બેઠાડુ જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે: કાર્ડિયોલોજિસ્ટો

| Updated: January 26, 2022 7:55 pm

રાજયમાં હાલ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક નગરોમાં પારો 10 ડિગ્રીથી નીચે જતો રહ્યો છે. ત્યારે ઠંડીમાં હૃદયરોગોથી પીડિતા લોકોને શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાને નિવારવા વિશેષ સાવચેતી જાળવવાની કાર્ડિયોલોજિસ્ટોએ અપીલ કરી છે.

હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડુ જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ જોખમ હોય છે.

કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જયેશ પ્રજાપતિએ જણાવ્યું છે કે, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો સાથે સંબંધિત બિમારી અને મૃત્યુદરમાં સિઝનલ અને દૈનિક ફરક છે. “શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો જોવા મળે છે અને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલર કેસ વધારે જોવા મળે છે. આ વધારા માટે વિવિધ પરિબળો જવાબદાર હોય છે.”

આ અંગે ડૉ. પ્રજાપતિએ કહ્યું હતું કે, “પ્લાસ્મા લીવરમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટમાં કુલ વધારો, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ, અંતઃસ્ત્રાવમાં ફેરફારો, અંગોમાં લોહીના માંગ-પુરવઠાના રેશિયોમાં વધારો, વેસોકન્સ્ટ્રિક્શન અને કેટેકોલામાઇન સ્તરમાં વધારો તથા બોડી મેટાબોલિકમાં વધારો – કેટલાંક પરિબળો છે, જે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.”

ડૉ. સમીર દાણીએ કહ્યું હતું કે, “શિયાળા દરમિયાન હૃદયરોગનું હુમલાનું જોખમ વધતું હોવાથી અમે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો ધરાવતા દર્દીઓને તેમની દવાઓ નિયમિત અને સમયસર લેવાની, તેમની નિયમિત કસરત જાળવી રાખવાની, ભોજનની સારી આદતો સહિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાની, ધુમ્રપાન ટાળવાની, શિયાળાને અનુરૂપ વસ્ત્રો પહેરવાની અને ઇન્ફેક્શનની સારવાર લેવાની સલાહ આપીએ છીએ.”

Your email address will not be published.