સુરતમાં 18 જેટલા લોકોને ઠગનાર બંટી બબલીની ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

| Updated: April 9, 2022 6:53 pm

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં એક દંપતીએ 2.5 ટકા વળતર આપવાની લાંચ આપીને એક વ્યક્તિ પાસેથી 9.90 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા દંપતીએ 18 જેટલા લોકોની પાસેથી 1 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી
તેથી ઇકો સેલ દ્વારા બાતમીના આધારે આ બન્ટી બબલીની ધરપકડ કરવામાં આવી છે.

સરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જયેશ નાગર અને પિન્કી નાગર સુરતના ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે સ્કીમ ચલાવતા હતા. તેમને ભોગ બનનારને ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડમાં પૈસા રોકાણ કરાવવા માટે માસિક 2.5 ટકા નફો આપશે તેવી લોભામણી વાત કરી હતી. જેના કારણે ભોગબનનાર ફરીયાદીએ લાલચમાં આવી આ કંપનીમાં 9.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. ગુનાની પ્રથમ તપાસ સરથાણા પોલીસ તરફથી હાથ ધરવામાં આવી હતી. ફરીયાદનો અભ્યાસ કરતા ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ નામની સ્કીમમાં લોભામણી જાહેરાત કરી રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાનું જણાયુ હતું. ત્યારબાદ તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી પોલીસની તપાસ દરમિયાન જયેશ નાગર અને તેની પત્ની પિન્કી નાગરે ફરિયાદી ઉપરાંત અન્ય 17 લોકો સાથે પણ આ જ રીતે પોતાની સ્કીમમાં 2.5 ટકા માસિક નફો આપશે તેમ કહી રોકાણ કરાવેલું હતુ. જે રોકાણની કૂલ રકમ 1.19 કરોડ રૂપિયા થાય છે. જયેશ નાગર અને તેની પત્ની પિકી નાગરની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.

પોલીસની ઉંડાણપુર્વકની તપાસમાં સામે આવ્યું કે, જયેશ નાગરનો દીકરોસેવન્થ -ડે સ્કુલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. અને શાળા દ્વારા માર્કશીટ બાળકના માતા-પિતાને જ આપવામાં આવતી હતી. જેથી પોલીસ દ્વારા સ્કુલ પર સતત વોચ રાખવામાં આવી હતી. તેવામાં આરોપી પિન્કી જયેશ નાગર માર્કશીટ લેવા આવતા તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારબાદ તેની પુછપરછમાં જાણવા મળ્યું કે, તે મકાન ખાલી કરી મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી અમદાવાદ સહ પરીવાર જતા રહ્યા હતા. આરોપી જયેશ નાગર અમદાવાદમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમ અમદાવાદ મોકલી તપાસ કરતા આરોપી અમદાવાદમાંથી મળી આવતા તેને પકડી સુરત ખાતે લાવવામાં આવ્યો

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી જયેશ નાગર ફાયનાન્સ બેન્ક લી બારડોલીમા મેનેજર તરીકે કામ કરતો હતો તેમજ આરોપીઓ ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે રોકાણકારો પાસેથી માસિક 2.5 ટકા નફો વળતર તરીકે ચુકવવાનુ જણાવી રોકાણ કરાવતો હતો. અને જ્યારે લોકો રૂપિયા પરત માગે ત્યારે પૈસા પરત મળી જશે તેમ જણાવતો હતો. તેણે 18 રોકાણકારો પાસેથી રૂપિયા 1.19 કરોડનું રોકાણ કરાવ્યુ હતું તે પૈસા ક્રિપ્ટો કરન્સી અને શેર બજારના ઇન્ડેક્ષમાં રોકાણ કર્યા હતા.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.