ભારતીય બાબુશાહીનો બદલાતો ચહેરો: રાજકીય વફાદારીની વાર્તાઓ

July 9, 2021 7:17 pm

અમલદારશાહી એ ભારતમાં શાસનનું કાયમી સાધન છે. પરંતુ એક જૂની કહેવત છે કે કશું કાયમી નથી હોતું. ભારતમાં બાબુશાહીનો ચહેરો પણ વર્ષોથી ધરખમ બદલાયો છે. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી રાજધાનીમાં મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યા છે. એ વાત સાચી કે અમલદારશાહ આઇએએસ અને આઈપીએસ પણ રાજ્યના પ્યાદા તરીકે કામ કરવા માટે […]

મંત્રી બનવાની ખેવના, પણ વિસ્તારા માટે વેદના

July 6, 2021 11:10 pm

પ્રોફેશનલિઝમ માટે જાણીતી વિસ્તારા એરલાઇન્સને કડવો અનુભવ થયો હતો, કારણ કે ભાજપના એક સાંસદે પોતે કેબિનેટ મંત્રી બનવાના છે એવો દાવો કરીને દાદાગીરી કરી હતી. આવું થવું ન જોઈએ, પરંતુ ખરેખર આમ થયું છે. બુધવારે કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થવાનું છે ત્યારે ભાજપના એક સાંસદ દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને કેબિનેટમાં સ્થાન […]

સરકારી મર્મ 04-July-2021

July 4, 2021 2:42 pm

કોન્સ્યુલર સેવાઓ જોઈએ છે? તો તમારો નેગેટિવ એન્ટિજેન પરીક્ષણ રિપોર્ટ લાવો  ઇન્ડોનેશિયાના જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં કન્સ્યુલર સેવાઓ માટે આવતા મુલાકાતીઓને COVID નો ફેલાવવા રોકવા માટે  છેલ્લા24 કલાક દરમિયાન કરવામાં આવેલા તેમના નેગેટિવ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ લાવવાની ફરજ પડે છે .  શું અન્ય ભારતીય દૂતાવાસો પણઆ જ પ્રથાને અનુસરે છે?  આ પ્રથા વિકસાવવા માટે જાકાર્તાના રાજદૂત મનોજકુમાર ભારતીને અભિનંદન !. શું અન્ય ભારતીય દૂતાવાસોપણ આ જ પ્રથાને અનુસરે છે?  જો એમ હોય તો, તેમને પણ આ પ્રથા અનુસરવા બદલ સલામ ! તમામ ભારતીય મિશનમાં કન્સ્યુલરસેવાઓ કાં તો ઓનલાઇન  અથવા મર્યાદિત સમય સાથે હોય છે.  બધા દૂતાવાસો ખાસ કરીને COVID પ્રોટોકોલ જાળવવા વિશેચોક્કસ રહે છે  જેથી અન્ય દેશોની મુસાફરી કરનારા લોકો ત્યાં અને દેશની અંદર વાયરસ ન ફેલાય . કામરાન રિઝવીનું કેન્દ્રમાં કાર્યકાળ લાંબું હોઈ શકે છે યુપી કેડરના 1991 ની બેચના આઈએએસ અધિકારી કામરાન રિઝવીની સામાન્ય રીતે અપેક્ષા કરતા કેન્દ્રમાં વધુ લાંબો સમય રહ્યા છે.  તેઓ ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જોડાયા અને બાદમાં ગ્રામીણ વિકાસ વિભાગમાં વધારાના સચિવ તરીકે બઢતીથઈ.  જાણવા મળ્યું હતું કે કેન્દ્રમાં તેમને જે ખૂબ લોકપ્રિય બનાવ્યા  તે સરકારની યોજનાઓ માટેના તેમના નવીન વિચારો છે.  હાલમાં તેઓઆવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (મોહુએચ.એ.) ના અધિક સચિવ છે.  હવે કેન્દ્ર સરકારે રિઝવીને સોંપેલ અધ્યક્ષ અને મેનેજિંગડિરેક્ટર, હોદ્દાના વધારાના ચાર્જને છ મહિનાની મુદત માટે વધારી દીધા છે.  યુપી સરકાર તેમને પાછા બોલાવવાના મૂડમાં નથી તેમ લાગે છેકારણ કે તેનો અધિકારી કેન્દ્રમાં તેમની ઉત્તમ કામગીરી દ્વારા નામના મેળવી રહયા  છે. રાજદ્વારીઓ માટે કાર્યકાળમાં વધારો હજુ પણ દુર્લભ છે ભારતીય રાજદ્વારીઓ વિવિધ ભારતીય મિશનમાં ફરજ બજાવતા હોય તો કાર્યકાળમાં વધારો થાય છે.  વર્તમાન રોગચાળા દરમિયાન એવીઅપેક્ષા રાખવામાં આવી હતી કે રાજદ્વારીઓ કે જેમણે પોસ્ટિંગમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અથવા પૂર્ણ કરી રહ્યા  છે, તેઓને છમહિનાનો સમયગાળો મળી શકે છે, પરંતુ નિયમિત નિમણૂક કરવામાં આવી રહી હોવાથી તે બન્યું નહીં.  આ જ નિયમ નિવૃત્તિ અંગે પણચાલતી હોય છે  કારણ કે નિવૃત્ત થયા પછી ભાગ્યે જ કોઈ રાજદ્વારીને કાર્યકાળમાં વધારો મળે છે.  વલણ એ રહ્યું હતું કે રાજદ્વારી માટેનિવૃત્તિનો અર્થ થાય છે સલાહકારો, કોર્પોરેટ બોર્ડના સભ્યો અથવા થિંક ટેન્ક્સ માટે સલાહકારો તરીકે કામ કરવાની તકોની સંખ્યા.  તેથીજ મોટાભાગના રાજદ્વારીઓ સેવા વિસ્તરણ મેળવવા કોશિશ કરતા નથી અને ખુશીથી નિવૃત્ત થાય છે.  કુવૈતમાં ભારતીય દૂતાવાસ કન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા સેવાઓ આઉટસોર્સ કરશે કુવૈતમાં ભારતીય દૂતાવાસ તેની કોઉન્સેલર  , પાસપોર્ટ અને વિઝા સેવાઓ ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરવા જઈ રહ્યું છે.  નવીદિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્ય મથકની મંજૂરી વિના કંઇ થતું નથી.  જો આવનારા મહિનાઓમાં   વધુ ભારતીય દૂતાવાસોનેઆઉટસોર્સિંગ માટે જવાનું કહેવામાં આવશે તો તે આશ્રય નહિ પમાડે . ગુજરાત હાઈ કોર્ટ માં હજુ 11 કાયમી ન્યાયાધીશોની કમી કેન્દ્રીય કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગુજરાત ન્યાયાલયમાં મંજુર થયેલન્યાયાધીશોની સંખ્યા 52ની સામે 11 કાયમી ન્યાયાધીશોની જગ્યા ખાલી છે જયારે  1 જુલાઈ, 2021 ના રોજ હાઈકોર્ટમાં કાયમીન્યાયાધીશોની સંખ્યા 28છે .

સરકારી મર્મ (2-July -2021)

July 2, 2021 1:55 pm

૧. કેન્દ્ર અલગ અલગ જગ્યાએ ફાળવણી હેતું વધુ IRS અધિકારીની નિમણૂંક કરશે મે અને જુન 2021 એમ બે મહિનામાં કુલ સાત રેવન્યુ સર્વિસ ઓફિસરની કેન્દ્ર સરકારના વિભાગે નિમણૂંક કરી છે. જેમ કે, મે મહિનામાં મોનિકા આશિષ બત્રા (C&IT 1997)ની નિમણૂંક NCBમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી હતી. જેનો સમયગાળો પાંચ વર્ષો રહ્યો છે. ડી […]

સરકારી મર્મ

July 1, 2021 8:08 pm

લાંબા સમયથી પોલેન્ડમાં ભારતીય રાજદૂતની નિમણૂક નથી થઈ ઘણા લાંબા સમયથી પોલેન્ડના વોર્સો ખાતે ભારતના દૂતાવાસમાં નિમણૂક કરવામાં આવી નથી. ત્યાં કોઈ ડેપ્યુટી ચીફ ઓફ મિશન પણ નથી. લાગે છે કે શ્રી એસ કે રે, જેઓ (રાજકીય અને વાણિજ્ય) વિભાગના  ફર્સ્ટ સેક્રેટરી છે તેઓ એમ્બેસી બાબતોનું સંચાલન કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે એમ્બેસી […]

સરકારી મર્મ

June 28, 2021 1:35 am

આ એક બ્યૂરોક્રેસીને લગતી જીવંત, મસ્તીભરી સાપ્તાહિક કોલમ છે જેમાં સરકારની અંદરની વાતો આવરી લેવાશે. તમારી પાસે કોઈ ટિપ હોય તો અમને scoop@vibesofindia.com પર મોકલો. તમારી અને અમારી ઓળખ 100% ટકા ગુપ્ત રહેશે તેની ગેરંટી અમારી. અંદરોઅંદર શું વાત થઈ? બંધારણ પ્રમાણે તો રાજ્યપાલોએ રાજકારણ કે પોસ્ટિંગની ચર્ચામાં પડવાનું ન હોય, પરંતુ આજકાલ આવું જ ચાલે છે. […]