મન્ડેઝ વિથ મંજુલ, ઓક્ટોબર 4

October 4, 2021 7:14 am

તાલિબાનનો પ્રતિબંધ છતાં અફઘાન અફીણ વેપારમાં તેજી

September 30, 2021 7:08 pm

ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું નવીનતમ પ્રિય સ્થળ છે. તાજેતરમાં, ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા 3,000 કિલોગ્રામ પ્રતિબંધિત નાર્કોટિક્સ – હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ હતું. તપાસકર્તાઓએ અંદાજ લગાવ્યો હતો કે જપ્ત કરવામાં આવેલી દવાઓ આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયાની હોઈ શકે અને તેને અફઘાનિસ્તાનથી મોકલવામાં આવી હતી.ભારતનો સૌથી મોટો 1600 કિમી દરિયાકિનારો ધરાવતું ગુજરાત વર્ષોથી વિદેશમાં વેપાર […]

ગુજરાત વિધાનસભામાં રેમડેસિવીર ઇન્જેક્શનના ગેરકાયદે પુરવઠા પર ચર્ચા

September 28, 2021 3:19 pm

કોવિડની પ્રથમ લહેર દરમિયાન  ગુજરાતમાં નકલી રેમડેસિવીર ઇન્જેક્શન્સના વેચાણનો પર્દાફાશ થયો હતો.જેમાં ઘણા ઉત્પાદકો પર આરોપ લાગ્યો હતો અને કેટલાકની કાળા બજારમાં રેમડેસિવીર ઇન્જેક્શન વેચવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. કોવિડ મહામારીએ  પથારી અને ઓક્સિજન જેવી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ માટે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા લોકોને છેતરવાની વિવિધ રીતો શોધતા  ઠગલોકોને મોકળું મેદાન પૂરું […]

અમદાવાદમાં ટેલેન્ટહન્ટનું આયોજન , બાદશાહ તેમજ રધુ રાજીવએ આપી હાજરી

September 20, 2021 12:22 am

ભારતની સૌથી મોટી વિડીયો મેકિંગ એપ્લીકેશન જોશ દ્વારા મેગા ટેલેન્ટ હન્ટ સેમી ફાયનલનું આયોજન આજે શ્રી શક્તિ કોનવોકેશેઅનમાં કરવામાં આવ્યું હતું. આ 15 દિવસની ટેલેન્ટ હન્ટનું લક્ષ્ય જોશ એપ્લીકેશન દ્વારા મુખ્ય શહેરમાં રીયલ ટેલેન્ટ શોધવાનું હતું. આ ટેલેન્ટ હન્ટમાં સિંગિંગ ,ડાન્સિંગ ,સ્ટંટ , ફેશનની કેટેગરી રાખવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ખાસ મનોરંજન જગતના મોટા ચહેરાઓ […]

મુખ્યમંત્રીપદના સ્વયંવરમાં મોદીએ ભુપેન્દ્ર પટેલ પર કળશ કેમ ઢોળ્યો?

September 13, 2021 11:21 am

નરેન્દ્ર મોદી અને મહેન્દ્ર ધોની વચ્ચે સમાનતા તો ભાઈ, કહેવી પડે.. ધોની આસ્તેથી આવે, ઓછું બોલે , થોડું આમતેમ જુએ અને એક છક્કો મારીને હારની બાજી જીતમાં ફેરવી દે. મોદી પણ એમ જ ગૂઢ છે. ખબરેય ના પડે એમ આવે અને કોઈ પણ પ્રસંગમાં છેલ્લે મલકાટ એમના ભાગે જ હોય. ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે […]

રૂ. 151 કરોડની બિડ રદ્દ થતાં હાઈકોર્ટમાં AMC સામે પિટીશન

September 10, 2021 7:53 am

અમદાવાદના સિંધુભવન રોડ પર રૂ. 151 કરોડની કિંમત ધરાવતા પ્લોટની બિડ રદ થતા કંપનીએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ મામલે કોર્ટે કોર્પોરેશનને નોટિસ પાઠવી વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરે નિયત કરી છે. 8060 ચોરસમીટરના આ પ્લોટની નક્કી કરેલી બેઝપ્રાઇઝ કરતા 24.85 લાખ વધુની જ બિડ કિંમત અપેક્ષા પ્રમાણેની ન હોવાનું કારણ આપી કોર્પોરેશન દ્વારા બિડ રદ્દ કરાઇ […]

પૂર્વજોની વિરાસત કે વંશજોની થાપણ? અમદાવાદના 600 વર્ષના નાશ પામતા જતા વારસા પર મનોમંથન

September 9, 2021 12:12 pm

1411માં અહમદશાહ બાદશાહે સ્થાપના કર્યા બાદ એને અવનવી ઇમારતો, કલાત્મક મસ્જિદો, કપડાના વ્યાપારનું મથક તથા જગપ્રસિદ્ધ સ્થાપત્ય અને પોળ સંસ્કૃતિનું કેન્દ્ર બનાવી દીધું. આજે, 610 વર્ષ પછી એના મકબરાના હાલ જોઈને બાદશાહની રૂહ બેચેન થઇ જશે.  1860 ના દાયકામાં બનેલા બાદશાહના હજીરામાં જેવા પ્રવેશો એવું તરત તમને કશીક ગંધ આવે – શબ્દાર્થમાં અને આલંકારિક બને રીતે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ […]

અમદાવાદની ડીપીએસ સ્કૂલને પ્રાથમિક શાળાની મંજૂરી ન મળી: વિમાસણમાં વાલીઓ

August 28, 2021 5:55 pm

અમદાવાદની ડીપીએસ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે મુદ્દો બાળકોના ભવિષ્ય સાથે જોડાએલો છે. ડીપીએસ ઈસ્ટ સ્કૂલને સરકાર તરફથી પ્રાથમિક શાળાની મંજૂરી ન મળતા ધોરણ 1 થી 8 ના વાલીઓને એલ.સી. લઈ જવા સૂચના આપી છે. જો કે, હંમેશા પોતાની મનમાની ચલાવતી ડીપીએસે જે વિદ્યાર્થીની અગાઉના વર્ષની ફી બાકી હોય તેમને એલસી આપવાનો ઈનકાર કરી દેતા આ મામલો […]

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા વાયુસેનાના સી -17 પરિવહન વિમાન સ્ટેન્ડબાય મોડ પર

August 21, 2021 7:18 pm

તાલિબાનોએ દેશ કબજે કર્યા બાદ અફઘાનિસ્તાનમાં મચેલી ભારે અંધાધૂંધી વચ્ચે  ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે, ભારતીય વાયુસેનાના સી -17 પરિવહન વિમાનને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે.  તાલિબાન, દેશમાં વાહનવ્યવહાર અને સુરક્ષા ચોકીઓને નિયંત્રિત કરી રહ્યા છે એવામાં એકવાર પૂરતા ભારતીય નાગરિકો કાબુલ એરપોર્ટ પર પહોંચે ત્યાર બાદ વિમાન  અહીં થી ઉડાન ભરશે. ભારત […]

અડદના વાવેતરમાં થયો નોંધપાત્ર વધારો. 1.50 લાખ હેક્ટરથી વધુ વાવેતર

August 20, 2021 11:06 am

ગુજરાતમાં  ખરીફ અને ઉનાળું સિઝન વાવેતરમાં અડદ અગત્યનું સ્થાન ધરાવે છે. છેલ્લા બે વર્ષથી  અડદમાં ઓછુ ઉત્પાદન થયું હોવાના કારણે સરેરાશ બજારો ઉંચી રહેવાથી  વાવેતરમાં પણ વધારો થઇ રહ્યોં છે.  સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઓછા ખર્ચના  પાક તરીકે સોયાબીન સ્વીકાર્યુ છે,  એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ  ઓછા ખર્ચના વાવેતર માટે અડદને સ્વીકાર્યુ છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગના […]

ગાંધીનગરમાં આંતરિક માર્ગને પહોળો કરવા વૃક્ષો કપાશે

August 19, 2021 7:11 pm

વિકાસના નામે પર્યાવરણ પર ઘણી એવી નકારાત્મક અસરો થતી હોય છે. વિકાસના કામોમાં પર્યાવરણની ભારે અવગણના થાય છે. ગુજરાતના ગ્રીન સીટી તરીકે ઓળખાતા ગાંધીનગરના સેક્ટ-22ના આંતરિક માર્ગોને ફોરલેન બનાવવા, માર્ગ ઉપર ઊગેલા કુલ 136 વૃક્ષોમાંથી 48ને કાપી નાખવામાં આવ્યા છે. તેમજ સેક્ટર-21ના આંતરિક માર્ગને પહોળા કરવા માટે 76 વૃક્ષોને કાપી નાંખવામાં આવશે. ગાંધીનગરના આંતરિક માર્ગોને […]

Forced sex in a marriage cannot be called illelgal, says Mumbai Additional Sessions Court

August 17, 2021 7:20 pm

While hearing a plea of a woman, Mumbai Additional Sessions Judge Sanjashree J Gharat ruled that forced sex in a marriage cannot be called illegal. The complainant woman suffered paralysis after she forcible sex by her husband, after which she approached the court. The Judge said, “It is very unfortunate that the young girl suffered […]

ભારતમાં અટવાયેલા પાકિસ્તાની હિન્દૂની વતન પરત જવાની ઝંખના

August 11, 2021 4:50 pm

પત્નીના મૃત્યુ પછી ત્રણ બાળકો સાથે ભારતમાં અટવાયેલો એક પાકિસ્તાની હિન્દુ સત્તાવાળાઓને પાકિસ્તાનના આઝાદી દિન 14 ઓગસ્ટ પહેલા પરત જવા દેવાની અરજ કરી રહ્યો છે.  મધ્યપ્રદેશના બાલાઘાટથી ઉર્દૂમાં ફોન પર વાત કરતા 41 વર્ષીય અજીત કુમાર નાગદેવ કહે છે કે તેઓ તૂટી ગયા છે. તેની 38 વર્ષીય પત્ની રેખા કુમારીનું અટારી-વાઘા બોર્ડર ખોલવાના એક દિવસ પહેલા 22 એપ્રિલના રોજ અવસાન થયું હતું. જે જોતાં તેઓ કહે […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ

August 5, 2021 8:00 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ સાથે 31 લોકો સાજા થયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાઈ નથી.

ભારતીય પુરુષ હોકિ ટીમનો બ્રોન્ઝ મેડલ મેચમાં વિજય, 41 વર્ષ બાદ હોકિમાં ઓલિમ્પિક મેડલ

August 5, 2021 11:03 am

ભારતીય પુરુષ હોકી ટીમે ગુરુવારે દેશ માટે ટોક્યો ઓલિમ્પિક્સનો ચોથો ઓવરઓલ મેડલ મેળવ્યો હતો. ટીમે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવી હતી, 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ ઘરે લાવશે.

મોદી સરકારનો મોટો નિર્ણય : મેડિકલ કોર્સમાં OBC ને 27%, EWS ને 10% અનામત

July 29, 2021 6:04 pm

મેડિકલ કોર્સનો અભ્યાસ કરવા માટે ઇચ્છતાં વિદ્યાર્થીઓને મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આર્થિક તેમજ પછાત વર્ગ (OBC) અને  આર્થિક રૂપે નબળા વર્ગ (EWS)ને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં OBC ને 27 ટકા અને EWS ક્વોટા હેઠળના વ્યક્તિઓને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ […]

અમેરિકામાં વિક્રમી સપાટીના ટેકે એશિયન શેરબજાર પણ ઉછળ્યું

July 13, 2021 7:58 am

સોમવારે અમેરિકન શેરબજારમાં જોવા મળેલા તેજીના માહોલના ટેકે મંગળવારે એશિયન શેરબજારમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના એશિયન દેશમાં શેરઆંક વધેલા જોવા મળી રહ્યા છે. અત્યારે જાપાનમાં નીક્કાઈ ૦.૮૧ ટકા, દક્ષીણ કોરિયામાં કોસ્પી ૦.૭૦ ટકા અને હોંગ કોંગમાં હેંગસેંગ ૧.૫ ટકા વધેલા છે. કંપનીઓની કમાણી જૂન ક્વાર્ટરમાં સારી રહેશે એવી આશાએ બજાર વધી રહ્યું […]

ગુજરાતી રંગભૂમિ,ટીવી અને ફિલ્મોના અભિનેતા અરવિંદ રાઠોડનું અવસાન

July 1, 2021 10:49 am

ગુજરાતી રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું ગુરુવારે સવારે દુઃખદ અવસાન થયું હતું.