ક્યારેક વ્યક્તિગત જીવન તો ક્યારેક બેફામ નિવેદનનોને કારણે બોરિસ હંમેશા ચર્ચામાં રહ્યા

| Updated: April 17, 2022 3:42 pm

એલેક્ઝાન્ડર બોરિસ ડી ફીફેલ જોન્સનો જન્મ 19 જૂન 1964ના રોજ થયો હતો. તે બ્રિટીશ રાજકારણી છે અને હાલમાં યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. બોરિસ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે અને 2008 થી 2016 સુધી લંડન સિટીના મેયર પણ રહી ચૂક્યા છે. યુનાઇટેડ કિંગડમના યુરોપિયન યુનિયનના સભ્યપદ અંગેના 2016ના લોકમતમાં બોરિસ અગ્રણી વ્યક્તિ હતા અને યુરોપિયન યુનિયન છોડવાની ઝુંબેશના સમર્થક હતા. ન્યુયોર્ક સિટીમાં ઉચ્ચ-મધ્યમ-વર્ગના બ્રિટિશ પરિવારમાં જન્મેલા બોરિસે પત્રકારત્વમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં રાજકારણ તરફ વળ્યા. 2011 માં તેમણે યુકે સંસદીય મતવિસ્તાર હેનલી (ઓક્સફોર્ડશાયરમાં સ્થિત) માંથી ચૂંટણી જીતી હતી.

બોરિસ જ્હોનસનની પત્ની તેમનાથી 23 વર્ષ નાની

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન ક્યારેક વ્યક્તિગત જીવન તો ક્યારેક બેફામ નિવેદનનોને કારણે બોરિસ ચર્ચામાં રહ્યા છે. તેઓ તેમનાથી 23 વર્ષ નાની અને તેમની પ્રેમિકા કેરી સાયમંડ સાથે ગૂપચૂપ લગ્ન કરી કર્યા છે. લગ્ન બાદ છેલ્લી ઘડીએ મહેમાનોને આંમત્રણ આપવામાં આવ્યું હતું. કેરી સાયમંડ સાથે તેઓએ 2019માં સગાઈ કરી લીધી હતી અને કોરોના કાળમાં લગ્નના બંધનમાં જોડાયા હતા.

56 વર્ષના પીએમ જોનસન તેમનાથી 23 વર્ષ નાની પ્રેમિકા કેરી સાયમંડને ડેટ કરી રહ્યા હતા ગયા વર્ષે તેઓએ તેમના સંબંધની જાહેરાત કરી હતી. એપ્રિલ 2020માં તેમને એક દીકરો જન્મ્યો અને તેનુ નામમ વિલફ્રેડ લોરી નિકોલસ જોનસન રખાયું છે.

199 વર્ષ બાદ પદ પર રહેતા થયા લગ્ન

બ્રિટિશના વડા પ્રધાન બોરિસ જ્હોનસન બીજા એવા નેતા છે જેઓ પદ પર રહેવાની સાથે લગ્ન કર્યા છે. બ્રિટનમાં કોઈ પીએમ પદ પર રહીને લગ્ન કર્યા હોય તેવો આ 200 વર્ષમાં પહેલો કિસ્સો છે. આ પહેલા 1822માં લોર્ડ લિવરપૂલે મેરી ચેસ્ટર સાથે લગ્ન કર્યા હતા.

જોનસનના પહેલા બે લગ્ન થયા હતા

જોનસનના પહેલા બે શાદીઓ થઈ ગઈ છે અને તેમના તે બંને સાથે છૂટાછેડા પણ થઈ ગયા છે. 2019માં તેઓએ કેરી સાયમંડ્સને ધર્મ પત્ની માટે પ્રપોઝ કર્યું હતું અને તે સમય તે મુસ્ટીકમાં રજાઓ મનાવી રહી હતી. આ પછી ડા દિવસોમાં બોરિસની પાર્ટીએ ઈંગ્લેન્ડમાં ચૂંટણીમાં જીત મેળવી હતી.

ગુજરાતની મુલાકાતે આવશે બોરિસ જ્હોનસન

નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ અન્ય દેશના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાતના પ્રવાસે આવશે. 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. આવામાં તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે. બોરિસ જ્હોનસન 21 થી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. પીએમ મોદી સાથે બોરિસ જ્હોનસન ઉચ્ચસ્તરીય બેઠક કરશે. જેમાં બંને દેશોના સંબંધ મજબૂત કરવા ભાર મુકાશે.

Your email address will not be published.