇવે. બોપલ..સિંધુ ભવન સરખેજ વિસ્તારમાં પોતાનું નેટવર્ક ફેલાવી રાખ્યું હતું.. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે શહેરમાંથી સૌથી પહેલા બે વર્ષ અગાઉ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો અને શેહઝાદ અને ઈમરાન સહિત ફિરોઝ ચોરને ઝડપી પાડ્યો ત્યારથી જ વિપુલ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.પરંતુ આ રેકેટના પકડાયા બાદ તે બે મહિનામાં ફરી એક્ટિવ થયો હતો અને હવે તેણે પોતાની મોડસ ઓપરેન્ડી પુરેપુરી બદલી નાખી હતી. હવે તેણે ઓનલાઇન ડ્રગ્સની ડિલિવરી યુવત્તીઓ પાસે કરાવવાનું શરુ કર્યું હતું. વિપુલ પેહલા યુવતીઓને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો અને ત્યારબાદ તે યુવતીઓને મફત ડ્રગ્સની લાલચ આપી તેમના પાસે ડ્રગ્સની સપ્લાય કરાવતો હતો..

Your email address will not be published. Required fields are marked *