કોંગ્રેસ ધારાસભ્યના ઘરમાં ઘૂસ્યા તસ્કરો, રૂ 8.51 લાખની થઈ ચોરી

| Updated: July 4, 2021 12:49 pm

ગાંધીનગરના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કાલોલ ખાતે આવેલા ઘરમાં શુક્રવારે રાત્રે તસ્કરો ઘૂસી ગયા હતા અને રૂ. 8.51 લાખની ચોરી કરી હતી. ચોરી દરમિયાન ઘરમાં કોઈ હાજર નહોતું તેવી પણ જાણકારી મળી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તસ્કરોએ ધારાસભ્યના બંગલોમાંથી બે લાખ રૂપિયા રોકડા, ત્રણ એલઈડી ટીવી, બે ઘડિયાળ, બે સોનાની ચેન તથા બીજી ઘણી વસ્તુઓની ચોરી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે તસ્કરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરના કલોલ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, આ ઘટના બીજી વખત બની હતી અને પોલીસ પર આરોપીઓને શોધવામાં બેદરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, “આ બીજી વારની ઘટના છે, આ અગાઉની ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોનો હજુ પત્તો લાગ્યો નથી. કલોલમાં દરરોજ રાત્રે ચોર એક-બે ઘરો પર હુમલો કરે છે, પરંતુ મને નથી લાગતું કે છેલ્લા ચાર વર્ષમાં કોઈ પકડાયું હોય. પોલીસે આવા ગુનાઓ પર લગામ લાવવા અને પેટ્રોલીંગ વધારવાનો પ્રયત્ન કરવો જોઇએ.”

Your email address will not be published.