ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’નું સ્થાન કેનેડાએ લીધું

| Updated: June 29, 2021 11:08 pm

દાયકાઓ પહેલા ભારતીયોનું સપનું હતું કે તેઓ વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જાય, ત્યાં સ્થાયી થાય, ડોલર કમાય અને એક આધુનિક જીવનશૈલી માણે.

પરંતુ આજે ઘણા ભારતીયો કેનેડા તરફ ડગ ભરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયો કેનેડા તરફ વળ્યા છે. આ પાછળનું કારણ એ છે કે, કેનેડા સરકારે વિઝાના નિયમો હળવા કર્યા છે. ખાસ કરીને અભ્યાસ હેતુ આવતા વિદ્યાર્થીઓ માટે રાહત આપી છે. કેનેડાની સરકારે ઈમિગ્રેશન માટે શરતોને સરળ કરતા અમેરિકામાં વસતા ભારતીયો કેનેડામાં સ્થાયી થવા મીટ માંડીને બેઠા છે. 

એક એવો પણ સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ અમેરિકા પર નજર રાખીને બેઠા હતા. પણ અમેરિકામાં નાગરિકત્વ માટેના નિયમો આકરા છે તથા નાગરિકત્વ પ્રાપ્ત કરવું લોઢાના ચણા સમાન છે ત્યારથી પ્રવાહ પલટાયો છે. માત્ર નાગરિકત્વ નહીં પણ વિઝા માટેના નિયમો પણ કપરા છે. આ ઉપરાંત ઘણા લોકો પોતાની સુરક્ષા હેતુ આ પગલું ભરી રહ્યા છે. આ ઉપરાંત H1B વર્ક સંબંધી વિઝામાં બીજા કોઈ હક કે અધિકાર જે તે ધારકને મળતા નથી. પણ કેનેડામાં આ અંગે સુરક્ષા મળી રહી છે. આ ઉપરાંત વ્યક્તિગત રીતે ધારકને ત્યાં વધારે સગવડ અને સુવિધા મળી રહે છે.

Krisha Vaghasia

મેરિલેન્ડની એક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ક્રિશા વઘાસિયા કહે છે કે, અમેરિકામાં એજ્યુકેશન સિસ્ટમ સારી છે. અમેરિકન કંપનીઓ આ વિષયો પર સારી એવી નોકરીની તક પૂરી પાડે છે. પણ એ જ સમયે વિઝાની પ્રક્રિયા કપરી બની રહે છે. આ ઉપરાંત આર્થિક સુરક્ષાનો પણ મોટો મુદ્દો અહીં જોડાયેલો છે. આમ એક ચોક્કસ અને ઉત્સાહી તકની જરૂર છે. આ મામલે કેનેડામાં સર્વશ્રેષ્ઠ વાતાવરણ છે. અથવા અન્ય નિયમોમાં ઘણી સરળતા છે. 

આ ઉપરાંત હકીકત એવી પણ છે કે, અહીં હેલ્થકેર સિસ્ટમમાં રૂટિન ચેકઅપ પણ ખૂબ જ મોંઘુ છે. જ્યારે કેનેડામાં આનાથી વિપરીત સ્થિતિ છે. હેલ્થકેર અને બીજી સારવાર ઘણ સસ્તી છે. અમેરિકામાંથી જે ભારતીયો કેનેડામાં જઈ રહ્યા છે એમની ઉંમર મોટી નથી. આ ઉપરાંત આ એવો વર્ગ છે જેની પાસે પોતાની પૂરતી બચત છે જે નવી લાઈફ શરૂ કરવા  માટે ઉપયોગી નીવડે છે. 

Poorvi Chothani

એક ઈમિગ્રેશન પેઢીની સ્થાપક પૂર્વી ચોથાણી કહે છે કે, ઘણા બધા ભારતીયોએ કેનેડા પીઆર માટે અરજી કરી છે. પણ આ એક બેકઅપ પ્લાન સમાન છે. જે પાછળનો હેતું H1B વિઝા અને અમેરિકાનું ગ્રીન કાર્ડ છે. આ એક એમ્પોયમેન્ટ બેઝ વિઝા છે. જેને નોન ઈમિગ્રેન્ટ વિઝા પણ કહે છે. જેમાં અમેરિન હંગામી ધોરણે ફોરેન વર્કરને પોતાને ત્યાં કામ કરવા માટે બોલાવે છે. જેમાં એના વ્યવસાય સંબંધી સ્પષ્ટતા હોય છે. ભારતીયો જે અહીં કામ કરી જાય છે એમનો લક્ષ્યાંક અહીં સ્થાયી થવાનો હોય છે. પછી ગ્રીન કાર્ડ માટેનો હોય છે. પણ ગ્રીન કાર્ડ ઘણી મુશ્કેલીથી મળે છે. આ ઉપરાંત એના નિયમો પણ આકરા છે. આ ઉપરાંત ઘણા ભારતીયોએ આ ધ્યાને લઈને કેનેડામાં કાયમી વસવાટ હેતું PR અરજી કરી છે. જેની પ્રક્રિયા સરળ છે.

વર્ષ 2015માં 39,340 લોકોએ, વર્ષ 2016માં 39705 લોકોએ, વર્ષ 2017માં 51590 લોકોએ, વર્ષ 2018માં 69980 અને બે વર્ષ પહેલા 85590 લોકોએ કેનેડામાં PR માટે અરજી કરી સ્થાયી થયા હતા. આ ઉપરાંત અમેરિકામાં રાજકીય સ્થિતિમાં ફેરફાર થતા ઈમિગ્રેશન માટેના નિયમોને વધુ કડક બનાવાઈ રહ્યા છે. જે આકરા છે. ખાસ કરીને ભારતીયો માટે. આ ઉપરાંત અમેરિકામાં હિંસાની ઘટનાઓમાં વધારો થતા સુરક્ષા હેતું પણ ઘણા પરિવાર શિફ્ટ થઈ રહ્યા છે. એની સામે કેનેડા ઘણા ભારતીયોને આકર્ષે છે.

Your email address will not be published.