બ્રિટેના વડાપ્રધાન બોરિસ જોનસન સાડાતેર કલાકના રોકાણમાં માત્ર ગૌતમ અદાણીને મળશે

| Updated: April 19, 2022 8:29 pm

બ્રિટનના પીએમની ગુજરાત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓ ભારત દેશના ઉદ્યોગપતિ સાથે ચર્ચા કરશે. આગામી 21 એપ્રિલના રોજ તેઓ સવારે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાર બાદ રાત્રિના સમયે દિલ્હી જવા રવાના થશે. જો કે, આ મુલાકાતમાં તેઓ ફક્ત ગૌતમ અદાણીને મળશે.

આગામી 21 એપ્રિલના રોજ બ્રિટનના વડાપ્રધાન સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને તેઓા સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. ત્યાર બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરામા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોનસનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શેડ્યૂલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે,. હવે 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.

Your email address will not be published.