ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કાર્યકર્તા પદાધિકારીઓની શિબિરનું આયોજન

| Updated: April 26, 2022 8:35 pm

આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો સક્રિય થયા છે અને ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષ સમાજે વરતેજ ખાતે શહેર અને જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો અને પદાધિકારીઓની શિબિરનું આયોજન કરાયું હતું.

સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસે પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીને લઈને આજે કોંગ્રેસના રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં જિલ્લાના કાર્યકરો,પદાધિકારીઓ માટે શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરતેજ ગામે ખાનગી રિસોર્ટમા થયેલ આયોજનમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસનાં સિનિયર નેતાઓ તેમજ વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યાં હતા.

શિબિરમાં આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલની નારાજગી મામલે જણવ્યું હતું કે હાર્દિક નાની વયનો છે અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને દરેકને પોતાની વાત મૂકવાના અધિકાર છે પરંતુ તમે ભાજપમાં જોઈ શકો છો કે ભાજપના આકાઓની સામે સહેજ પણ એક શબ્દ નીકળે તો તેની શું હાલત થાય તેનું ઉદાહરણ સ્વ.હરેન પંડ્યા છે. તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા લોકો ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં જેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ કોંગ્રેસમાં હીરો હતા જયારે ભાજપમાં જઈને જીરો થઇ ગયા છે. કોંગ્રેસમાંથી અન્ય પક્ષમાં ગયેલા નેતાઓ પર આવવા માંગતા છે તો અમે તેમને સામેથી બોલાવીશું કારણ કે કોંગ્રેસને સારા લોકોની જરૂર છે.

( અહેવાલ: સોનલ ભટ્ટી, ભાવનગર )

Your email address will not be published.