પાન્ડોરા પેપર્સમાં ધડાકો: તપાસ ચાલુ હતી ત્યારે સ્ટર્લિંગ બાયોટેકના ભાગેડુ ડિરેક્ટર નીતિન સાંડેસરા કયા ગોટાળામાં વ્યસ્ત હતા?

| Updated: October 8, 2021 8:10 pm

2017માં જ્યારે તપાસ એજન્સીઓ સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરા અને તેમના જૂથ સામે ફોજદારી કેસોની તપાસમાં વ્યસ્ત હતી, ત્યારે સાંડેસરા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં તેના ઓઇલ બિઝનેસને વિસ્તૃત કરવા માટે નાઇજિરિયન બેન્કોમાંથી કેરેક્ટર સર્ટિફિકેટ એકત્ર કરવામાં વ્યસ્ત હતા.

ફિડેલિટી કોર્પોરેટ સર્વિસ લિમિટેડને આપેલા સંદર્ભ પત્રમાં, યુનિયન બેન્ક ઓફ નાઇજીરીયા પીએલસીએ જણાવ્યું હતું કે નીતિન સાંડેસરા સારી નૈતિક સ્થિતિ ધરાવતા આર્થિક રીતે વિશ્વસનીય વ્યક્તિ છે. આવા પત્રોનો ઉપયોગ સાંડેસરા દ્વારા ફ્રાન્સ, નાઇજીરીયા, યુકે, યુએઇ અને ભારતમાં રોકાણ કરવા માટે બ્રિટિશ વર્જિન આયલેન્ડમાં ઓછામાં ઓછી અડધો ડઝન કંપનીઓ ખોલવા માટે કરવામાં આવ્યો હતો.

રેકોર્ડ મુજબ, નીતિન સાંડેસરા આ કંપનીઓનો એકમાત્ર માલિક છે. એના કહેવા પ્રમાણે આ એની “બચત”માંથી ઉભી થયેલી કંપની છે.

સાંડેસરાએ એક જ દિવસે, 16 માર્ચ, 2018 ના રોજ બે કંપનીઓની સ્થાપના કરી – કોન્સ્ટન્ટ કેપિટલ અને પ્રાઈમ ફાઈનાન્સ, જેમાં પ્રત્યેક એક ડોલરના 50,000 ના શેર હતા. અને રસપ્રદ વાત એ છે કે, આ બંને કંપનીઓએ ભારતમાં અને અન્ય દેશોમાં બિઝનેસ કરવાની યોજના બનાવી હતી.

કોર્પોરેટ સર્વિસ પૂરી પાડતી એજન્સી, ફિડેલિટી કોર્પોરેટ સર્વિસીસ, સાંડેસરાને કોન્સ્ટન્ટ કેપિટલ અને અને પ્રાઇમ ફાઇનાન્સનો વહીવટ કરતી વખતે ભારતમાંથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લાવી આપવા માટે વારંવાર જણાવતી હતી. સાંડેસરા આ સર્ટિફિકેટ લાવવામાં નિષ્ફળ રહ્યા અને તેના બદલે એપ્રિલ 2018 માં કોન્સ્ટન્ટ કેપિટલ અને પ્રાઇમ ફાઇનાન્સને, ફિડેલિટી કોર્પોરેટમાંથી અન્ય કોર્પોરેટ સર્વિસ પ્રોવાઇડર સેબલ ટ્રસ્ટ લિમિટેડમાં બદલી નાખ્યા.

આશ્ચર્યજનક વાત એ છે કે, નવેમ્બર 2017 થી એપ્રિલ 2018 વચ્ચે સાંડેસરા દ્વારા સ્થાપિત તમામ કંપનીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન જે સ્ટર્લિંગ ગ્રુપની તપાસ કરી રહી છે, બંનેની તપાસમાંથી બચી ગઈ છે.

સાંડેસરા અને તેમનો પરિવાર 2017 માં તેમનો વ્યવસાય રડારમાં આવ્યા બાદ ભારત છોડીને ભાગી ગયો અને સપ્ટેમ્બર 2020 માં ભારતે નીતિન અને ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને આર્થિક અપરાધી જાહેર કર્યા.

ED એ સાંડેસરા સામેના કેસના સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ નેતા અહમદ પટેલને પણ સાક્ષીના નિવેદનના આધારે પૂછપરછ કરી હતી. એવો આરોપ હતો કે ણે સંડેસરા ના કહેવાથી અહેમદ પટેલના પુત્ર માટે પાર્ટીઓ ગોઠવાઈ હતી.

હાલમાં, ભાગેડુ સાંડેસરા અલ્બેનિયામાં છે. એવું મનાય છે કે તેમણે ત્યાંની નાગરિકતા લીધી છે,

Your email address will not be published. Required fields are marked *