મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકનો ઘટસ્ફોટ : RSS અને અંબાણી સંબધિત ડીલમાં 300 કરોડ લાંચની ઓફર

| Updated: October 22, 2021 9:08 pm

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજસ્થાનના ઝુંઝુનુમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપેલુ નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમના જમ્મુ કાશ્મીરના કાર્યકાળ દરમિયાન તેમને આરએસએસ અને અંબાણી સંબધિત ડીલમાં 300 કરોડ લાંચની ઓફર થઇ હતી. જે ડીલમાં ગોટાળો હતો.

હાલ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક જેમણે પાંચ દિવસ પહેલા આપેલુ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગયું છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં યોજાયેલા સન્માન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. જ્યાં બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન અંબાણી અને આરએસએસ સંબધિત બે ડીલમાં 150-150 કરોડની ઓફર થઇ હતી.

કાશ્મીરના કાર્યકાળ દરમિયાન તેમની સામે બે ફાઈલો સામે આવી હતી. જેમાં સંઘના મોટા નેતા અને અંબાણી જોડાયેલા હતા. તેમાં મહેબુબા સરકારના મંત્રી અને પીએમની નજીકના ગણાવતા હતા. જોકે સંબધિત વિભાગના સેક્રેટરીએ ફાઈલમાં ગોટાળાની જાણ કરતા તેમણે તે ડીલ કેન્સલ કરી હતી. તેમને સામેથી સેક્રેટરીઓએ જણાવ્યું હતું કે તેમને એક ફાઈલ દીઠ 150-150 કરોડ મળી જશે. જેની સામે તમણે કહી દીધું હતું કે હું 5 કુર્તા પજામા લઈને આવ્યો છું, આવી રીતે જ જઈશ. જે બાદ તેઓ પીએમને મળવા માટે ગયા હતા. 

પીએમ સાથેની મુલાકાત દરમિયાન મલિકે તેમને જણાવ્યું હતું કે આ બાબતે શું કરે? જો ડીલ કેન્સલ ન કરવી હોય તો તેઓ દેશ છોડી દેશે. તેમની જગ્યાએ કોઈ બીજાને મૂકી દેવામાં આવે, પરંતુ તે આવું થવા નહી દે. તેની સામે જણાવ્યું હતું કે કરપ્શનમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાનું નથી. કાશ્મીરમાં એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે કે અન્ય જગ્યાએ જો 5% થતું હશે તો તેની સામે કાશ્મીરમાં 15% કમિશન માંગવામાં આવે છે. જોકે તેમના રહેવાથી એ દહેશત થઇ ગઈ હતી કે કોઈ ભ્રષ્ટાચાર ન થયો.

ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે આ બન્ને ફાઈલોને લઈને કોઈ સ્પષ્ટતા કરી ન હતી. મળતા અહેવાલ પ્રમાણે સત્યપાલ મલિકે સરકારી કર્મચારી, પત્રકારો અને પેન્શનરો માટેની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસી સંબધિત ફાઈલો વિષે જણાવી રહ્યા હતા. જેમાં અનીલ અંબાણીની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થતો હતો.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *