હીરા ઉદ્યોગમાં ચાલતી તેજીને બ્રેકઃ આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી

| Updated: April 27, 2022 11:42 am

સુરતઃ છેલ્લા દોઢ વર્ષ તેજીમાં રહેલા હીરા ઉદ્યોગમાં મંદીએ દેખા દીધી છે. હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે. તેના પગલે તૈયાર હીરાના ભાવમાં પણ કડાકો બોલ્યો છે. આ ભાવ પ્રતિ કેરેટે 10થી 15 હજાર રૂપિયા ઘટી રહ્યા છે. હીરાના ભાવમાં આ કડાકાના લીધે કારખાનેદારોએ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનેદારોએ ઉત્પાદન પર કાપ મૂક્યો છે. કારીગરોનો પગારથી લઈને લાઇટબિલનું મેઇન્ટેનન્સ ચૂકવવું પોષાય તેમ નથી. તેના લીધે નાના ઉદ્યોગકારોએ તો મિની વેકેશન જાહેર કર્યુ છે તો મોટા ઉદ્યોગપતિઓએ કામકાજના કલાકો ઘટાડ્યા છે.

તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે.

ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે. તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં 2થી 3 કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. જ્યારે નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન જાહેર કરી દીધું છે.

‘હાલ રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયાર હીરાના ભાવ મળી રહ્યાં નથી. જેમની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યાં છે. અમુક યુનિટે સમય ઘટાડી દીધા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી ડિમાન્ડમાં વધારો થશે.’

લેબગ્રોનની સબસિડી જલદી આપવા રજૂઆતસુરત પણ લેબગ્રોન ડાયમંડમાં આગળ વધે તે માટે સ્થાનિક હીરાવેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકારની સબસિડીની ફાઈલ આગળ વધી રહી નથી.

Your email address will not be published.