બોપલની સ્ટર્લિંગ સીટીમાં આવેલી વેસ્ટ્રરીઝ વીલા સોસાયટીના સભ્યો સાથે પેસિફિકા ઇન્ફ્રા પલ્સ કંપનીના બિલ્ડરે ઠગાઇ કરી હતી. વિડીયોમાં બતાવેલી સુવિધાઓ આપી ન હોવાથી આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. સોસાયટીના મેન્ટનન્ટ માટેના 23 લાખ પણ પરત ન આપ્યા હતા. સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, ગાર્ડન અને કલબ હાઉસ સહિતની બીજી ઘણી બધી સુવિધા પૂરી ન પાડી બી.યુ.પરમિશન વગર મકાનો ફાળવી દીધા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
બોપલની સ્ટર્લિંગ સીટીમાં આવેલી વેસ્ટ્રરીઝ વીલા સોસાયટીમાં ભુપેન્દ્રભાઇ ચાવડા પરિવાર સાથે રહે છે. તેઓ વકીલાતનો વ્યવસાય કરે છે. ભુપેન્દ્રભાઇએ રાકેશ ઉર્ફે રોકી ઇશરાની, જય ચંદાણી, રોન ઠક્કર અને ધારા શેલત વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. સોસાયટી અને બંગલોમાં બિલ્ડર તરફથી આપવામાં આવતી સુવિધાનો વિડીયો બતાવી બુકીંગ લીધા હતા.
જેના મુજબ વોશ યાર્ડ એરિયા, સર્વન્ટ ક્વાર્ટર, ડેક એરિયા, પાર્કિંગ શેડ, બાથરૂમની અમુક મોંઘી એસેસરીઝ, મોસ્કવિટો મેટ જેવી સુવિધાઓ આપી ન હતી. આ ઉપરાંત સોસાયટીના રોડ રસ્તા, લાઈટ, મેઈન ગેટ એન્ટ્રન્સ, સિક્યુરિટી કેબીન, ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ અને કલબ હાઉસની સુવિધા આપી ન હતી.
સોસાયટીના રસ્તામાં ખાડા તેમજ કન્સ્ટ્રકશનનો સામાન પડ્યો હતો. સરકાર તરફથી સોસાયટીનો બિલ્ડીંગ ઉપયોગ કરવા અંગેની બી.યુ.પરમિશન મળી ન હતી. આ રીતે સોસાયટીના સભ્યો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હતી. સોસાયટીના સભ્યો પાસેથી ઉઘરાવેલા મેન્ટેનન્સના નાણાં રૂ.23,03,304 ની રકમ પણ આપી નથી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં બિલ્ડર સામે ગુનો નોધાયો હતો.