તેજીમાં ગુજરાતની 14 કંપનીઓને બખ્ખેબખ્ખા. શેરના ભાવ બમણા થયા

| Updated: September 25, 2021 12:46 pm

બજારોની અસાધારણ તેજી વચ્ચે જે સેન્સેક્સ 60000 ની ટોચને પાર કરે છે, ગુજરાતમાંથી ચૌદ કંપનીઓના શેરના ભાવ તેના મૂલ્યના બમણા અથવા બમણાથી વધુ થઈ ગયા છે. આ આ યાદીમાં  ગણેશ હાઉસિંગ 416%ના વધારો સાથે લીડ કરે છે.

305% સાથે આર એન્ડ બી ડેનિમ, 270% સાથે અદાણી ટોટલ ગેસ, 266% સાથે મોનાર્ક નેટવર્થ, 254%સાથે અદાણી ટ્રાન્સમિશન, 233% સાથે પીજી ફોઇલ્સ અને 206% વધારા સાથે ગુજરાત ફ્લોરોકેમ પોતાના શેરહોલ્ડરોને આનંદિત થવાનાં કારણો પૂરા પાડ્યા છે.

આ વધારો સેન્સેક્સના જાન્યુઆરીમાં 50000 થી હવે 60000 થયેલા વધારાની હારોહાર થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, નંદન ડેનિમ લિમિટેડ, દીપક નાઇટ્રાઇટ લિમિટેડ અને ગુજરાત થેમિસ બાયોસિન લિમિટેડ અન્ય સાહસો છે કે જેમના શેરના ભાવમાં 100% થી વધીને 200%થી થોડો ઓછો રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય આઠ કંપનીઓના શેરના ભાવમાં પણ 50% થી 99% સુધીનો વધારો થયો છે.

આ ઘટનાનું મહત્વ એ છે કે નબળા વૈશ્વિક આર્થિક વાતાવરણની સ્થાનિક બજારના મૂડને અસર થઇ નથી. મિલકત નોંધણીમાં વધારો અને હોમ લોનના વ્યાજદરમાં ઘટાડાને કારણે રિયલ્ટી શેરોએ અન્ય ક્ષેત્રોને પાછળ છોડી દીધા છે એમ જણાવતા એક નિષ્ણાતે ઉમેર્યું હતું કે આ તેજી સ્થાનિક રોકાણકારોને આભારી છે

કંપનીઓની આ યાદીમાં 2021 માં આઈ પી ઓ સાથે બજારમાં પ્રવેશેલા જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, અમી ઓર્ગેનિક્સ લિમિટેડ અને તત્વ ચિંતન ફાર્મ કેમ લિમિટેડનો સમાવેશ થાય છે.

Your email address will not be published. Required fields are marked *