કોરોનાના બૂસ્ટર ડોઝ પછી સીએએના નિયમો ઘડવામાં આવશેઃ અમિત શાહ

| Updated: August 3, 2022 2:49 pm

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારી (#Suvendu Adhikari) એ મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)ને નાગરિકતા કાયદા (સીએએ) (CAA)ને વહેલામાં વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી છે. સુવેન્દુએ જણાવ્યું હતું કે અમિત શાહે તેમને ખાતરી આપી છે કે કોરોનાની (Corona) રસીના બૂસ્ટર ડોઝની (#Booster dose) કવાયત પૂરી થઈ ગયા પછી સીએએ અંગેના નિયમો ઘડવામાં આવશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ શાહને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ભરતી કૌભાંડમાં સામે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 100 નેતાઓની યાદી સોંપી છે. તેમા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે.

આ કૌભાંડમા સામેલ દરેક વ્યક્તિનો પર્દાફાશ કરવા માટે વ્યાપક તપાસની માંગ કરતા અધિકારીએ ગૃહપ્રધાનને ધારાસભ્યો સહિત કેટલાક ટીએમસી નેતાઓના લેટરપેડ પણ આપ્યા હતા, જેનો ઉપયોગ કથિત રીતે લાંચ લઈને નોકરીઓ માટે અમુક નામોની ભલામણ કરવા માટે થયો હતો.

શાહને મળ્યા બાદ તેમણે ટવીટ કર્યુ હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને સંસદમાં (Parliament) અને તેમની ઓફિસમાં મળવાનું મારા માટે સન્માનની વાત છે. મેં તેમને જણાવ્યું હતું કે કેવી રીતે પશ્ચિમ બંગાળની સરકાર શિક્ષકોની ભરતી કૌભાંડ (#Teachers Recruitment Scam) જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે ફસાઈ છે. તેની સાથે મેં તેમને વહેલી તકે સીએએ લાગુ કરવા વિનંતી કરી છે.

અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે નાગરિકતા (સુધારા) અધિનિયમનો મુદ્દો, તેના કથિત મુસ્લિમ વિરોધી પૂર્વગ્રહ માટે ટીકાકારો દ્વારા નિંદા કરવામાં આવ્યો હોવા છતાં તેનું અમલીકરણ પશ્ચિમ બંગાળ માટે મહત્વનું છે. તેના લીધે મોટી સંખ્યામાં લકો તેની જોગવાઈનો લાભ લઈ શકે છે.

સીએએને 11 ડિસેમ્બર 2019ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે 12 ડિસેમ્બરના રોજ 24 કલાકની અંદર આ કાયદાને સૂચિત કરવામાં આવ્યો હતો. જો કે તેના માટેના નિયમો ઘડી ન શકાતા તેનો અમલ અટકી ગયો છે. બંગાળમાં રેલીને સંબોધન કરતી વખતે શાહે જણાવ્યું હતું કે કોરોના પૂરો થયા પછી કાયદો લાગુ કરવામાં આવશે.

આ કાયદાના લીધે દેશના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા બાદ સરકાર આ બાબતે સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે તે પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અત્યાચારગ્રસ્ત લઘુમતીઓને નાગરિકતા આપવા માંગે છે, જેઓ 31 ડિસેમ્બર 214 સુધીમાં ભારતમાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે પણ ટીએમસીના નેતા અને રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તેમના તરફથી મળેલા સંકેતો વગર આ ભરતી કૌભાંડ થઈ શક્યું ન હોત.

તેમણે આરોપ લગાવ્યો હતો કે આ એક સંગઠિત અપરાધ છે. એક કટ મની ફૂડ ચેઇન છે અને કેટલાક લોકો આ માટે રીતસર દરેક જિલ્લામાં રાખવામાં આવ્યા છે. તેની ચેનલ ટીએમસીના સંગઠન દ્વારા ચાલે છે. તે એક સંગઠિત અપરાધ છે. એક કટ મની ફૂડ ચેઇન હતી અને કેટલાક લોકો દરેક જિલ્લામાં પૈસા ઉપાડવા અને તેને પાર્ટી (ટીએમસી) સંગઠન દ્વારા ચેનલ કરવા માટે આધારિત હશે, એમ તેમણે આરોપ લગાવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે આ કૌભાંડના લીધે 80થી 90 લાખ શિક્ષકોની નોકરીની આશા રાખનારાઓની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. આ કારણે તેઓ બેરોજગાર રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

Your email address will not be published.