ભારત માટે બ્રેક્ઝિટ આશિર્વાદ સમાન છે – પીટર કુક

| Updated: July 29, 2021 4:31 pm

વિદેશ થી સ્વદેશ પરત ફરેલ ભારતીયો કરતા વધુ ભારતીય એવા ગુજરાત અને રાજસ્થાન માટે ના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર પીટર કુક માણે છે અહીં ની ચા અને નિયમિત યોગ અને પ્રાણાયામ થી કરે છે પોતાના દિવસ ની શરૂઆત. તેમના કાર્યકાળ ના શરૂઆતી દિવસો થી જ તેમણે પહેલા ક્યારે ના થયું હોય એ રીતે ભારત અને યુ.કે ના સંબંધો નું ધ્યાનપૂર્વક અને પરસ્પર રચનાત્મક રીતે સિંચન કર્યુ છે.

વર્ષ 2019 થી પીટર કુક સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ ના ક્ષેત્રોમાં કામ કરતા વિવિધ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા છે. સપ્ટેમ્બર 2019 માં LGBTQ+ માટે ના એક સેમિનાર માં અગ્રેસર રહી ને LGBTQ+ અને ભારત માં તેને ટેકો આપવા પ્રત્યે તેમની સરકાર પ્રતિબંધિત છે એવું વચન પણ આપ્યું છે અને સાથે જ SEWA અને AWAG જેવી સંસ્થાઓ માટે પોતાનું સમર્થન પણ આપી ચૂક્યા છે.
બંને દેશો ને ફાયદાકારક એવા સાઇબર સિક્યુરિટી, સૌર ઊર્જા જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સુધારાઓ નું સૂચન કર્યું છે.

ક્લાઈમેટ ચેન્જ માટે ખાસ ચિંતિત કુક ભારત માં હાલ યુ.કે ની પ્રતિષ્ઠિત ચીવનિંગ સ્કૉલરશિપ, જેને ભારત સાથે કામ કરવા ના 40 વર્ષ પૂરા કર્યાં છે, તેને પ્રમોટ કરવા માટે કામ કરી રહ્યા છે. તેઓ આ વિશે વાત કરતા જણાવે છે કે, ” આપણે સંયુક્ત રીતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને બિઝનેસ ઇનોવેશન માટે ખૂબ જરૂરી એવું મજબૂત કામ કરી શકીએ છીએ અને આમાં હું બંને દેશો નું ઉજ્વળ ભવિષ્ય જોઈ રહ્યો છું.” 

હાલ માં કોરોના મહામારી ના સમય દરમિયાન તેઓ સક્રિય રીતે ભારતીયો માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ના યુ.કે વિઝા વિશે સતત કામ કરી રહ્યા છે. તેઓ વિશેષ મહત્વ આપે છે એ વાત પર કે હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુ.કે ની વિઝા પ્રોસેસ એકદમ સરળ બની ગઈ છે વિદ્યાર્થીઓ માટે. 

બ્રેક્ઝિટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત માટે એ આશિર્વાદ સમાન છે કારણ કે આ પરિવર્તન થકી મુક્ત વ્યાપાર ની તકો ઉભી થશે અને બંને દેશો નાં વ્યાપારીઓ અને બિઝનેસ ગ્રુપ ને આર્થિક રીતે આગળ લાવશે. 

હાલ ના સમય માં બીજા એક મહત્વની બાબત પર કુક કામ કરી રહ્યા છે અને એ છે બ્રિટન માં વસતાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા ગુજરાત ને નિશ્ચિતરૂપે સંકટ ના સમયે મોકલવામાં આવતી આર્થિક મદદ. આ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે, ” બ્રિટન માં વસતાં ગુજરાતીઓ ને સાથે આવી, સ્વદેશ માં વસતાં લોકો ને મદદ કરવા તેમણે કરેલા કામ થી હું મોહિત થઈ ગયો છું.” 

ફેબ્રુઆરી 2021 માં તેઓ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન ની પણ મુલાકાત લીધી હતી. 1963 માં કોલકાતામાં જન્મેલા પીટર કુકે બ્રિટન પરત ફર્યા એની પહેલા પોતાના બાળપણ ના દિવસો ભારત માં પસાર કર્યા છે. જલેબી અને બીજા મિષ્ટાન્નની તેમની કોલકાતા ની યાદો તાજી છે અને ફરી એક વાર સુંદરબન જઈ બંગાળ ના અસલી વાઘ ને જોવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. 

2019 ની ફેબ્રુઆરી માં અમદાવાદ ખાતે તેમની વરણી થઈ એ પહેલો તેઓ બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ કતાર ખાતે નિયુક્ત હતા. 
દેશ અને ખાસ કરીને ગુજરાત જ્યારે કોરોના ની બીજી લહેર અનુભવી રહ્યું હતું ત્યારે પીટર કુક પણ કોવિડ ના ભરડામાં આવી ગયા હતા. હોમ આઇસોલેશન માં સારવાર લઈ રહેલા અને પોતાના ઘર પરિવાર થી દૂર તેમના માટે મુશ્કેલ બની ગયું હશે એના જવાબ માં તેઓ તરત જ સ્મિત સાથે કહે છે, ” મેં શ્વાસ લેવા ની તકલીફ ને યોગ કરી ને સારી કરી અને હું દરરોજ મસાલા ચા પીવા નું આગ્રહ રાખતો.” 

કોવિડમાં થી સાજા થયા પછી માઉન્ટ આબુ ની હવા માણી, પોતાના કામ પર પરત ફરેલા પીટર કુક દહેજ ની મુલાકાત બાદ તેમના કામ અર્થે હાલ માં સ્કોટલેન્ડ માં રોકાયા છે. 

Your email address will not be published.