ગુજરાતની ભારત-પાક દરિયાઈ સરહદ નજીક કચ્છના હરામી નાલામાંથી ગુરુવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે વેળા ત્રણ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે BSF જવાનોએ ભારતીય સરહદની અંદર લગભગ 15-20 કિમી અંદર બોટ અને માછીમારોને જોયા ત્યારે તેમની બોટ જપ્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ત્રણ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે જ્યારે BSF માછીમારોની શોધમાં છે.
ભારતીય માછીમારોને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછલી પકડવા માટે ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરે છે. બીએસએફની પેટ્રોલિંગ બોટને જોયા બાદ આ માછીમારો તેમની બોટ ત્યાં જ છોડીને પાકિસ્તાન તરફ ભાગી જાય છે.