હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરો તેવી લાલચ આપી પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું

| Updated: August 6, 2022 6:20 pm

હેલો, હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે મિત્રતા કેળવો તેમની સાથે સેક્સ કરો આવો કોલ આવે તો સાવધાન થઇ જજો. આ કોલ કરનાર ટોળકી તમને ફસાવી દે છે અને તમારી પાસે મોટી માત્રામાં પૈસા પડાવે છે. બાપુનગરમાં ચાલતું આ પ્રકારનું કોલ સેન્ટર સાઇબર ક્રાઇમે પકડી પાડ્યું છે. પોલીસે એક મહિલા સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ગુગલ પે અને ફોન પે દ્વારા પૈસા મેળવી લેતા હતા. સાઇબર ક્રાઇમે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શહેરના બાપુનગર હિરાવાડી ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ એવન્યુ ફ્લેટના ચોથા માળે કમલ વાધવાણીના મકાનમાં કોલ સેન્ટર ચાલતુ હોવાની માહિતી સાઇબર ક્રાઇમને મળી હતી. Locanto, skokka, sapno ki pari નામની વેબસાઇટ પર અલગ અલગ નંબર રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આ નંબર પર કોલ કરનાર શખસોને ફ્રેન્ડશીપ કેળવી છોકરીઓ સાથે મુલાકાત કરવવાનું કહેતા હતા. ગુગલ પે અને ફોન પે મારફતે બેંક એકાઉન્ટમાં નાણાં લેતા હતા. આમ મોટી પ્રમાણમાં છેતરપિંડી આચરતા હતા. સાઇબર ક્રાઇમે રેડ કરતા છ પુરુષ અને એક મહિલા મળી આવી હતી. છોકરીઓ સાથે મુલાકાત કરાવવાનું કહીને લોકો પાસે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય સુત્રધાર કમલ ગોપીચંદ વાધવાણી પણ મળી આવ્યો હતો. પોલીસે 17 મોબાઇલ અને તેમા અલગ અલગ સીમકાર્ડ પકડી પાડ્યા હતા. અમુક નબંર ઉપરોક્ત અલગ અલગ વેબસાઇટો પર રજીસ્ટર કરેલા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પોલીસે પકડેલા આરોપીઓના નામ

  1. કમલ ઉર્ફે કિશન ગોપીચંદ વાધવાણી મુખ્ય આરોપી(રહે. અંબિકા ચોક, બાપુનગર)
  2. ચિરાગ રાજેન્દ્ર ગુપ્તા (રહે. શીવશંકર ગલી, બાપુનગર)
  3. દેવદત્ત ઉર્ફે દેવાભાઇ તુલસીદાસ જાદવ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખોખરા)
  4. ભાવેશ પ્રવિણ પરમાર(રહે. ઇન્દ્રજીત સોસાયટી, નિકોલ ગામ)
  5. મોન્ટી રમેશ કેવલાણી(રહે. સુદરવન ફ્લેટ, નરોડા)
  6. અનિકેત મહેશ ખેરનાર (રહે. બગાચાગલી, ક્રૃષ્ણનગર)
  7. કિશોરીબેન અશોકભાઇ જોષી (રહે. સરદારવીલા સોસાયટી, કડી)

આરોપીની મોડસ ઓપરેન્ડી કેવી હતી

આ ટોળકીમાં મુખ્ય આરોપી કમલ હતો તે કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તેવામાં ફોન આવે કે, કિશોરીબહેન વાત કરતા હતા. ગ્રાહકોને ફસાવતા અને તેમને પૈસા ભરવાનું કહેતા હતા. કોલ આવતો એટલે ફ્રેન્ડશીપ કલબના નામે હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે મિત્રતા કરો અને સેક્સ કરો તેવી લાલચ આપતા હતા. ડમી લેડીઝ સાથે વાત કરાવતા અને હોટલ તથા બીજા ચાર્જ પેટે પૈસા વસુલી લેતા હતા.

Your email address will not be published.