ગુજરાતમાંથી વહેલી વિદાય લેશે ગરમીઃ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ

May 23, 2022 12:20 pm

અમદાવાદઃ ગુજરાતીઓને આ વખતે કાળઝાળ ગરમીમાંથી વહેલા રાહત મળી શકે છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. તેની સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો હોવાનું પણ માનવામાં આવે છે. હાલમાં વાતાવરણમાં આવેલો પલટો દર્શાવે છે કે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી જશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં લોકોને હાશકારો થયો છે. જો કે રાજ્યમાં હવે […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 71 ટકા ગુના ફોરેન્સિકની મદદથી ઉકેલાયા

May 23, 2022 12:16 pm

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાઓને ઉકેલવામાં ફોરેન્સિક સાયન્સ ઘણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. તેની મદદથી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 71 ટકા ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. ઘૃણાસ્પદ ગુનાના સ્થળે મળેલા જૈવિક પુરાવાને ફોરેન્સિક સાયન્સમાં મોકલીને અપરાધીને પકડવા માટેની કડીઓ મેળવવામાં આવે છે. તેમા પણ ઘટનાસ્થળેથી એકત્રિત કરવામાં આવેલા ડીએનએ સેમ્પલ દ્વારા જ છેલ્લા ત્રણ વર્ષમાં 17 ટકા ગુનાઓ […]

રાજ્યની કચેરીઓમાં સ્માર્ટ કાર્ડનો જથ્થો ખૂટ્યોઃ બેકલોગ ફરીથી લાખે પહોંચ્યો

May 21, 2022 4:29 pm

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓને આધુનિક બનાવવાના પ્રયાસો છતાં હજી પણ ધાંધિયા ચાલુ છે. સ્માર્ટ કાર્ડમાં ઉપયોગમાં લેવાતી ચિપ ખૂટી પડવાના લીધે રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડનો જથ્થો ખૂટી પડ્યો છે. તેના લીધે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્માર્ટ કાર્ડની અછત હોવાની ફરિયાદ લોકો છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છે. આના લીધે […]

કંપનીઓમાં ફ્રોડની ખબર છેક 14 મહિને પડે છેઃ ભૂતપૂર્વ પોલીસ વડા

May 21, 2022 4:20 pm

કારોબારીઓ પ્રીવેન્ટિવ ફોરેન્સિક્સ અપનાવી કારોબાર સલામત કરેઃ ભૂતપૂર્વ પોલીસ વડા અમદાવાદઃ કોઈપણ કંપનીની અંદર ફ્રોડ કે છેતરપિંડી થાય ત્યારે તેની જાણ સરેરાશ 14 મહિને થાય છે, જ્યારે ફ્રોડસ્ટર્સમાં મોટાભાગના લોકો 55 વર્ષથી વધુ વયના લોકો જોવા મળ્યા છે, એમ અમદાવાદ શહેરના ભૂતપૂર્વ પોલીસ વડા કેશવ કુમારે જણાવ્યું હતું. તેમણે નિરવ મોદીનું બેન્ક કૌભાંડનું ઉદાહરણ આપ્યું […]

દેશના સૌથી મોટા ડેરિવેટિવ્સ કૌભાંડમાં CBIના ગાંધીનગર સહિત અનેક શહેરોમાં દરોડા

May 21, 2022 2:11 pm

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ચિત્રા રામક્રૃષ્ણનને સંડોવતા એનએસઇ કો-લોકેશન કેસમાં દેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. હર્ષદ મહેતાના કૌભાંડને પણ પાછળ છોડી દેતા દેશના સૌથી મોટા ડેરિવેટિવ્સ કૌભાંડમાં મુંબઈ, ગાંધીનગર, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને કોલકાતા સહિતના બીજા શહેરોનો શેરદલાલોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇએ નેશનલ સ્ટોક એક્સ્જેન્જ (એનએસઇ)ના ભૂતપૂર્વ સીઇઓ અને […]

ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર કે રાજેશની લાંચ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ધરપકડ

May 21, 2022 12:44 pm

ગાંધીનગરઃ ગુજરાત કેડરના 2011ની બેચના આઇએએસ અધિકારી કે રાજેશના નિવાસ્થાને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ દરોડા પાડ્યા છે. આ દરોડામાં તેમના સુરતના વચેટિયા રફીકનુંનામ પણ ખૂલ્યું છે. તેના લીધે વધારે વિગતો બહાર આવે તેમ મનાય છે. તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને આગામી સમયમાં અમદાવાદમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગાંધીનગર સહિત અનેક સ્થળોએ […]

જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારમાં ઓવૈસીની એન્ટ્રી કેમ?

May 21, 2022 11:43 am

કોંગ્રેસ પક્ષ એઆઈએમઆઈએમને ભાજપની બી-ટીમ કહે છે અને એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ઘણી વાર વળતો પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાધારી પક્ષ સાથેની મિલી ભગતમાં કામ કરી રહી છે અને તેથી રાજ્યમાં ચૂંટણી જીતી શકતી નથી. પરંતુ ઓવૈસીએ અચાનક 15મેના રોજ બનાસકાંઠા જિલ્લાના છાપી શહેરની મુલાકાત લીધી હતી. જે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ […]

હાર્દિકના કોંગ્રેસમાંથી રાજીનામાના પગલે જિજ્ઞેશ મેવાણીનો પિત્તો ગયો

May 20, 2022 6:17 pm

અમદાવાદઃ હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભડાસ કાઢીને રાજીનામુ આપ્યું છે તેના પગલે જિજ્ઞેશ મેવાણીનો પિત્તો હટ્યો છે. મેવાણીએ હાર્દિકના રાજીનામાના બીજા જ દિવસે પત્રકાર પરિષદ બોલાવી હાર્દિક પર આકરા પ્રહારો કર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરનારા હાર્દિક પટેલ સામે બચાવમાં ઉતરેલો ખેલાડી પાછો કોંગ્રેસી નથી, પણ અપક્ષ છે. હાર્દિકના […]

મોદી ત્રણ સપ્તાહમાં ત્રણ વખત ગુજરાતની મુલાકાત લેશે

May 20, 2022 4:16 pm

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તેના માટે કોઈપણ કારી બાકી રહેવા દેવા માંગતા ન હોય તેમ મોદી ફક્ત ત્રણ સપ્તાહમાં ત્રણ વખત ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમા હોસ્પિટલો સહિત વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. ભાજપના ઉચ્ચસ્તરીય વર્તુળોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન રાજકોટમાં 28મી મેના રોજ પટેલ સમાજના સંમેલનને સંબોધશે. ભાજપનું ધ્યેય આ પ્રભાવશાળી સમાજનું […]

ભારતમાં BA.4 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયોઃ તેના લક્ષણો અંગે જાણો

May 20, 2022 4:05 pm

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના BA.4 વેરિયન્ટનો પ્રથમ કેસ હૈદરાબાદમાં નોંધાયો છે, ભારતમાં સાર્સ-કોવ-ટુ જિનોમિક્સ કોન્સોર્ટિયમના આંકડાએ આ વાત નોંધી છે. જેનેટિક લેબોરેટરીઝનું ગ્રુપ હાલમાં ભારતના કોવિડ-19 પોઝિટિવ દર્દીઓને લગતા સાર્સ-કોવ-ટુના નવા વેરિયન્ટને ઓળખી તેના પર કામ કરી રહ્યા છે. તે બાબત નોંધનીય છે કે BA.4 વેરિયન્ટ હૈદરાબાદના કોવિડ પોઝિટિવ વેરિયન્ટમાંથી મળી આવ્યો છે. તેને નવમી મેના રોજ એકત્રિત […]

ગાંધીનગરમાં કંથરપુરનું વડનું વૃક્ષ પ્રવાસીઓના આકર્ષણનું નવું કેન્દ્ર

May 20, 2022 3:50 pm

ગાંધીનગરઃ ગુજરાતમાં ગાંધીનગર ખાતે 500 વર્ષ કરતાં પણ વધુ સમય જૂનું કંથરપુરના વડનું વૃક્ષ પ્રવાસીઓના આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગરના કંથરપુરનું આ વૃક્ષ મિની કબીરવડ તરીકે પણ ઓળખાય છે. આના લીધે હવે ત્યાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટવા માંડ્યા છે. તેના લીધે રાજ્ય સરકારે પણ કંથરપુરના આ વિશાળ વડની આસપાસની જગ્યામાં વિકાસલક્ષી કાર્યો હાથ ધર્યા છે. […]

નડિયાદમાં માસ્ટર ડિજિટલ એજન્સી 200 કરોડની છેતરપિંડી કરી ફરાર

May 20, 2022 3:55 pm

નડિયાદઃ નડિયાદમાં માસ્ટર ડિજિટલ એજન્સીએ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. લોકોએ તેના પગલે એજન્સીની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો છે. આ એજન્સી ગ્રાહકોને જુદા-જુદા નંબર લઇ એન્ટ્રી કરાવતી હતી અને પછી વોલેટમાં કે સીધા ખાતામાં રૂપિયા પરત આપવાની ખાતરી આપતી હતી. તેના પછી ગ્રાહકોને રૂપિયા ન આપતા લોકોને છેતરાયાનો અહેસાસ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી […]

યાસીન મલિકની ધરપકડઃ ધૂંઆપુંઆ પાકિસ્તાને ભારતીય અધિકારીને સમન્સ પાઠવ્યા

May 20, 2022 3:08 pm

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારતે અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરી તેની સામે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને યાસીન મલિક સામે ખોટા આરોપ લગાવવામાં આવ્યા હોવાનું કહીને આ ધરપકડ વખોડી કાઢી છે. તેની સાથે પાકિસ્તાને ભારતના ચાર્જ ડી અફેર્સને તેમની સમક્ષ હાજર થઈ ખુલાસો કરવા સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાનની વિદેશી કચેરીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું […]

યુવાનીની પરિપક્વતા એટલે ઘડપણ…!

May 20, 2022 2:48 pm

એષા દાદાવાળા એ પંચોતેરના હતા ત્યારે એમણે કહેલું- હું આખી દુનિયા ફરીશ-એકલો. પહેલા એ ફારઇસ્ટ ગયા. પછી ઓસ્ટ્રેલિયા ગયા. .યુ.કે., સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી બધે ફરી આવ્યા. એમની છાતી બે એટેક ખમી ચૂકી હતી. પગની એક નસમાં લોહી બરોબર પહોંચતું ન હતું. યુ.કે.માં એમને દિમાગ પર તાવ ચડી ગયેલો.- ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરવા પડેલા અને મારા મામાએ […]

હળવદમાં મીઠાની ફેક્ટરીમાં 12 શ્રમિકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

May 20, 2022 2:22 pm

હળવદઃ હળવદમાં મીઠાના કારખાનમાં દીવાલ તૂટી પડવાની ઘટનામાં 12 મજૂરોના મોત અંગે શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા અને બહેન ગુમાવનારા રાજેશભાઈ ઉર્ફે લખુ રમેશભાઈ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઇઝર સહિત આઠની સામે ગુનો દાખલ થયો છે. સાગર સોલ્ટ કારખાનામાં સિમેન્ટના બેલાની દીવાલ ચણવામાં આવી હતી. […]

કડી સર્વ વિધાલય ખાતે બહેનોની કરાટે સ્પર્ધાનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ

May 19, 2022 4:48 pm

રમતમાં હાર વિનમ્રતા અને જીત આત્મવિશ્વાસના ગુણનું સિંચન કરે છે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ખેલમહાકુંભે રાજ્યના દૂર-સૂદૂર અને અંતરિયાળ વિસ્તારના રમતવીરોની પ્રતિભાને નવી દિશા આપી મહિલાઓ આત્મસુરક્ષા (સેલ્ફ ડિફેન્સ) માટે કરાટે જેવી પ્રવૃતિઓ થકી સશક્ત બને બહેનોની રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં 1,500થી વધારે કરાટે સ્પર્ધકો ભાગ લેશે કડીઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 11મા ખેલમહાકુંભ કાર્યક્રમ અંતર્ગત […]

સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદીનું બધાને વર્ષ સુધી ડિજિટલ પેમેન્ટ કરવા આહવાન

May 19, 2022 4:20 pm

વડોદરાઃ વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું. તેમણે આ સંબોધનમાં ત્યાં ઉપસ્થિત સંપ્રદાયના ભક્તોને એક વર્ષ સુધી બધુ જ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ કરવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે તમારું આ નાનકડું પગલું બહુ મોટી ક્રાંતિ લાવશે. તમારા આ નાનકડા પ્રયત્નથી કેટલાય લોકોના જીવનમાં પરિવર્તન આવશે. […]

ભૂપેન્દ્ર પટેલે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી 

May 19, 2022 3:51 pm

– મનોદિવ્યાંગજનો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદના – પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાંથી સમય કાઢી મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્ય ભાવે સંવાદ સાધ્યો – મનોદિવ્યાંગ લોકોની સાર સંભાળ-સેવા એ સમાજની નૈતિક ફરજ -મુખયમંત્રી બાયડઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીના બાયડ તાલુકાની જય અંબે મંદબુદ્ધિ મહિલા સંસ્થાની  મનોદિવ્યાંગ બહેનો માટેની સંસ્થાની મુલાકાત લીધી હતી.તેઓ તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર અરવલ્લીના પ્રવાસે હતા અને આ દરમ્યાન તેમણે ખાસ સમય ફાળવીને આ મનોદિવ્યાંગ મહિલા કેન્દ્રની મુલાકાત લીધી હતી.સીએમે સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ-વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. તેમણે સંસ્થામાં  મહિલાઓને અપાતી સુવિધાઓની વિગતો મેળવી હતી.આ સંસ્થાની એક એક જગ્યાની મુલાકાત લઇને સેવાકીય પ્રવૃતિઓની ઝીણવટપૂર્વક વિગતો તેમણે જાણી હતી મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદના સભર મુલાકાત દરમ્યાન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે મનોદિવ્યાંગ મહિલાઓ સંસ્થા સુધી કેવી રીતે પહોંચે છે તેની પણ વિસ્તૃત વિગતો ટ્રસ્ટીગણ પાસેથી મેળવી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે, જેમની ઉંમરના પ્રમાણમાં વિચારવાની શક્તિ અત્યંત ક્ષીણ હોય છે, આવા લોકોની દેખભાળ- સેવા એ સમાજની નૈતિક ફરજ છે. ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’આવી મહિલાઓની સેવા દેખભાળ કરે છે, આવી સંસ્થાઓની કામગીરી અને મુલાકાત જનસેવાની નવી પ્રેરણા આપનારી બને છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે, ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’ જેમનું કોઇ વાલીવારસ ન હોય તેવા મનોદિવ્યાંગ લોકોને આશ્રમમાં લાવી તેમની દેખરેખ રાખે છે. રોડ-રસ્તા પર રખડતા અને ભટકતા આવા લોકોને સરકારની અભયમ ટીમની મદદથી આશ્રમમાં લાવી તેમને આશ્રય અપાય છે.અત્યાર સુધીમાં 350થી વધુ બહેનોને અહી આશ્રય અપાયો છે.ઘણા કિસ્સામાં હાથપગ કે માથાના ભાગમાં કીડા પડી ગયા હોય અને શારીરિક રીતે અત્યંત અશક્ત હોય તેવી મહિલાઓને પણ અહીં લાવીને સેવા સારવાર અપાય છે. 170 બહેનોને માનસિક રોગની દવા, હૂંફ, લાગણી, પ્રેમ પુરા પાડી સફળ રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સંસ્થા દ્વારા બિમાર કે અશક્ત વ્યક્તિના નિદાન પણ કરાવાય છે.અત્યાર સુધી પોલીસ દ્વારા સોંપાયેલ 17 બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ પણ આ સંસ્થાએ કરાવી છે. સંસ્થામાં આશ્રય લઇ રહેલી મનોદિવ્યાંગ બહેનોએ પણ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત અને તેમની સાથે તેમણે કરેલા સહજ સંવાદના મનોભાવ પોતાની આગવી લાક્ષણિકતાથી વ્યકત કર્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના તેમજ  ‘જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ’ના પ્રમુખ અશોકભાઈ. એસ. જૈન, મંત્રી  વિજયભાઈ. પી. પટેલ,  વિશાલભાઈ. જે. પટેલ, ટ્રસ્ટી શ્રી જબરસિંગ. એસ. રાજપુરોહિત, મુકેશભાઈ લુહાર, વિનુભાઈ. જે. પટેલ, દર્શનભાઈ પંચાલ તેમજ સચીનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આઇપીઓ પછી બજારમૂલ્યની રીતે ટોચની દસ કંપનીમાં LICની એન્ટ્રી: બજાજ ફાઇનાન્સ બહાર

May 19, 2022 3:15 pm

આઇપીઓ એલઆઇસી ભારતીય શેરબજારમાં બજારમૂલ્યની રીતે ટોચની દસ કંપનીઓમાં સ્થાન પામી છે. તે પાંચમાં ક્રમે છે. જ્યારે બજાજ ફાઇનાન્સ ટોપ ટેનમાંથી બહાર નીકળી ગઈ છે. આ યાદીમાં રિલાયન્સ ટોચ પર છે અને એરટેલ દસમા ક્રમે છે. 1.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ બજારમૂલ્યની રીતે દેશની સૌથી ટોચની કંપની છે. તેનું બજારમૂલ્ય 17,06,655.36 લાખ કરોડ […]

હાર્દિક પટેલની ભડાસઃ કોંગ્રેસની માનસિકતા ગુજરાતી અને હિંદુ વિરોધી

May 19, 2022 2:06 pm

હાર્દિક પટેલના કોંગ્રેસ પર ચાબખા કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ તરીકેનો હોદ્દો શોભાના ગાંઠિયા સમાન કોંગ્રેસને સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ચીમનભાઈ પટેલ, નરહરિ અમીન, વર્તમાન વડાપ્રધાન, અદાણી-અંબાણી બધા ગુજરાતી સામે વાંધો રામમંદિર, સીએએ, એનઆરસી મુદ્દે કોંગ્રેસ ક્યારેય હિંદુઓની તરફેણમાં આગળ આવી નથી કોંગ્રેસ પોતે કોમવાદી છે અને જાતિવાદથી ભરેલો પક્ષ છે કોંગ્રેસની દરેક આંતરિક નિમણૂકમાં જાતિવાદને પ્રાધાન્ય […]