બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતું પ્લેટફોર્મ “બુકોસ્મિયા”

| Updated: May 6, 2022 6:26 pm

ભારત અને વિદેશના 140 ટાઉન્સ અને શહેરોના બાળકો તેમના લેખન, આર્ટ વર્ક કે ફોટો બૂક્સોમિયામાં મોકલે છે.

બુકોસ્મિયા એક એવું પ્લેટફોર્મ છે જે બાળકોમાં સર્જનાત્મકતાને વેગ આપે છે. આ સાહસનું મુખ્યમથક બેંગ્લુરુ છે, પરંતુ તેને સમગ્ર ભારત અને વિદેશના થઈને 140 ટાઉન્સ અને સિટીના બાળકો તેમનું પ્રદાન મોકલે છે. ભારતમાં બાળકો માટે બાળકો દ્વારા ચાલતું આ સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ સાહસ દ્બારા બાળકો દ્વારા લખવામાં આવેલી લગભગ 120 ડિજિટલ સ્ટોરીઝ દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે.

આ પ્રકારનું પ્રદાન તથા પ્રકાશન વિનામૂલ્યે થાય છે. તેમા બાળકો દ્વારા લિખિત લેખો, કવિતાઓ, નિબંધો, શોર્ટ સ્ટોરી, બૂક્સ રિવ્યુઝ અને મૂવીઝ, પ્રવાસ અનુભવ, આર્ટ વર્ક અને ફોટોગ્રાફ છે.

બુકોસ્મિયાની સ્થાપના 2017માં અમદાવાદ આઇઆઇએમની એલ્યુમનસ નિધિ મિશ્રા દ્વારા કરવામાં આવી છે. તેમણે બાળકોને વાંચન અને લેખન સાથે જોડવા જોબ છોડી દીધી છે. નિધિનું કહેવું છે કે હું મારી કોર્પોરેટ કેરિયરમાં આગળ વધતી જતી હતી. તે સમયે મને લાગ્યું કે મારે કંઇક અર્થપૂર્ણ કરવું જોઈએ. હું તે સમયે માતા હતી. મને તે સમયે લાગ્યું કે ભારતીય બાળકો માટે તેમના માટે વાંચી શકાય તેવા કન્ટેન્ટનો અભાવ છે. પ્રારંભમાં તો મેં તેઓ માટે ફિઝિકલ બુક્સ પ્રકાશિત કરવાનું વિચાર્યુ, પરંતુ તેના પછી મને લાગ્યું કે સમય હવે બદલાઈ ગયો છે અને ડિજટલ સાહસ વધારે સાનુકૂળ રહેશે.

પત્રકાર અર્ચના મોહન 2018માં તેના સહસ્થાપક તરીકે જોડાયા અને તે કન્ટેન્ટના હેડ છે. ટૂંક સમયમાં અમને લાગ્યું કે બાળકો પાસે શેર કરવા જેવું ઘણુ બધું હોય છે. શા માટે બાળકોને જ તેમનું કન્ટેન્ટ રચવાની તક પૂરી પાડવામાં ન આવે? 

અર્ચનાનું કહેવું છે કે પાંચથી 18 વર્ષનું કોઈપણ બાળક બુકોસ્મિયામાં ભાગ લઈ શકે છે. તેણે ફક્ત ઇ-મેઇલ કરવાનો હોય છે અથવા તો અમારી વેબસાઇટ પર અપલોડ કરવાનું હોય છે. અમને તેમના સ્પેલિંગ અને વ્યાકરણ અંગે કોઈ ચિંતા નથી. અમે ફક્ત આઇડિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારી ટીમ જરૂરી સુધારા કરી નાખે છે. અમે માનીએ છીએ કે દરેક બાળક પાસે કહેવા જેવી વાત હોય છે. વાસ્તવમાં ‘દરેક બાળકને અવાજ છે અને તેનો પણ અભિપ્રાય છે’ અમારી ટેગલાઇન છે. અમે હાલમાં તો ફક્ત અંગ્રેજીમાં જ સ્ટોરી પ્રકાશિત કરીએ છીએ, પણ અમે અંગ્રેજીની પશ્ચાદભૂમિ ન ધરાવતા બાળકોને પાછળ રાખવા માંગતા નથી તેથી  ભવિષ્યમાં પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં પણ વિસ્તરણનું આયોજન ધરાવીએ છીએ.

બુકોસ્મિયાને મોટા મેટ્રો શહેરોમાંથી કોઈ પ્રદાન મળતું નથી. નાના ટાઉન્સમાંથી પણ નિયમિત રીતે લખનારા હોય છે. આ સાહસ ઇ-બૂક્સ પ્રકાશિત કરે છે. તેમા બાળકોના લખાણોનું કલેકશન હોય છે. ‘ગ્રેટિટ્યુડ ડ્યુરિંગ કોવિડ’, ‘બાપુ લિવ્સ વિધિન મી’ (મહાત્મા ગાંધીના લખાણો અંગે ટીનેજરોના મંતવ્યો) અને ‘ઇટ્સ નોટ ઓકે’ (ટીનેજરોના ભેદભાવ સામે નિબંધ) જેવી કેટલીક ઇ-બૂક્સ પ્રકાશિત કરવામાં આવી છે.

બાળકો માટે ખાસ લખાણ લખાવવાના ફાયદા શું છે? “લખાણો દ્વારા લાગણીઓ અને અભિપ્રાયો વ્યક્ત કરવા તે માનસિક આરોગ્ય માટે સારી બાબત છે. આ રીતે લખાણો લખવાના લીધે વૈચારિક સ્પષ્ટતા વિકસે છે અને આત્મવિશ્વાસ વધે છે. સંવાદ કૌશલ્ય સુધરવા ઉપરાંત લેખન દ્વારા સમજવાનું કૌશલ્ય વિકસે છે. આના લીધે ભાષાકીય સજ્જતા વધે છે અને શબ્દભંડોળ પણ વધે છે, છેવટે નિયમિત લેખન બાળકમાં શિસ્ત વિકસાવે છે,” એમ અર્ચનાએ સમજાવ્યું હતું.

માબાપ બાળકને કેવી રીતે તેમના વારસામાં સર્જનાત્મકતા આપવામાં મદદ કરી શકે? બંને માને છે કે માબાપે બાળકો માટે સમય કાઢવો જોઈએ જેથી તેઓ તેની સાથે બોન્ડિંગ રચી શકે અને બાળક પણ તેમની સમક્ષ તેના વિચારો મુક્તપણે રજૂ કરી શકે. બાળકો સાથે કોઈને કોઈ ફન એક્ટિવિટી કરવી જોીએ, આ ઉપરાંત એવી રમતો રમવી જોઈએ જેથી સર્જનાત્મકતાને વેગ મળે. તેની સાથે ચાલવા દરમિયાન બાળકોને હાથમાં પથ્થરો, પાંદડા, છોડ વગેરેનો અહેસાસ કરાવીને તેની ઓળખ આપવી જોઈએ. તેના દરેકના અંગે વાત કરવી જોઈએ. લોકપ્રિય ગીતોના આધારે પોતાના ગીત બનાવવા જોઈએ અને ફોટોગ્રાફી દ્વારા પણ તેની સર્જનાત્મકતાને વેગ આપી શકાય છે.

બધા બાળકો સરળતાથી લખી શકતા નથી. કેટલાક બોલવામાં વધારે સારા હોય છે. બુક્સોમિયાએ કેટલાક વિડીયો પોસ્ટ કર્યા છે અને આ સિવાય ટીનેજર માટે બે પોડકાસ્ટ પણ છે. નિધિનું કહેવું છે કે “અમે ભારતનું સૌપ્રથમ ટીન પોડકાસ્ટ “ટ્રેન્ડિંગ વિથ ટીન્સ” ચલાવીએ છીએ. બીજા પોડકાસ્ટનું નામ છે “વોટ્સ ઓન માય માઇન્ડ” અને તે મુગ્ધાવસ્થાના સમયના માનસિક આરોગ્ય અંગે છે.

બાળકો માટે વિજ્ઞાનને ફન બનાવવું તે બીજી પહેલ છે, એમ નિધિનું કહેવું છે. “અમે આઇઆઇટી ગુવાહાટી ફેકલ્ટી સાથે વિજ્ઞાનને એકદમ રસપ્રદ રીતે શીખી શકાય તે માટે કામ કરી રહ્યા છીએ. અમે તેમની ઘરની અંદર જ તેઓ વિજ્ઞાન શોધી કાઢે તે માટે બે પુસ્તક આપ્યા છીએ. અમે બાળકોને પીરિયોડિક ટેબલ રમૂજપ્રેરક રીતે શીખવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી એપ બનાવ્યા છે. અમે આ એપ 1,200થી વધુ સ્કૂલ્સને વિતરીત કરીશું.”

બીજી અનોખી અને અસરકારક પહેલ બુકોસ્મિયાએ કરી છે તે મુગ્ધા કાલરા નોટ ધેટ ડિફરન્ટ છે. આ પ્રથમ એવી કોમિક બૂક છે જે બાળકોને ઓટિઝમ અને ન્યુરોડાઇવર્સિટી અંગે સમજાવે છે. આ પુસ્તકમાં દસ વર્ષની સારા અને તેના નવા મિત્ર માધવે આલેખન કર્યુ છે, જે ઓટિઝમના આરે છે. “ બાળકો જિજ્ઞાસુ હોય છે અને તેઓ વસ્તુને સારી રીતે સમજવા સવાલો પૂછતા રહે છે. તેઓ પૂર્વગ્રહરહિત હોય છે અને તેઓ કોઈપણ વિષય રીતે વધુને વધુ સારી રીતે સમજવાની સ્થિતિમાં હોય છે અને સમાવેશિતાને પ્રેક્ટિસાઇઝ કરી શકે છે,” એમ નિધિનું કહેવું છે.

Your email address will not be published.