75 ટકા મ્યુચ્યુઅલ ફંડ પાસે 5 ટકાથી ઓછી રોકડ

| Updated: April 23, 2022 12:25 pm

માર્કેટમાં ઉથલપાથલ અને અસ્થિરતાથી રોકાણકારો મુંઝવણમાં મુકાય છે. જીયો-પોલિટિકલ જોખમો અને વ્યાજ દરોમાં વધારાનાં કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય સ્ટોક્સમાં તેમનું રોકાણ ઘટાડી રહ્યા હોવા છતાં સ્થાનિક રોકાણકારોએ હિંમત દર્શાવી છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ કે જે રૂ. 37.5 ટ્રિલિયનની સંપત્તિ મેનેજ કરે છે તેને સતત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાનો પ્રવાહ મળી રહ્યો છે.

31 માર્ચ સુધીમાં 5.28 કરોડ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) એકાઉન્ટ્સ કાર્યરત હતા. જેમાં માર્ચમાં જ મહિને 12,000 કરોડ રૂપિયાથી થોડું વધુ રોકાણ થયું હતું, જે દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા વધી રહી છે.
પરંતુ ફંડ મેનેજર શું માને છે? શું તેઓ માર્કેટમાં વધુ સુધારાની રાહ જોવે છે? તેમનાં મતે 2022માં કયા સેકટર મેદાન મારશે? આ અગે મનીકંટ્રોલે ભારતના કેટલાક ટોચના ફંડ હાઉસના ફંડ મેનેજરોનો મત જાણ્યો હતો.

કેશ કિંગ નથી
આટલી અસ્થિરતા હોવા છતાં, વિવિધ ઇક્વિટી ફંડ્સ રોકડ પર નિર્ભર નથી. 75 ટકા મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે જણાવ્યું હતું કે તેમની પાસે તેમના વિવિધ  ઇક્વિટી પોર્ટફોલિયોમાં 5 ટકાથી પણ ઓછી રોકડ છે. એક નાના ફંડ હાઉસના ફંડ મેનેજર કહે છે કે અમે કેશ કોલ લેતા નથી. ૨૫ ટકા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પાસે ૫ ટકાથી વધુ રોકડ છે. કેટલાક કિસ્સાઓમાં તે  ૮ ટકાથી વધુ છે. પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસે રોકડની બાબતમાં આક્રમક વલણ અપનાવ્યું નથી.

2022ના  સેક્ટર
એક એવું સેકટર કે જેણે માર્કેટને પાછળ રાખી દેવું જોઈએ તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે ફંડ મેનેજરો સાઇક્લિકલ સેકટર પર ફોકસ કરતાં જોવા મળે છે. નાણાકીય સેવાઓ, ખાસ કરીને બેંકિંગ ક્ષેત્ર ફંડ મેનેજરો માટે સૌથી વધુ પસંદગીનું સેકટર છે. 50 ટકા ફંડ મેનેજરો તેની તરફેણ કરે છે. ૩૩ ટકા ફંડ મેનેજરો અપેક્ષા રાખે છે કે ઇન્ડસ્ટ્રિયલ ગુડ્ઝ કંપનીઓના શેર બ્રોડ માર્કેટ કરતા વધુ સારો દેખાવ કરશે. બાકીના ઓટો, પાવર અને કેપિટલ ગુડ્ઝ જેવા સાઇક્લિકલ સેકટર પર દાવ લગાવે છે.

બેન્કિંગ સેક્ટર હજુ પણ ફેવરિટ
આ ક્ષેત્રે તાજેતરના ભૂતકાળમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. વેલ્યુ રિસર્ચ અનુસાર, 21 એપ્રિલ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રણ અને પાંચ વર્ષમાં, લાર્જ કેપ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ્સનાં 14.14 ટકા અને 13.35 ટકા લાભની સરખામણીએ બેન્કિંગ અને નાણાકીય સેકટરનાં ફંડોએ અનુક્રમે 5.96 ટકા અને 7.9 ટકા વળતર આપ્યું છે. 31 માર્ચ, 2022ની સ્થિતિએ લાર્જ કેપ સ્કીમોમાં બેંકિંગ અને નાણાકીય સેવાઓનો સરેરાશ 25 ટકા ફાળો રહ્યો છે. નિફ્ટી 50 – બેલવેધર ઇન્ડેક્સમાં ફાયનાન્સિયલ સર્વિસિસ કંપનીઓના શેરોનું વેઇટ 35 ટકા છે.
બેન્કિંગ સેક્ટરને 83 ટકા ફંડ મેનેજર્સ ફાયદાકારક માને છે. ડિપ્રેસ્ડ વેલ્યુએશન, નીચો ક્રેડિટ ખર્ચ, ક્લીન કોર્પોરેટ લોન બુક્સ આ સેકટરની કેટલીક પોઝિટીવ બાબતો છે.


ઇન્ફર્મેશન ટેકનોલોજી

લોકડાઉનનો સૌથી મોટો ફાયદો ઇન્ફર્મેશન ટેકનોલોજી સેકટરનાં શેરોને મળ્યો હતો. ડિજિટાઇઝેશન વગેરે કારણે આ કંપનીઓએ સારો દેખાવ કર્યો હતો. છેલ્લા ત્રણ અને પાંચ વર્ષમાં ટેક સેકટરનાં ફંડમાં અનુક્રમે 30.79 ટકા અને 28.30 ટકાનું વળતર મળ્યું હતું.
જો કે ફંડ મેનેજરો હવે સેક્ટરના ભવિષ્ય વિશે સાવચેતીનો સૂર ઉચ્ચારે છે. દર દસમાંથી છ ફંડ મેનેજરો (58 ટકા) ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે મંદી હોવાનું માને છે.બાકીનાં આ મામલે તટસ્થ છે કે હકારાત્મક છે. ફંડ મેનેજર કહે છે, ઘણા નામોના વેલ્યુએશન ઝોનને ઉપર જવા માટે સતત પોઝિટીવ સરપ્રાઇઝીસની જરૂર છે જે હાલનાં સમયમાં મુશ્કેલ હોઈ શકે છે.

તમારે શું કરવું જોઈએ?
રોકાણકારોએ તેમના ફાયનાન્સિયલ ગોલ અને તેના આધારે રોકાણ અંગે સાવચેત રહેવું જોઈએ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર તમારી એસેટ એલોકેશન પ્રમાણે રોકાણ કરો. ભૂતકાળના વળતરનાં આધારે નિર્ણય લેવો હિતાવહ નથી.ખાસ કરીને એવા સમયે જ્યારે વ્યાજ દરો વધવાની શકયતા હોય.
પરંતુ જ્યારે તમે કોઈપણ રકમ જનરેટ કરો ત્યારે તમારી એસઆઇપી ચાલુ રાખવી અને તેને લમસમ રકમ સાથે ટોપ અપ કરવી એ સારી બાબત છે. જો મોટાભાગના ફંડ મેનેજરો પુરેપુરું  રોકાણ કરે છે અને તેમની પાસે ખૂબ ઓછી રોકડ હોય છે.

જો તમે ઇક્વિટીમાં ઓછું રોકાણ કર્યું હોય તો એસઆઇપી દ્વારા સારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારો. તમે એમસી30 દ્વારા ભલામણ કરાયેલી કેટલીક સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી કરી શકો છો.

Your email address will not be published.