બોટાદ લઠ્ઠાકાંડ: આજે ભાજપના દિલ્હી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન

August 4, 2022 5:38 pm

મંગળવારના રોજ ડ્રાય રાજ્ય ગુજરાતના કથિત બોટાદ લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના જીવ ગયા બાદ, વિરોધ પક્ષોએ શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી (આપ) આજે બુધવારે બપોરે 1 વાગે ભાજપના દિલ્હી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ […]

2022માં પણ ‘વિદ્યા’ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી ગુજરાતની બેટી વિદ્યા

August 4, 2022 5:40 pm

સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન હાથ ધરવામાં આવે છે, તેના માટે ખાસ પ્રયાસો પણ કરવામાં આવે છે. પણ આ પ્રયાસો કઈ દિશામાં થાય છે અને તેનું પરિણામ કઈ દિશામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો ગાંધીનગર જિલ્લામાં આવેલા અમિયાપુર ગામની છ વર્ષીય બાળકી વિદ્યા ઠાકોર છે. ગુજરાતની રાજકીય રાજધાની ગાંધીનગરથી ફક્ત […]

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદની ધમકી, મુસ્લિમોની હોટલ પર રોકવામાં આવશે તો નુકસાન થશે…

August 4, 2022 6:33 pm

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદના મંત્રી રાજુ શેવાળેએ સ્પષ્ટતા કરી કે તેમણે બસના માલિકો અને ડ્રાઈવરો સાથે બેઠક કર્યા બાદ તેમને પણ કહ્યું છે કે જો તેમની બસ હવે મુસ્લિમ માલિકીની હોટલમાં પાર્ક કરવામાં આવશે અને તેને કોઈ નુકશાન પહોંચશે તો નુકસાન માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા […]

રાષ્ટ્રીય બજરંગ દળની ચેતવણી: હિન્દૂ માલિકોની બસ મુસ્લિમોની હોટેલ ન રોકવા સૂચના

August 4, 2022 5:44 pm

ધર્મસંસદ, ગોડસે પૂજા, કિશન ભરવાડની હત્યા એ માત્ર થોડીક ઘટનાઓ નથી, પરંતુ તે સાંપ્રદાયિકતા સાથે જોડાયેલા સંકેતો છે. જેની મદદથી વર્તમાનનું ચિત્ર સમજી શકાય છે. જાણે કટ્ટરતાની સ્પર્ધા ચાલી રહી હોય તેમ પ્રવીણ તોગડિયાની આગેવાની હેઠળનું સંગઠન ‘આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ’ પણ આ મામલે પાછળ નથી. “આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ”ના સુરત શહેર મંત્રી રાજુ શેવાળેએ […]

ડિંગુચા: જ્યાં મૃત્યુ જીવન કરતાં વધુ લાભદાયી છે

August 4, 2022 5:43 pm

કેનેડાની સરહદેથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનાં પ્રયાસમાં પરિવાર સાથે મોતને ભેટેલા જગદીશ પટેલના અંતિમ સંસ્કાર વિદેશમાં કરવામાં આવશે. અમારી પાસે મૃતદેહો પાછા લાવવા માટે પૈસા નથી, તેમ અહીંના તેમનાં સંબંધીઓએ કહ્યું હતું. કેનેડા-યુએસ બોર્ડર પર ઇમર્સન નજીક કાતિલ ઠંડીમાં થીજીને મૃત્યું પામેલા ગુજરાતીઓના અને અમેરિકાનાં મોટાં સપના માટે જીવલેણ જોખમો લેવાની તેમની ઇચ્છાને સમજવામાં વાઇબ્સ […]

ભારતમાં બેરોજગારીનું દુ:ખ અને અમેરિકાનાં સપનાની લાલચ

August 4, 2022 6:35 pm

યુએસ-કેનેડા બોર્ડર પર પત્ની અને બે બાળકો સાથે મૃત્યુ પામનાર ગુજરાતનાં જગદીશ પટેલ શું અમેરિકા જવાનાં સપનાને સાકાર કરવા ગયા હતા કે પછી બેરોજગારીથી હતાશ થઇને તેમણે દેશ છોડ્યો હતો? આ ચકચારી ઘટના ભારતમાં રાજકીય રંગ લઈ રહી છે. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના પક્ષના સાથી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના […]

સરકાર લઘુમતી શાળાઓનો વહીવટ લઇ લેશે તો સંસ્કૃતિ અને શૈલીની વિવિધતા પર દુરોગામી અસર પડશે

August 4, 2022 6:36 pm

ભારતીય સવિંધાનના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારનો અનુચ્છેદ -29 અને અનુચ્છેદ -30, લઘુમતી શાળાઓને રાજ્ય સરકારના હસ્તક્ષેપ વગર પ્રબંધન કરવાનો અધિકાર આપે છે, પરંતુ તાજેતરમાં જ હાઇકોર્ટમાં રજુ કરાયેલ એક એફિડેવિટ દ્વારા ગુજરાત સરકારે રજુઆત કરી છે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી શાળાઓ પર “યોગ્ય અંકુશ” જરૂરી છે. આના પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક(સુધારણા) અધિનિયમ, 2021માં લઘુમતી શાળાઓ પાસેથી એમની સંસ્થાઓના પ્રબંધન અને સંચાલનનો અધિકાર […]