દેશ અને દુનિયાની ચકચાર મચાવનારી જાહેરખબરો
November 2, 2021 12:54 pmપી.ટી.બાર્નમે એડવર્ટાઈઝમેન્ટ ના સંદર્ભમાં કહ્યું હતું ” એના કોઈ સમાચાર ના બને એના કરતાં ખરાબ સમાચાર બને તો વધુ સારું .” જો કે એવી ઘણી વાર થાય છે કે જાહેરાતને જાહેર જનતા તરફથી સાચી અથવા ખોટી રીતે તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે. ભુલભર્યા નિર્ણયોના જાહેરાતની દુનિયામાં ઘણા ઉદાહરણો છે જેને કારણે લોકોને પોતાની તરફ પાછા લાવવા માટે જાહેરાતકર્તાને જાહેરાત કરતા ય વધુ પૈસા ખર્ચવા પડ્યા હોય. ભારતમાં હાલમાં સબ્યસાચી મંગલસૂત્ર વિવાદ ચાલી રહ્યો છે. લોકપ્રિય ડિઝાઇનર બ્રાન્ડને જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમજ શાસક ભાજપના રાજકારણીઓના એક વર્ગની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળસૂત્રની આ જાહેરાતમાં એક મહિલાને નીચા ગળાનો ડ્રેસ પહેરીને એક પુરુષ સાથે અંતરંગ સ્થિતિમાં દર્શાવાઈ હતી. મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ સબ્યસાચી મુખર્જીને મંગળસૂત્રના “વાંધાજનક અને અશ્લીલ” ચિત્રણવાળી જાહેરાત પાછી ખેંચવા અથવા વૈધાનિક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યા બાદ સબ્યસાચીએ જાહેરાત પાછી ખેંચી લેવી પડી હતી. કરવા ચોથના અવસરે ડાબરની નવી જાહેરાત આવી ત્યારે પણ એવું જ થયું હતું. સમલૈંગિક કથાવસ્તુ સાથેની એ જાહેરાતથી લોકોના એક વર્ગની લાગણી ભડકી ગઈ હતી. કરવા ચોથ, પતિ-પત્ની વચ્ચેના બંધનને સમર્પિત વ્યાપકપણે ઉજવાતો પરંપરાગત હિન્દુ તહેવાર છે. આ જાહેરાતમાં પરંપરાગત પોશાક પહેરેલી બે મહિલાઓ,એક દંપતી તરીકે પારંપરિક રીતે ચંદ્રના દર્શન કરવા અને ઉપવાસ તોડવા માટે એકબીજાને પાણી આપવા જેવી તમામ પરંપરાગત વિધિઓ પૂર્ણ કરતી જોવા મળે છે. આલિયા ભટને દર્શાવતી માન્યવરની જાહેરાતના નસીબમાં પણ આ જ હતું આ વિવાદાસ્પદ જાહેરાતમાં, આલિયા “કન્યા દાન” શબ્દ પર સવાલ ઉઠાવતી જોવા મળે છે જે પરંપરાગત હિન્દુ લગ્ન પરિભાષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. “દીકરીને આપી દેવી” એવા શબ્દો તરફ ઈશારો કાઇને જ્યારે આલિયા મહિલાઓની સમાજમાં સ્થિતિ બતાવી રહી હતી ત્યારે લોકો રોષે ભરાયા હતા કે હંમેશા હિન્દુ રિવાજો અને પરંપરાઓને નિશાન બનાવવામાં આવે છે જ્યારે અન્ય ધર્મોના દમનકારી રિવાજોને કોઈ કંઈ કહેતું નથી. જેનો અર્થ થાય છે ‘એકતા’ થાય છે એવા તનિષ્કના એકત્વમ નામના કલેક્શનની જાહેરાતમાં એક મુસ્લિમ પરિવાર તેમની હિન્દુ વહુ માટે પરંપરાગત હિન્દુ સીમંત સમારંભનું આયોજન કરે છે. જો કે, જાહેરાતને “લવ જેહાદ” તરીકે વખોડી કાઢવામાં આવી હતી, જે હિન્દુ કટ્ટરવાદીઓ માટે એક ષડયંત્ર છે. વિરોધ કરનારાઓનું કહેવું હતું કે એક હિંદુ છોકરીને મુસ્લિમ પુરુષના સંતાનની માં બને એવું બતાવ્યા છે તો એનાથી ઉલટું કરવામાં શું વાંધો છે. ફેબઈન્ડિયા વિવાદ પણ તાજેતરનો છે. પોતાના દિવાળી કલેક્શન માટે, ફેબઈન્ડિયાએ ઉર્દૂ શબ્દ “જશ્ન-એ-રિવાઝ”નો ઉપયોગ કરીને ઉપાધિ વહોરી. કેટલાક લોકોએ જો કે ધ્યાન દોર્યું કે ઝુંબેશમાં વાંધાજનક એકમાત્ર વસ્તુ “રિવાજ” નો ખોટો શબ્દ “રિવાઝ” છે. વિવાદાસ્પદ જાહેરાતો ભારતમાં નવી નથી. વિશ્વમાં એવી ઘણી જાહેરાત ઝુંબેશ છે જે વિવિધ વિવાદોને કારણે પાછી ખેંચી લેવી પડી છે. શ્વેત એ જ પવિત્ર કહેતી નિવિયાની જાહેરાત, જાહેરાતમાં શું ન કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. નિવિયાને શ્વેત સર્વોપરિતા અને ખુલ્લા જાતિવાદ માટે તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો. આ જાહેરાત એટલી અસંવેદનશીલ અને અત્યંત અયોગ્ય હતી કે તેના પર ભારે પ્રતિક્રિયા આવી. નિવિયાએ ઔપચારિક માફી માંગવી પડી એ જ રીતે અન્ય એક જાહેરાત જે અપ્રિય થઇ હતી તે હતી ત્વચાના રંગ પર આધારિત વિવાદ વાળી ડવ એડ. તેમના બોડી વૉશ ઉત્પાદનોમાંના એક કમર્શિયલમાં, એક આફ્રિકન અમેરિકન મહિલા તેના ટોપને દૂર કરતી વખતે અચાનક એકશ્વેતાંગી સ્ત્રીમાં બદલાઈ જાય છે. ડવ પર “વ્હાઇટવોશિંગ” નો આરોપ લાગ્યો અને સોશિયલ મીડિયા પર પણ ભારે આક્રોશ ફેલાયો. એક સારા હેતુવાળી જાહેરાત હોવા છતાં, બર્ગર કિંગની જાહેરાતે એક મસમોટું ખોટું પગલું ભર્યું હતું અને સ્વાભાવિક રીતે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અને મજાની વાત તો એ છે કે , ફાસ્ટ-ફૂડ દિગ્ગજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 પર આ વિવાદાસ્પદ “મજાક” પોસ્ટ કરી હતી. જે સંદર્ભમાં તે લખવામાં આવ્યું હતું તે દર્શાવે છે કે તેનો અર્થ સ્ત્રીઓને અપમાનિત કરવાનો ન હતો. પરંતુ નુકસાન થઈ ચૂક્યું હતું. પેટાની ઝુંબેશ સેવ ધ “વ્હેલ” પણ કુખ્યાત જાહેરાત ઝુંબેશ ગણાય છે. આ જાહેરાત પણ કેવી રીતે તમારું માર્કેટિંગ ન કરવી તેનું અનોખું ઉદાહરણ છે. આ જાહેરાતની સૌથી ખરાબ વાત એ હતી કે તેને જાણીબૂઝીને અપમાનકારક બનાવાઈ હતી. કોઈને પણ આશ્ચર્ય થાય કે પેટાએ આવી જાહેરાત શા માટે કરવી પડે ?