2015 યુપીએસસીની ટોપર ટીના ડાબીની નાની બહેને ક્લિયર કરી યુપીએસસી પરીક્ષા

September 25, 2021 4:12 pm

2015માં યુપીએસસી પરીક્ષાની ટોપર ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ 2020ની યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 15મો રેંક પ્રાપ્ત કર્યો છે. આ સમાચાર આપતા ટીના ડાબીએ ઇન્સ્ટાગ્રામ પર તેની બહેન રિયાના ફોટો સાથે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે તેની બહેનની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, […]

વિશ્વની સૌથી મોટી હેરોઇન જપ્તીની કહાની, જેમાં ક્યાંય નથી અદાણી

September 25, 2021 3:02 pm

ગુજરાતમાં કચ્છના મુન્દ્રા બંદરે બે કન્ટેનરમાંથી પકડાયેલું 30,000 કિલો હેરોઈન અસલમાં ભારતમાં ઉપયોગ માટે ન હતું. આ હેરાફેરીમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામેલ હોવાનું માનવામાં આવે છે અને માલનો અંતિમ મુકામ અમેરિકા હોવાની શક્યતા છે, તેમ DRIના ટોચના સૂત્રોએ વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું છે. કચ્છના મુન્દ્રામાં ડ્રગ્સ ઉતારી લીધા પછી તેને વિજયવાડા લઈ જવાનો પણ […]

ગુજરાત, બિહાર અને લદ્દાખ કાર્બન ઉત્સર્જનને ડામવામાં મોખરે

September 25, 2021 7:37 am

ક્લાયમેન્ટ ચેન્જના પડકારનો સામનો કરવા વિશ્વના કેટલાય દેશો આજે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત તરફ આગળ વધી રહ્યા છે. તેવામાં ભારતમાં ગુજરાત, બિહાર અને લદ્દાખ આ દિશામાં મોખરે છે. શુક્રવારે ક્લાઇમેટ ગ્રુપ દ્વારા આયોજિત ન્યૂ યોર્ક ક્લાઇમેટ વીકની ચર્ચામાં એક વાત સર્વસંમતિથી બહાર આવી કે, વિશ્વભરના દેશો કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી લઈ જવા કટીબદ્ધ છે. ભારતની વાત […]

દિલ્હીની રોહિણી કોર્ટમાં ધાણીફૂટ ગોળીબારઃ ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ખુલ્લેઆમ હત્યા

September 24, 2021 5:34 pm

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોરના દૃશ્યો સર્જાયા છે જેમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ગોલી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીબારની ઘટનામાં ગોગી સહિત કુલ ત્રણ લોકો માર્યા ગયા છે. ફાયરિંગમાં 3થી 4 લોકો ઘાયલ પણ થયા છે. ગોગીને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો જ્યાં વકીલના ડ્રેસમાં આવેલા બે વ્યક્તિએ તેના પર ફાયરિંગ કર્યું. દિલ્હી પોલીસ કમિશનર […]

ફેણી અને સૂરાપાનની કળા ને સમર્પિત ગોવાનું મ્યુઝિયમ

September 24, 2021 5:13 pm

“ઓલ અબાઉટ આલ્કોહોલ” એ ગોવાના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે કંડોલીમ ખાતે 13,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી મિલકત પર ઉભું કરાયેલું પાંચ રૂમનું સંગ્રહાલય છે.. આ મ્યુઝિયમના કેન્દ્રમાં ગોવાનું વિખ્યાત પીણુ  “ફેણી “છે. કાજૂમાં આથો લાવીને કઈ રીતે એમાંથી આલ્કોહોલ કાઢવામાં આવે છે, એનું દસ્તાવેજીકરણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. ફેણીનું ઉત્પાદન, પરિવહન અને વપરાશ […]

રિલાયન્સ, અદાણી અને ટાટાએ સોલર મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યોઃ કેન્દ્રને 18 બિડ મળી

September 24, 2021 4:17 pm

કેન્દ્રને 19 સપ્ટેમ્બર સુધીમાં અનેક કંપનીઓ પાસેથી સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ લગભગ 40 ગીગાવોટ (GW)ની 18 બિડ મળી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), અદાણી ગ્રુપ અને ટાટા સહિત 19 જેટલી કંપનીઓએ સરકારની પ્રોડક્શન લિંક પ્રોત્સાહક યોજના હેઠળ સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે રસ દર્શાવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં, […]

ગુજરાતમાં હેરોઈન પહોંચાડવામાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનના રૂટનો જ ઉપયોગ શા માટે?

September 24, 2021 7:27 am

ગુજરાતમાંથી પકડાયેલા હેરોઈનના કેસમાં પાકિસ્તાનની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાતી નથી. ગુજરાત પહોંચેલા કન્ટેનરમાંથી 4.2 અબજ ડોલર અથવા 21,900 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ભારતીયોએ કબૂલાત કરી છે કે આ એકમાત્ર માલ ન હતો, તેમાં બે વધુ કન્ટેનર હતા. આ બાબત મોટી સમસ્યા તરફ નિર્દેશ કરે છે. દેશભરમાં હેરોઇનની જપ્તી […]

ભારતના સમાચાર માધ્યમો શા માટે સરકાર અને કોર્પોરેટસ માટે PR મશીન બન્યા?

September 23, 2021 6:01 pm

અલબત્ત તેની પાછળ મોટુ અર્થતંત્ર કામ કરી રહ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના માસિક રોજગારીના ડેટાની સરખામણી કરીને તો, પાંચ વર્ષ પહેલા, સપ્ટેમ્બર 2016માં ભારતના મીડિયા અને પ્રકાશન ઉદ્યોગમાં લગભગ 10.3 લાખ લોકો કામ કરતા હતા જે સંખ્યા ઓગસ્ટ 2021માં ઘટીને 2.3 લાખ થઈ ગઈ. મીડિયા સેક્ટરની નોકરીઓમાં 78 ટકાનો મોટો ઘટાડો આવ્યો છે. […]

આસામમાં દબાણની જગ્યા ખાલી કરાવતા ધિંગાણુંઃ સુરક્ષા દળોના ગોળીબારમાં બેના મોત, અનેકને ઈજા

September 23, 2021 5:41 pm

આસામમાં એક ગામમાં ગેરકાયદે દબાણ હટાવતી વખતે ગામવાસીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ડઝનબંધ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોમાં સુરક્ષા દળના લોકો પણ સામેલ છે. આ ઘટના દારાંગ જિલ્લામાં ધોલપુર ગોરુખુટી વિસ્તારમાં બની હતી. આ અંગે એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ પર અનેક સુરક્ષા કર્મચારીઓ તૂટી […]

વડાપ્રધાન મોદીને શું સૌથી વધુ ભાવે છે? જાણો સોશિયલ મીડિયાના અનુભવો

September 23, 2021 8:55 am

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષના થઈ ગયા. પીએમ મોદીની ખાણીપીણીમાં ખાસ રૂચિ અંગે બધાને ખબર છે. ખીચડીથી લઈને લીટ્ટી ચોખા સુધી, તે ઘરે બનાવેલી દરેક વાનગીઓનો આનંદ માણે છે. દર વર્ષે તેના જન્મદિવસે, તે તેની માતા હીરાબાને રૂબરૂ મળી આશીર્વાદ લેતા હોય છે અને ઘરના ભોજનનો પણ આનંદ લે છે. ભારતીય ભોજન પ્રત્યેના તેમના પ્રેમ […]