ગત સપ્તાહ દરમિયાન ફુગાવો, કોવિડના વધી રહેલા કેસની ચિંતા અને બોન્ડ માર્કેટમાં મંદી જેવા કારણોથી ઘટી રહેલા શેરબજારમાં શુક્રવારથી નવી ખરીદી જોવા મળી રહી છે. જોકે, આ ખરીદી સામે આ સપ્તાહે કેટલીક અડચણ છે પણ આજે બજાર ઉછળેલા છે.
સોમવારે સવારે જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ 1.9 ટકા વધેલો છે, કોરિયન ઇન્ડેક્સ 0.6 ટકા વધેલો છે. એશિયાઇ પ્રદેશના માપદંડ ગણાતા MSCIના જાપાન સિવાયના એશિયા – પેસિફિક ઇન્ડેક્સમાં આજે 0.4 ટકાની વૃદ્ધિ છે. ગત સપ્તાહે તેમાં 2.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકામાં છેલ્લા આઠ સપ્તાહથી બોન્ડના યીલ્ડ ઘટી રહ્યા હતા. આજે તેમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે 1.365 ટકા છે.
આ સપ્તાહ દરમિયાન ટ્રેડર્સની નજર બે મહત્વની બાબતો ઉપર રરહેશે. અમેરિકામાં ફુગાવાના આંક અને ફેડરલ રીઝર્વ ચેરમેન જેરોમ પોવેલ સંસદની કમિટી સમક્ષ ઉપસ્થિત થશે. જો પોવેલ અપેક્ષા કરતા વહેલા વ્યાજ દર વધારવા અંગે કે બોન્ડની ખરીદી ઘટાડવા અંગે નિવેદન કે સંકેત આપે તો તેની અસર શેરબજાર ઉપર જોવા મળશે. વધતો ફુગાવો પણ શેરબજાર માટે જોખમ ગણાય.
એશિયન બજારો | વર્તમાન સ્તર | % વૃદ્ધિ કે ઘટાડો |
નીક્કાઈ | 28,564.50 | 2.23% |
શાંઘાઈ | 3,556.41 | 0.92% |
હેંગ સેંગ | 27,486.87 | 0.78% |
તાઇવાન | 17,907.24 | 1.39% |
સિંગાપોર સ્ટ્રેટ ટાઈમ્સ | 1,552.09 | 0.55% |
કોસ્પી | 3,243.73 | 0.80% |
સતત બે દિવસ વધ્યા પછી આજે ક્રુડ ઓઈલના ભાવ સ્થિર છે. બ્રેન્ટ ક્રુડ છ સેન્ટ વધી 75.61 ડોલર પ્રતિ બેરલ અને અમેરિકન વેસ્ટર્ન ટેક્સાસ 74.56 ડોલર પ્રતિ બેરલ ઉપર સ્થિર છે.
સોનાના ભાવ 1800 ડોલરની સપાટી પાર કરીઓ સ્થિર છે. જૂન મહિનામાં 1749 ની નીચી સપાટી બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગના સહારે તે મજબુત થયું હતું. આજે તે 1806 ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.