માગશર મહિનો એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો

November 20, 2021 6:07 pm

માગશર મહિનો એટલે ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. આ વર્ષે માગશર મહિનો 5 ડિસેમ્બરના દિવસે શરુ થશે અને 2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. હિન્દુ કેલેન્ડરના 12 મહીનામાંથી માગશર મહિનાનું ખૂબજ મહત્વ રહેલું છે. આ મહિના દરમિયાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે બાળ ગોપાલની ખાસ પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજામાં સૌપ્રથમ મૂર્તિના સ્નાન […]

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના પર્વ પર દ્વારકાધીશ મંદિરમાં અધધધ આવક…

November 16, 2021 9:57 pm

દેવભૂમિ દ્વારકા હિન્દુઓનું વિશ્વ વિખ્યાત યાત્રા ધામ છે. લોકો દૂર દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતાં હોય છે, ખાસ કરીને તહેવારોના દિવસોમાં તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર હજારો-લાખો લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા અને સાથે શક્તિ પ્રમાણે દાન પણ કર્યું હતું, જેમાં અગિયારસના દિવસે […]

નવરાત્રીના પ્રથમ દિવસે માનું શૈલપુત્રી સ્વરૂપ: તેમની પૂજા જીવનમાં લાવશે સ્થિરતા

October 7, 2021 5:59 pm

7 ઓકટોબર 2021, ગુરુવારથી શરદીય નવરાત્રીના પર્વનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ નવ દિવસીય પર્વ શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ બાદ આસો સુદ એકમના દિવસે શરૂ થાય છે. માતાજીની ભક્તિના નવ દિવસને લોકો પૂજા, અર્ચના, ઉપવાસ તથા ગરબા સાથે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રૂપમાં ઉજવે છે. શાસ્ત્રોક્ત રીતે નવરાત્રીના નવ દિવસોમાં માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોની […]

કેમ મનાવાય છે શિતળા સાતમનો તહેવાર?ઐતિહાસિક મહત્વ અને પરંપરા

August 29, 2021 11:20 am

કોઈપણ ધર્મના તહેવાર અને સંસ્કૃતિ તેની ઓળખ હોય છે. તહેવાર ઉત્સાહ, ઉમંગ અને ખુશીઓનું સ્વરૂપ છે. લગભગ બધા જ ધર્મોમાં કેટલાક વિશેષ તહેવાર અને પર્વો હોય છે. શિતલા સપ્તમી અલગ અલગ ધર્મો અને સમુદાયમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે સિંધી સમાજ દ્વારા થિડીદી અને સતાવણીઓ, ગુજરાતમાં શીતળાસાતમ અને રાજસ્થાનમાં શીતલાસપ્તમી તો ઉત્તર ભારતમાં ‘બસૌડા’. શીતળા શબ્દોનું તાત્પર્ય […]

વિપશ્યના સાથે પરિચિત થઈએ ડોક્ટર સોનલ દેસાઈ ની સાથે

August 11, 2021 8:27 pm

વિપશ્યના શું છે? વિપશ્યના ગૌતમ બુદ્ધ દ્વારા સૂચવેલ એક યોગ સાધના છે જે આત્મા શુદ્ધિકરણ અને અંતઃકરણની શાંતિ માટે કરવામાં આવતી એક પ્રક્રિયા છે. વિપશ્યના સમ્યક જ્ઞાન છે. જે જેવું છે તેને એવું જ સમજીને તેની સાથે કરવામાં આવેલું આચરણ થકી સાચું અને કલ્યાણકારી સમ્યક આચરણ કહેવાશે. વિપશ્યના જીવનની કઠોર સચ્ચાઈથી ભાગવાની શિક્ષા નથી આપતો […]