Botad LatthaKand News : કેમિકલ કાંડમાં ભાવનગરમાં 18 દર્દીઓ હોસ્પિટલ છોડી ભાગી ગયા

| Updated: July 27, 2022 7:28 pm

ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કંઇક અજીબ ઘટના બની છે.લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો જે ભાવનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા.અત્યાર સુધીમાં 18 દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલતી પકડી હોવાની માહિતી મળી રહી છે.

કેમિકલ કાંડથી એક પછી એક લોકોના મોત થઇ રહ્યા છે આ વચ્ચે આ ધટના જે બની રહી છે તે ચોંકવનારી કહી શકાય

સિવિલ સર્જને આ મામલે સ્વીકાર્યું કર્યો છે કે 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલુ સારવારે ભાગી ગયા છે 90 દર્દીઓ સારવાર માટે લાવામાં આવ્યા છે જેમાંથી 18 લોકોના મોત થઇ ચૂક્યા છે.

પોલીસે અને ડોકટરોએ ના પાડી હોવા છતાં અધૂરી સારવાર લઈને દર્દીઓ ચાલ્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.તેમને હવે ગોતવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બોટાદ પોલીસ આવી કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે

બોટાદ એસપી અને ડીવાયસેપીની ટીમ દેવગણા ગામે પહોંચી અને તેમાં મોત થયેલ કનુભાઈ સુરાભાઈના પરિવારના ચાર બાળકોની જવાબદારી પોલીસે ઉઠાવી છે.એસપી ડો. કરણરાજ વાઘેલા કનુભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે કનુભાઈ સુરાભાઈનું અવસાન થયું છે તેમના ચાર બાળકો છે જેમાં એક દિકરી અને 3 દિકરા છે અને તેમના માતા પણ સાથે નથી.આ વાત પોલીસને ધ્યાનમાં ચડી હતી અને બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડવાની જાહેરાત કરે છે.તેમના કોલજ સુધીની તમામ જવાબદારી પોલીસ ઉઠાવશે અને આ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.

Your email address will not be published.