નામ હી પહેચાન હૈ: અમદાવાદમાં માલિકે દુકાનનું નામ SONI રાખતા Sony કંપનીએ કેસ કર્યો

| Updated: April 13, 2022 4:04 pm

જાપાનની મલ્ટિનેશન કંપની સોનીએ અમદાવાદના ત્રણ દરવાજા પાસે આવેલ ફુટવેરની દુકાન ધરાવતા એક વ્યક્તિ સામે ટ્રેડમાર્ક ભંગની ફરિયાદ દાખલ કરી છે. સોની કંપનીએ દાવો કર્યો છે આ દુકાનના માલિકે સોની ફુટવેર રાખી ટ્રેડમાર્ક રાઈટનો ભંગ કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જાપાનની મલ્ટિનેશનલ કંપની સોનીએ માર્ચ 1999માં અમદાવાદના ત્રણ દરવાજામાં ફુટવેરની દુકાન ચલાવતા મોહમ્મદ ઇકબાલ પતંગિયા સામે ટ્રેડમાર્ક ભંગનો કેસ દાખલ કર્યો હતો. જો કે, આ કેસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે આ દુકાનના માલિકે તેની દુકાનનું નામ સોની ફૂટવેર રાખ્યું હતું. જો કે, આ કેસ છેલ્લા કેટલાક વર્ષોથી પેન્ડિંગ હતો. ડિસેમ્બર 2021માં આ કેસનો ફરીથી વારો આવ્યો હતો કારણ કે ફરિયાદી કંપનીએ પૂરાવા રજુ કરવાના હતા. જાપાની કંપનીનો દાવો છે કે સોનીએ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને તે આ નામે સમગ્ર વિશ્વમાં બિઝનેસ કરે છે તથા તેના નામે એક ગુડવિલ સર્જાઈ છે. આ વિશે આગામી સુનાવણી જુલાઈમાં થશે.

સોની ટ્રેડ માર્ક્સ એક્ટની સેક્શન 29 અને 135 લગાવી છે અને પોતાના રાઈટ્સનો ભંગ થયો હોવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું છે કે દુકાનદાર આ નામ હેઠળ પોતાનો બિઝનેસ ચલાવી ન શકે. પતંગિયાના એડવોકેટ નરેન્દ્ર તાહિલરામાણીએ જણાવ્યું કે જાપાની કંપનીએ કેસ ફાઈલ કર્યો છે, પરંતુ જ્યારે તે કોર્ટમાં ગઈ ત્યારે તે ફૂટવેર મર્ચન્ડાઈઝ સાથે સંકળાયેલી ન હતી.

તેમણે એમ પણ કહ્યું Sony અથવા Soni નામ અહીં સામાન્ય છે. દુકાન માટે કોઈ આવું નામ રાખે તો તેમાં ટ્રેડમાર્કના રાઈટ્સનો ભંગ ગણી ન શકાય. તેમણે જણાવ્યું કે કેટલાક સમુદાયમાં સોની અટક પણ હોય છે તેથી તેને ટ્રેડમાર્કનો કેસ ગણવો ન જોઈએ. ફૂટવેર શોપ કંપનીએ હવે નવું ડિસ્પ્લે બોર્ડ લગાવ્યું છે જેમાં તેનું નામ બદલીને Soni રાખ્યું છે. સોના-ચાંદીના ઘરેણાના કામકાજ સાથે સંકળાયેલા ઘણા લોકોની આ અટક હોય છે.

Your email address will not be published.