જાહેર માર્ગ પર બે આખલાઓનું “શિંગડાયુદ્ધ”, રાહદારીઓમાં અફરાતફરી

| Updated: April 21, 2022 2:29 pm

પાટણના પારેવા સર્કલ પાસે ગત રાત્રિના રોજ બે આખલાઓ જાહેરમાં લડતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર લડતા આખલાઓને લઈ રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ લાકડા,પાઈપથી તેઓને છુટા કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું તેઓ છુટા થયા ન હતા. છેવટે પાણીનો મારો ચલાવી આ બન્નેને છુટા કરવામાં આવ્યા હતા.

પાટણમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરોને કારણે માર્દ અકસ્માતના કિસ્સાઓ પણ વધાતા જોવા મળી રહ્યા છે. જો કે, ઘણા લોકોના મોત પણ થયા હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી આ અંગે વારવાર નગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી હતી પરતું હજી સુધી કોઈ પણ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર વારંવાર જામતા આખલા યુદ્ધના કારણે નિર્દોષ લોકો એનો ભોગ બની રહેતા હોય છે. ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિદ્રામાંથી જાગી એને તાબે કરવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરે એવી માગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.

Your email address will not be published.