નારોલનું દંપતિ રવિવારે તેમના બે બાળકોને લઇને રિવરફ્રન્ટ હાઉસની સામે આવેલા પાર્કિગમાં રમી રહ્યા હતા. સાંજના પાંચ વાગ્યાના સમયે દંપતિના અઢી વર્ષના બાળકને અજાણી કારે ટક્કર મારી હતી અને કાર ચાલક ભાગી ગયો હતો. તેના પિતા કાર ચાલકનો પીછો કર્યો પરંતુ તે તેને પકડી શક્યા ન હતા. ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે એમ ટ્રાફિકના પોલીસ સ્ટેશને ગુનો નોધાયો હતો પરંતુ કારનો નંબર અને વિગતો મેળવવા પોલીસ નિષ્ફળ રહી હતી.
નારાલ વિસ્તારમાં આવેલા રીષીથ રેસીડેન્સી ખાતે જ્ઞાનેશ્વર મણીકરાવ ચીરેક પરિવાર સાથે રહે છે. તેઓ મૌરૈયા ખાતે ઝાયડસ કંપનીમાં ટેકનીકલ આસિ. તરીકે નોકરી કરે છે. તેમના સંતનમાં બે દિકરા છે. જેમાં મોટો દિકરો ધરીજ (ઉ.2.5 વર્ષ) અને તેનાથી નાનો દિકરો ચૈતન્ય (ઉ.10 માસ)નો છે. 22 મેના રોજ રવિવારે હોવાથી રજા હતી. જેથી જ્ઞાનેશ્વર, તેમની પત્ની નિતા અને બંને બાળકો સાથે ફરવા રિવરફ્રન્ટ રોડ રીવરફ્રન્ટ હાઉસની સામે ફરવા માટે આવ્યા હતા.
સાંજના પાંચ વાગ્યાના સુમારે ધીરજ રિવરફ્રન્ટ હાઉસની સામેના ખુલ્લા પાર્કિંગમાં રમતો હતો. આ સમયે એક અજાણ્યા ફોર વ્હિલર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી લાવી બેદરકારી પૂર્વક ધીરજને ટક્કર મારી દીધી હતી અને ધીરજ નીચે પડી ગયો હતો. તેના પિતા જ્ઞાનેશ્વરે બુમો પાડી તેનો પીછો કર્યો પરંતુ કાર ચાલક ભાગી ગયો હતો. ધીરજને ઇજા થતાં તે બેભાન થઇ ગયો હતો અને શરીરે પણ ઇજાઓ થઇ હતી. જેથી તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે ધીરજને મૃત જાહરે કર્યો હતો.
અઢી વર્ષના બાળકનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ. આ અંગે ટ્રાફિકના એમ ડીવીઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોધી આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી કારનો નબંર સોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જોકે હજુ સુધી ટ્રાફિક પોલીસને કારનો નંબર કે અન્ય વિગતો મળી ન હતી.