ગિરિરાજ સિંહ ભારત-પાકિસ્તાન T-20 વર્લ્ડકપ મેચ કેમ રદ કરવા માંગે છે?

October 18, 2021 7:39 pm

કાશ્મીર ખીણમાં ચાલુ મહિનામાં ત્રાસવાદીઓએ નાગરિકો પર અસંખ્ય હુમલા કર્યા છે જેના કારણે કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગણી કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત-પાકિસ્તાનની મેચ અંગે ફેરવિચારણા થવી જોઈએ. તેમણે કહ્યું કે અત્યારે બે દેશો વચ્ચે સારા સંબંધ નથી તેથી મેચ અંગે ફરીથી વિચારવું જોઈએ. ભારત-પાકિસ્તાન વચ્ચે […]

T20 વર્લ્ડકપનો પ્રારંભ : 16 ટીમો, 29 દિવસ, 45 મેચો

October 18, 2021 11:58 am

આઈપીએલ પૂરી થતાની સાથે જ હવે આઈસીસી વર્લ્ડ કપ 2021 શરુ થઇ રહ્યો છે. વર્લ્ડ કપની આ ટુર્નામેન્ટ ઓમાન અને યુઇએમાં રમાઈ રહી છે. પાંચ વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે. 17 ઓક્ટોબરથી ટુર્નામેન્ટ શરુ થશે અને 14 નવેમ્બરે ફાઈનલ મુકાબલો યોજાશે. પ્રથમ મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. આ […]

સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન અવી બારોટનું નિધન : 29 વર્ષની વયે અણધારી વિદાય

October 16, 2021 4:27 pm

સૌરાષ્ટ્રના જાણીતા યુવા રણજી ક્રિકેટર અવી બારોટનું 29 વર્ષની વયે હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું છે. યુવા ક્રિકેટરની અણધારી વિદાયથી SCA અને ક્રિકેટ જગત શોકમગ્ન બની ગયું છે. અવી બારોટ સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હતા. અને ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરુ કર્યું હતું. અવી બારોટે અત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તે […]

IPLમાં ફરીથી કોરોનાનો પગપેસારોઃ હૈદરાબાદનો ટી. નટરાજન પોઝિટિવ

September 22, 2021 3:58 pm

ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં આઇપીએલમાં કોરોનાએ ફરીથી પગપેસારો કર્યો છે. હૈદરાબાદનો ખેલાડી ટી. નટરાજન કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. ટીમ સાથેના એક ખેલાડી અને 5 સ્ટાફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જેના કારણે આઈપીએલની ગેમને અસર થશે તેમ માનવામાં આવે છે. ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. […]

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કપાયું નાક : ન્યુઝીલેન્ડ બાદ આ ટીમે પણ રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ

September 20, 2021 10:18 pm

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બીજો મોટો ઝટકો લાગ્યો છે. હજુ બે દિવસ પહેલા જ ન્યુઝીલેન્ડે પોતાનો ક્રિકેટ પ્રવાસ રદ્દ કર્યો હતો ત્યારે હવે ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે. જાણે વાગ્યા પર મીઠું ભભરાવ્યુ હોય તેવી હાલત હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની થઇ છે.      સુરક્ષા વ્યવસ્થાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ન્યુઝીલેન્ડે વિશ્વાસ કર્યો […]

વિરાટ કોહલી T-20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી આપશે રાજીનામું : ટ્વીટ કરીને આપી જાણકારી

September 16, 2021 8:34 pm

વિરાટ કોહલીના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આગામી આઇસીસી ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલા નિવેદનમાં લખ્યું હતું, “મેં ઓક્ટોબરમાં દુબઈમાં યોજાયેલ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી […]

ક્રિકેટ રસિયાઓ માટે નિરાશા : IND VS ENG માન્ચેસ્ટર ટેસ્ટ થઇ રદ્દ

September 10, 2021 4:36 pm

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થઇ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટબોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ટીમના તમામ ખેલાડીયોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે. પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થતા શ્રેણીમાં ભારતે 2-1 ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના […]

ટોક્યો પેરાલિમ્પિક્સમાં વિનોદ કુમાર ‘અયોગ્ય’ ઠરતા કાંસ્ય પદક ગુમાવ્યો

August 30, 2021 4:22 pm

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના વિનોદ કુમારને વિક્લાંગતાના કેલિસિફિકેશનમાં ‘અયોગ્ય’ ઠરતા કાંસ્યપદક ગુમાવવો પડ્યો છે. ભારત માટે આ મોટો આંચકો છે. ભારતને અત્યાર સુધીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય પદક મળ્યા હતા. વિનોદે પેરાલમ્પિકમાં પુરૂષ વર્ગમાં એફ 52 ચક્ર ફેંકની સ્પર્ધામાં કાંસ્યપદક ગમાવ્યો છે. એફ 52માં એવા એથલેટ્સ ભાગ લેતા હોય છે જેઓની માંસપેશીઓની ક્ષમતા નબળી […]

ભારતની અવની લેખરાએ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

August 30, 2021 3:33 pm

ભારતની અવની લેખારાએ સોમવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની શૂટિંગ સ્પર્ધામાં મહિલા R-2 10મીટર એર રાઇફલ વર્ગ SH1માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. જયપુરની 19 વર્ષીય શૂટર અવની પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. અવનીએ ફાઇનલમાં 249.6 સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી પ્રથમ સ્થાન મેળવ્યું. અવનીએ ચીનની ઝાંગ કુઇપીંગ (248.9 પોઇન્ટ)ને હરાવી દીધી. […]

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને વધુ બે મેડલઃ નિશાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર, વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

August 29, 2021 6:56 pm

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે વધુ મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડી નિશાદ કુમારે 2.06 મીટરનો ઊંચો કૂદકો મારીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની હાઇ જંપની ટી-47 ઇવન્ટમાં નિશાદ કુમારે મેડલ મેળવ્યો છે. તેમણે 2.06 મીટરની ઉંચાઈ મેળવી હતી જે એક એશિયન રેકોર્ડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિશાદને […]

ફૂટબોલના શોખે ભારતમાં ધૂમ મચાવી

August 16, 2021 4:23 pm

નેવુંના દશકની શરૂઆતના વર્ષોથી વૈશ્વિક રમત ફૂટબોલ કે સૉકરના ફેન શાંતનુ ભટ્ટાચાર્ય તેને ફોલો કરે છે. મોટા ભાગે વિશ્વ કપ અને સ્થાનિક ઇસ્ટ બંગાલ, મોહાન બગાન ડર્બી લીગ વગેરેને ફોલો કર્યા પછી પાછલા દશેક વર્ષથી તે ક્લબ લેવલ જેમ કે યુરોપીઅન પ્રીમિયર લીગ, લા લિગા અને અન્ય આંતરરાષ્ટ્રીય લીગને ફોલો કરે છે. આ વર્ષે પણ […]

ઓલિમ્પિકના રમતવીરો માટે વરસી રહ્યા છે ઈનામ

August 16, 2021 2:08 pm

ઓલમ્પિકમાં પ્રથમ વખત એથ્લેટિક્સ ઇવેન્ટમાં ભારત માટે સુવર્ણ પદક મેળવનાર નિરજ ચોપડાને મળેલા આવકારે એક વાતની ખાત્રી આપી છે કે ભારતમાં રમતગમત ક્ષેત્રે નવો ઉદય જરૂરથી થયો છે અને મેટ્રો કે મોટો શહેર સિવાયના વિસ્તારોના ખિલાડી પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી નામનાં મેળવી શકે છે.  નિરજના ભાલાફેંકથી પ્રથમ વખત એવું બન્યું કે એ જ સમય […]

ક્રિકેટ સિવાયના રમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા કોર્પોરેટ હાઉસ આગળ આવ્યા

August 12, 2021 3:58 pm

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે કરેલ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પછી દેશમાં ક્રિકેટ સિવાયની રમત ગમત માટે વધુને વધુ ખાનગી કંપની સ્પોન્સરશિપ માટે આગળ આવી રહી છે. આ વાત વધુ વેગ આપ્યો છે ભાલા ફેંકમાં સુવર્ણ પદક હાંસલ કરનાર નિરજ ચોપડા અને કુસ્તીમાં કાંસ્ય પદક વિજેતા બજરંગ પુનિઆએ જેમણે પોતાની ટ્રેનિંગ ઇન્સ્પાયર ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ ખાતે કરી. ઇન્સ્ટિટયૂટની […]

ઉભરતા ખેલાડીઓના ભવિષ્યને લાગ્યું કોરોનાનું ગ્રહણઃ પરિવારને ટેકો આપવા મજૂરીકામ કરવું પડ્યું

August 2, 2021 4:17 pm

“ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી ત્યારે મને હતું કે મને સારી સરકારી જોબ મળી જશે અને પરિવારની ગરીબી દૂર થશે. પરંતુ સ્પોર્ટ્સ ક્વોટામાં મને સામાન્ય નોકરી પણ મળી નથી તેથી આજે હું રોજના 250 રૂપિયા માટે કડિયાકામ કરી રહ્યો છું.” અંધજન ક્રિકેટ ટીમ માટે રમતા રમેશ તુમડ આ શબ્દોમાં પોતાની હતાશા ઠાલવે છે. તેમના જેવી […]

ચક દે ઇન્ડિયાઃ ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક મેડલ જીતવા સજ્જ

August 1, 2021 8:48 pm

ક્રિકેટ પાછળ હંમેશા પાગલ બનતા ભારતીયો માટે રાષ્ટ્રીય રમત હોકીમાં સારા સમાચાર આવ્યા છે. ગ્રેટ બ્રિટનને 3-0થી ક્વાર્ટર ફાઈનલમાં પરાજય આપીને ભારત 49 વર્ષ પછી ટોક્યો ઓલિમ્પિક ખાતે હોકીની સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે. 1972ના ઓલિમ્પિક્સ પછી ભારત પહેલી વખત મેન્સ હોકીની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થયું છે. ઓલિમ્પિક્સ ખાતે એસ્ટ્રો-ટર્ફ પર ગ્રેટ બ્રિટન સામે ભારતનો આ પ્રથમ […]

ટોક્યો ઓલમ્પિકમાં મેરિકોમની સફર પૂર્ણ, સ્કોરિંગ સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ

July 29, 2021 7:32 pm

એમસી મેરિકોમની ટોક્યો ઓલિમ્પિકની સફર પૂર્ણ થઇ ગઈ છે. છ વાર વર્લ્ડ ચેમ્પિયન જીતેલી મેરિકોમ 51 કિગ્રા ફ્લાઈવેટ કેટેગરીની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાની ઇન્ગ્રિટ વાલેસિયા સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોક્સિંગ દિગ્ગજ મેરિકોમ પહેલા રાઉન્ડ 1-4 થી હારી ગઈ છે. ત્યારબાદ 3-2  થી બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ જીત મેળવી હતી. પરંતુ […]

ટોક્યો ઓલિમ્પિકમાં અદાણી જૂથના “ગર્વ હૈ” અભિયાનના ખેલાડીઓ સામેલ

July 23, 2021 5:10 pm

અદાણી ગૃપ ૨૩મી જૂલાઇથી શરુ થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની ટુકડીનું સત્તાવાર સહભાગી બન્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ૧૧૯ ભારતીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જે ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓની સામેલગીરીનો અત્યાર સુધીનો સૌથી ઉંચો આંક છે. ભારતની ખેલકૂદ ઇકો સિસ્ટમ રાષ્ટ્રના રમતગમતના ભાવિને સારું અને શક્તિશાળી બનાવવા માટે ઉદ્યોગોનો સહયોગ ઉમદા ભૂમિકા ભજવી શકે તેવી […]

લિયોનલ મેસ્સીને લોકો શા માટે “ગ્રેટેસ્ટ ફૂટબોલર ઓફ ઓલ ટાઈમ” કહી રહ્યા છે?

July 11, 2021 5:11 pm

શનિવારે ૨૮ વર્ષ બાદ લિયોનલ મેસ્સીની આગેવાની હેઠળ આર્જેન્ટીના ૨૮ વર્ષ બાદ કોપા કપ ફૂટબોલ ચેમ્પિયનશીપ (COPA America-2021) જીત્યું છે. કોપા કપ ફૂટબોલમાં આર્જેન્ટીનાએ બ્રાઝિલને 1-0થી હરાવ્યું હતું. કોપા કપ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં આર્જેન્ટીનાની જીત બાદ સોશિયલ મીડિયા પર લોકો લિયોનલ મેસ્સીને અઢળક શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે અને સત્તાવાર રીતે તેને “ગ્રેટેસ્ટ ફૂટબોલર ઓફ ઓલ […]

ગુજરાતના ઇન્કમ ટેક્સ કર્મચારી જાપાનમાં વોલીબોલ રમશે

July 9, 2021 8:56 pm

ભારતીય વોલીબોલ ટીમ 21મી એશિયન સિનિયર મેન વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે જે 8થી20 સપ્ટેમ્બર 2021 દરમિયાન જાપાનમાં યોજાવાની છે.આ સ્પર્ધામાં ભાગ લેતા અગાઉ ટીમના ખેલાડીઓ ભુવનેશ્વર સ્થિત કેઆઇઆઇટી યુનિવર્સિટીમાં કોચિંગ કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પ 20 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિયેશનમાંથી ચિરાગ અને ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી મનોજ કુમારની પસંદગી થઈ છે.તેમને […]

ગુજરાતની પહેલી સ્વિમર જેણે ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી લીધી- માના પટેલ

July 3, 2021 1:59 pm

ખેલકુદ ક્ષેત્રે ગુજરાતીઓનું પર્ફોમન્સ માત્ર હવે ક્રિકેટ પૂરતું જ સિમિત નથી. એક લાંબા દાયકાઓ બાદ ગુજરાતની 21 વર્ષની સ્વિમર માના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી લઈને સમાજ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષની માના પટેલ એક ફાસ્ટેસ્ટ અને યુવા ફીમેલ બેક સ્ટ્રોકર છે. જેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં એન્ટ્રી લઈને પોતાનું સૌથી મોટું સપનું પૂર્ણ કર્યું […]