અમદાવાદમાં શરદી અને ઉધરસના કેસ વધ્યા, કોરોના ટેસ્ટ કરાવવા લોકોની ભારે ભીડ

| Updated: January 17, 2022 3:46 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં શરદી અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. નાના ક્લિનિકથી લઈને મોટા હોસ્પિટલોમાં લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે દોડી રહ્યા છે. ઉત્તરાયણ બાદ તંત્ર દ્વારા લગાડવામાં આવેલા તમામ ટેસ્ટિંગ ડોમ પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. રાજ્યમાં હાલ ઠંડીના પ્રમાણમાં વધારો થતા લોકોમાં શરદી અને ઉધરસ થવાના કેસો વધ્યા છે. શહેરના નાના દવાખાનાઓ હાલ શરદી અને ઉધરસના દર્દીઓથી ઉભરાઈ ગયા છે. લાંબી લાંબી લાઈનો દવાખાનાઓની બહાર જોવા મળે છે.

લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જલોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જાેઇએ નહીં.ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બેદિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથીઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતતઘટાડો નોંધાયો છે.

તમને જાણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરમાં પણ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે.

Your email address will not be published.