કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પર બેન યથાવત રાખ્યો

March 15, 2022 6:02 pm

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર આજે  હોઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જે એમ ખાઝીની બનેલી ત્રણ જજની બેન્ચે સવારે 10.30 વાગ્યે, હાલમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.  હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે કહ્યું કે, હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. […]

તમામ અદાલતોએ AI પદ્ધતિ અપનાવવી જોઈએ – જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

January 18, 2022 11:50 am

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સૂચન કર્યું હતું કે ગુજરાત સરકાર જમીન સંપાદન સંબંધિત બાબતો અને મોટર અકસ્માતના દાવા જેવા ચોક્કસ પ્રકારનાં કેસોમાં પરિણામોની વધુ સારી આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અલ્ગોરિધમનો સમાવેશ કરે. તેમણે જણાવ્યું હતું કે આવા અલ્ગોરિધમ્સ ન્યાયતંત્રને નાના મુકદ્દમાઓને ઓળખવામાં મદદ કરી શકે છે અને બદલામાં ઉત્પાદકતામાં સુધારો કરી […]

વેનસ્ડે વાઈબ્સ

December 22, 2021 4:54 pm

બહેતર બાબુડમ માટે બદલી જ વિકલ્પ આ તો ખરેખર  નવાઈની વાત કહેવાય. નોકરશાહી માટે ગુજરાતીમાં કોઇ બીજો સારો શબ્દ જ નથી? અંગ્રેજીમાંથી આવતા બાબુડમને સમકક્ષ બીજો કોઈ શબ્દ દેખાતો નથી. અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે એક પણ અધિકારી  ચાર વર્ષથી વધુ સમય સુધી એક જ પદ પર ન રહે. […]

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનું વ્યક્તિત્વ અને બીજી રસપ્રદ વાતો

December 15, 2021 4:10 pm

પંકજ કુમાર એક કુશળ અધિકારી અને મહાન મુખ્ય સચિવ છે. ચાલો આજે પીકે વિશે વાત કરીએ. આપણાં મુખ્ય સચિવ પંકજ કુમારની સીએસ તરીકે નિમણૂક કરવામાં આવી તે પહેલાં, ઘણી બધી અટકળો ચાલી રહી હતી. જુનિયર અધિકારીઓને પણ તેમની કાર્યશૈલી, નેતૃત્વ અને ટીમ સ્પિરિટ પર શંકા વ્યક્ત કરતા જોઈ અને સાંભળીને અમને ખરેખર આશ્ચર્ય થયું હતું. […]

કહે દું તુમ્હેં યા ચૂપ રહું ?

December 15, 2021 3:56 pm

હમ તો ચલે પરદેશ. પર થોડા જ્યાદા જલદી ચલ પડે તાજેતરમાં જ તેમનાં હોદ્દા પરથી દુર કરાયેલા, મારો મતલબ ભૂતપૂર્વ મુખ્યમંત્રી,થોડા સમય પહેલા લંડન જઇ રહ્યા હતા. તેમને ત્યાં સ્થાયી થયેલા બાળકોને મળવાની ભારે તાલાવેલી હતી. આ બધામાં તેમણે તેમના પાસપોર્ટ પર વિઝાની તારીખ જ જોઇ નહીં. તેમણે ટિકિટો બુક કરાવી અને વિઝાની મુદત શરૂ થવાના 48 કલાક […]

ગુજરાત કેડરના 1987 બેચના IAS રાજ કુમારનું ગુજરાતમાં પુનઃઆગમન

November 13, 2021 6:57 am

એક અણધાર્યા પગલે ડિફેન્સ પ્રોડક્શન સેક્રેટરી અને ગુજરાત કેડરના 1987 બેચના IAS રાજ કુમાર છે, તેમને રાજ્ય સરકારની વિનંતી પર ગુજરાત કેડરમાં પાછા મોકલવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે રાજ કુમાર ગુજરાતના આગામી મુખ્ય સચિવ બની શકે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર મે 2022માં નિવૃત્ત થાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે […]

ભારતીય બાબુશાહીનો બદલાતો ચહેરો: રાજકીય વફાદારીની વાર્તાઓ

July 9, 2021 7:17 pm

અમલદારશાહી એ ભારતમાં શાસનનું કાયમી સાધન છે. પરંતુ એક જૂની કહેવત છે કે કશું કાયમી નથી હોતું. ભારતમાં બાબુશાહીનો ચહેરો પણ વર્ષોથી ધરખમ બદલાયો છે. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી રાજધાનીમાં મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યા છે. એ વાત સાચી કે અમલદારશાહ આઇએએસ અને આઈપીએસ પણ રાજ્યના પ્યાદા તરીકે કામ કરવા માટે […]

મંત્રી બનવાની ખેવના, પણ વિસ્તારા માટે વેદના

July 6, 2021 11:10 pm

પ્રોફેશનલિઝમ માટે જાણીતી વિસ્તારા એરલાઇન્સને કડવો અનુભવ થયો હતો, કારણ કે ભાજપના એક સાંસદે પોતે કેબિનેટ મંત્રી બનવાના છે એવો દાવો કરીને દાદાગીરી કરી હતી. આવું થવું ન જોઈએ, પરંતુ ખરેખર આમ થયું છે. બુધવારે કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થવાનું છે ત્યારે ભાજપના એક સાંસદ દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને કેબિનેટમાં સ્થાન […]

સરકારી મર્મ 04-July-2021

July 4, 2021 2:42 pm

કોન્સ્યુલર સેવાઓ જોઈએ છે? તો તમારો નેગેટિવ એન્ટિજેન પરીક્ષણ રિપોર્ટ લાવો  ઇન્ડોનેશિયાના જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં કન્સ્યુલર સેવાઓ માટે આવતા મુલાકાતીઓને COVID નો ફેલાવવા રોકવા માટે  છેલ્લા24 કલાક દરમિયાન કરવામાં આવેલા તેમના નેગેટિવ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ લાવવાની ફરજ પડે છે .  શું અન્ય ભારતીય દૂતાવાસો પણઆ જ પ્રથાને અનુસરે છે?  આ પ્રથા વિકસાવવા માટે જાકાર્તાના રાજદૂત મનોજકુમાર ભારતીને અભિનંદન !. શું અન્ય ભારતીય દૂતાવાસોપણ આ જ પ્રથાને અનુસરે છે?  જો એમ હોય તો, તેમને પણ આ પ્રથા અનુસરવા બદલ સલામ ! તમામ ભારતીય મિશનમાં કન્સ્યુલરસેવાઓ કાં તો ઓનલાઇન  અથવા મર્યાદિત સમય સાથે હોય છે.  બધા દૂતાવાસો ખાસ કરીને COVID પ્રોટોકોલ જાળવવા વિશેચોક્કસ રહે છે  જેથી અન્ય દેશોની મુસાફરી કરનારા લોકો ત્યાં અને દેશની અંદર વાયરસ ન ફેલાય . કામરાન રિઝવીનું કેન્દ્રમાં કાર્યકાળ લાંબું હોઈ શકે છે યુપી કેડરના 1991 ની બેચના આઈએએસ અધિકારી કામરાન રિઝવીની સામાન્ય રીતે અપેક્ષા કરતા કેન્દ્રમાં વધુ લાંબો સમય રહ્યા છે.  તેઓ ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જોડાયા અને બાદમાં ગ્રામીણ વિકાસ વિભાગમાં વધારાના સચિવ તરીકે બઢતીથઈ.  જાણવા મળ્યું હતું કે કેન્દ્રમાં તેમને જે ખૂબ લોકપ્રિય બનાવ્યા  તે સરકારની યોજનાઓ માટેના તેમના નવીન વિચારો છે.  હાલમાં તેઓઆવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (મોહુએચ.એ.) ના અધિક સચિવ છે.  હવે કેન્દ્ર સરકારે રિઝવીને સોંપેલ અધ્યક્ષ અને મેનેજિંગડિરેક્ટર, હોદ્દાના વધારાના ચાર્જને છ મહિનાની મુદત માટે વધારી દીધા છે.  યુપી સરકાર તેમને પાછા બોલાવવાના મૂડમાં નથી તેમ લાગે છેકારણ કે તેનો અધિકારી કેન્દ્રમાં તેમની ઉત્તમ કામગીરી દ્વારા નામના મેળવી રહયા  છે. રાજદ્વારીઓ માટે કાર્યકાળમાં વધારો હજુ પણ દુર્લભ છે ભારતીય રાજદ્વારીઓ વિવિધ ભારતીય મિશનમાં ફરજ બજાવતા હોય તો કાર્યકાળમાં વધારો થાય છે.  વર્તમાન રોગચાળા દરમિયાન એવીઅપેક્ષા રાખવામાં આવી હતી કે રાજદ્વારીઓ કે જેમણે પોસ્ટિંગમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અથવા પૂર્ણ કરી રહ્યા  છે, તેઓને છમહિનાનો સમયગાળો મળી શકે છે, પરંતુ નિયમિત નિમણૂક કરવામાં આવી રહી હોવાથી તે બન્યું નહીં.  આ જ નિયમ નિવૃત્તિ અંગે પણચાલતી હોય છે  કારણ કે નિવૃત્ત થયા પછી ભાગ્યે જ કોઈ રાજદ્વારીને કાર્યકાળમાં વધારો મળે છે.  વલણ એ રહ્યું હતું કે રાજદ્વારી માટેનિવૃત્તિનો અર્થ થાય છે સલાહકારો, કોર્પોરેટ બોર્ડના સભ્યો અથવા થિંક ટેન્ક્સ માટે સલાહકારો તરીકે કામ કરવાની તકોની સંખ્યા.  તેથીજ મોટાભાગના રાજદ્વારીઓ સેવા વિસ્તરણ મેળવવા કોશિશ કરતા નથી અને ખુશીથી નિવૃત્ત થાય છે.  કુવૈતમાં ભારતીય દૂતાવાસ કન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા સેવાઓ આઉટસોર્સ કરશે કુવૈતમાં ભારતીય દૂતાવાસ તેની કોઉન્સેલર  , પાસપોર્ટ અને વિઝા સેવાઓ ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરવા જઈ રહ્યું છે.  નવીદિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્ય મથકની મંજૂરી વિના કંઇ થતું નથી.  જો આવનારા મહિનાઓમાં   વધુ ભારતીય દૂતાવાસોનેઆઉટસોર્સિંગ માટે જવાનું કહેવામાં આવશે તો તે આશ્રય નહિ પમાડે . ગુજરાત હાઈ કોર્ટ માં હજુ 11 કાયમી ન્યાયાધીશોની કમી કેન્દ્રીય કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગુજરાત ન્યાયાલયમાં મંજુર થયેલન્યાયાધીશોની સંખ્યા 52ની સામે 11 કાયમી ન્યાયાધીશોની જગ્યા ખાલી છે જયારે  1 જુલાઈ, 2021 ના રોજ હાઈકોર્ટમાં કાયમીન્યાયાધીશોની સંખ્યા 28છે .

સરકારી મર્મ (2-July -2021)

July 2, 2021 1:55 pm

૧. કેન્દ્ર અલગ અલગ જગ્યાએ ફાળવણી હેતું વધુ IRS અધિકારીની નિમણૂંક કરશે મે અને જુન 2021 એમ બે મહિનામાં કુલ સાત રેવન્યુ સર્વિસ ઓફિસરની કેન્દ્ર સરકારના વિભાગે નિમણૂંક કરી છે. જેમ કે, મે મહિનામાં મોનિકા આશિષ બત્રા (C&IT 1997)ની નિમણૂંક NCBમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી હતી. જેનો સમયગાળો પાંચ વર્ષો રહ્યો છે. ડી […]

સરકારી મર્મ

July 1, 2021 8:08 pm

લાંબા સમયથી પોલેન્ડમાં ભારતીય રાજદૂતની નિમણૂક નથી થઈ ઘણા લાંબા સમયથી પોલેન્ડના વોર્સો ખાતે ભારતના દૂતાવાસમાં નિમણૂક કરવામાં આવી નથી. ત્યાં કોઈ ડેપ્યુટી ચીફ ઓફ મિશન પણ નથી. લાગે છે કે શ્રી એસ કે રે, જેઓ (રાજકીય અને વાણિજ્ય) વિભાગના  ફર્સ્ટ સેક્રેટરી છે તેઓ એમ્બેસી બાબતોનું સંચાલન કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે એમ્બેસી […]

કલેકટર બાદ હવે એડિશનલ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી

June 29, 2021 7:54 pm

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે એક સાથે ૭૯ અધિક કલેકટર કક્ષા ના અધિકારીઓની બદલી કરવામાં આવી, આવનારા સમયમાં અન્ય વિભાગોમાં બદલીના એંધાણ

સરકારી મર્મ

June 28, 2021 1:35 am

આ એક બ્યૂરોક્રેસીને લગતી જીવંત, મસ્તીભરી સાપ્તાહિક કોલમ છે જેમાં સરકારની અંદરની વાતો આવરી લેવાશે. તમારી પાસે કોઈ ટિપ હોય તો અમને scoop@vibesofindia.com પર મોકલો. તમારી અને અમારી ઓળખ 100% ટકા ગુપ્ત રહેશે તેની ગેરંટી અમારી. અંદરોઅંદર શું વાત થઈ? બંધારણ પ્રમાણે તો રાજ્યપાલોએ રાજકારણ કે પોસ્ટિંગની ચર્ચામાં પડવાનું ન હોય, પરંતુ આજકાલ આવું જ ચાલે છે. […]

અમદાવાદ બ્લાસ્ટ કેસ અને લઠ્ઠાકાંડ મારી કેરિયરના સૌથી કપરા કેસઃ DGP આશિષ ભાટીયા

June 26, 2021 11:52 am

જ્યારે પણ પોલીસની છબી આપણી સામે આવે છે ત્યારે ખાખી વર્દીમાં એક પહાડ જેવો કઠણ વ્યક્તિ જોવા મળે છે. પછી એ પુરૂષ હોય કે સ્ત્રી. પણ ખાખી વર્દી પાછળ પણ એક નરમ અને નેક દિલ વ્યક્તિ હોય છે. ગુજરાતીઓ પોતાનો વ્યાપાર સારી રીતે સાઈડમાં ચાલે એટલા માટે સરકારી નોકરી કરતા હોય છે અથવા પોતાનો વ્યાપાર […]