BREAKING NEWS: હાઇકોર્ટના 40 કર્મચારીઓ અને અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ

| Updated: January 8, 2022 12:53 pm

રાજયમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે રાજયમાં અનેક સરકારી સંસ્થાઓમાં કેસો આવી રહ્યા છે.અને તેની સાથે જ ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે.

સરકારી વકીલોની કચેરીની જો વાત કરવામાં આવે તો 3 વકીલોમાં કોરોના કેસો સામે આવ્યા છે.અને અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

કાલની જો વાત કરવામાં આવે તો 5000થી વધુ કેસો સામે આવ્યા છે.અને તેની સાથે જ અમદાવાદમાં 2200થી પણ વધુ કેસ સામે આવ્યું હોવાનું સામે આવ્યું છે.કાલે મુખ્યમંત્રી દ્વારા કમિટિની બેઠક મળી હતી.અને તેની સાથે અનેક નવા નિયોમો લાગું કરવામાં આવ્યા છે.અને તેની સાથે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ અને 1થી 9ની સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા સરકારે નવી ગાઇડલાઇન પણ જાહેર કરી દીધી છે. નવા નિયંત્રણો જાહેર કરવાને લઈ 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયોને કારણે વાલીઓ હવે ચિંતા મુક્ત થયા છે.

Your email address will not be published.