વટવા વિસ્તારમાં શ્રીજી ડેવલોપર્સ બિલ્ડરએ દેવકૃપા ગ્લોરી નામની સ્કીમ બહાર પાડી હતી. અમરાઇવાડીના યુવકે 14 લાખ રૂપિયા આપી મકાન બુક કરાવ્યું હતું. પરંતુ તેને મકાન કે પૈસા પરત આપ્યા ન હતા. આ અંગે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાઇ હતી. જોકે અનેક લોકો સાથે ઠગાઇ થઇ હોવાનું પોલીસ માની રહી છે.
અમરાઇવાડી ભાઈપુરા વિસ્તારમાં જીગ્નેશભાઇ પ્રજાપતિ રહે છે. અને લેથના કારખાનામાં લેથ ઓપરેટર તરીકે નોકરી કામ કરે છે. વર્ષ 2008માં એસપીરીંગ રોડ વિંઝોલ ગામ નજીક શ્રીજી ડેવલોપર્સ બિલ્ડરોએ દેવકૃપા ગ્લોરી નામની સ્કીમ મુકી હતી. જીગ્નેશભાઈને આ સ્કીમમાં ઘર પસંદ આવતા તેમણે બુક કરાવ્યું હતું. રોકડ તથા બેંક લોન મારફતે પજેશન પેટે પ્રદિપ ઠક્કર, હરીશ ઠક્કર અને હર્ષ ઠક્કરને 14 લાખ રૂપિયા આપ્યા હતા.
બે વર્ષ થયા છતાં ઘર આપ્યું ન હતું. જગ્યા પર જઇ તપાસ કરકા સ્કીમનું બાધકામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતુ. બીજા કેટલાક લોકો પાસેથી પણ પૈસા લઈને દસ્તાવેજ આપ્યા ન હતા. આ ત્રણેયે બિલ્ડરોએ ભેગા મળીને સ્કીમ બહાર પાડીને મકાન આપવાની વાત કરી પૈસા પડાવી મકાન કે પૈસા પરત આપતા ન હતા. આ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.