ભારત પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોમાંનો એક દેશ છે: રીપોર્ટ

October 15, 2021 10:02 am

2021 માં રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) દ્વારા ઉત્પાદિત વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારત 142 મા ક્રમે છે. 2016 માં ભારત 133 મા ક્રમે હતું જે 2020 માં 142 પર પહોંચી ગયું હતું. RSF ના અહેવાલમાં જણાવાયું છે કે પત્રકારો માટે તેમનું કામ યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરવા માટે ભારત સૌથી ખતરનાક દેશોમાંનો એક […]

કોલસાની અછતના અહેવાલો વચ્ચે ગુજરાત સરકાર ટાટા પાસેથી વીજળી ખરીદશે

October 14, 2021 9:54 am

અદાણીના મુન્દ્રા પ્લાન્ટ અને એસ્સાર પાવરના સલાયા પ્લાન્ટ દ્વારા રાજ્યને વીજ પુરવઠો અપાવાનું બંધ થયા બાદ, ગુજરાત સરકારને ટાટાના મુન્દ્રા પ્લાન્ટમાંથી વીજ ખરીદીના કરારમાં ઉલ્લેખિત રૂ .2.26 ચલ ખર્ચ કરતા વધારે, 4.5 રૂપિયા પ્રતિ યુનિટ વીજળી ખરીદવાની ફરજ પડી છે. નજીકના ભવિષ્યમાં જ વીજળીના પુરવઠાને અસર કરી શકે એવા, દેશમાંના કોલસાના જથ્થાના તોળાઈ રહેલા સંકટના […]

ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત લથડીઃ એઈમ્સમાં દાખલ

October 13, 2021 8:12 pm

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી છે અને તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને તાવ આવ્યો છે અને શરીરમાં નબળાઈ વર્તાઈ રહી છે. તેમને ગઈકાલથી તાવ આવ્યો હતો અને આજે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. તેમને અત્યારે લિક્વિડ પદાર્થો જ આપવામાં આવે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે મનમોહન […]

દિવાળી અગાઉ વડાપ્રધાન મોદી બ્રિટનની મુલાકાતે જશેઃ કોરોના બાદ ત્રીજી વિદેશયાત્રા

October 19, 2021 1:26 pm

સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે જોરદાર તૈયારીઓ ચાલુ છે. નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સની શરૂઆતમાં ભાગ લેશે. આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ […]

આર્યનની જામીન અરજીની સુનાવણી ટળીઃ જેલમાં રાત ગાળશે

October 13, 2021 6:06 pm

ક્રૂઝ પરથી ડ્રગ્સ પકડાવાના કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને હજુ જામીન નથી મળ્યા. આર્યનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. શાહરુખના પુત્રે હજુ એક રાત જેલમાં ગાળવી પડશે. ડ્રગ્સ કેસમાં આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં આજે દલીલ કરી હતી કે આર્યનને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. એનસીબીએ બુધવારે કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. […]

લખીમપુર ખેરી મામલો: ખેડૂતોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, ન્યાય માટે કરાશે આંદોલન

October 13, 2021 5:32 pm

લખીમપુર ખેરીના ટિકોનીયા ખાતે, મંગળવારે હજારો લોકો ચાર ખેડૂતો અને એક પત્રકારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા, જેઓ 3 ઓક્ટોબરે કારની ટક્કરના કારણે મૃત્યુ પામ્યા હતા જે કાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની માલિકીની હતી. વિરોધ કરી રહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના ખેડૂતો મૃત્યુ પામેલ ખેડૂતોની અંતિમ પ્રાર્થનામાં […]

આગામી વર્ષે ભારતીય અર્થતંત્ર 8.5 ટકાના દરે વધવાની સંભાવના: IMF રિપોર્ટ

October 13, 2021 10:00 am

IMFના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પ્રમાણે 2021માં ભારતીય અર્થતંત્ર આગામી વર્ષમાં 8.5 ટકા દરે વધવાની સંભાવના દર્શાવામાં આવી છે. આ રિપોર્ટ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત તરીકે આવી છે, જે કોવિડ -19 રોગચાળા દ્વારા સર્જાયેલી મંદીમાંથી બહાર આવી રહી છે. નાણાકીય વર્ષ 2021માં લગભગ 40 વર્ષના ગાળામાં પ્રથમ વખતની ઘટના સર્જાઇ હતી. જેમાં અર્થતંત્રમાં 7.3 […]

લખીમપુરનું તરણું પકડીને રાહુલ કોંગ્રસની નૈયા પાર કરાવી શકશે?

October 12, 2021 8:48 pm

2014ની ચૂંટણીને સાતસાત વરસના વહાણા વહી ગયા છતાં કોંગ્રેસને કોઈ કળ વળતી દેખાતી નથી. કેટલાક રાજયોમાં થોડા ચમકારાને બાદ કરતા 2014 અને 2019ની કારમી હાર બાદ કોંગ્રેસની સ્થિતિ રાજયોની ચૂંટણીઓમાં પણ કથળતી જ ગઈ છે. 2017 પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો વોટશેર ઘટતો જ ચાલ્યો છે. 30માંથી 21 રાજ્યોમાં કોંગ્રેસનો વોટશેર ઘટી ગયો છે. જે પાંચ […]

દરેક ભારતીયને મળશે મેડિકલ વીમોઃ 21 કંપનીઓ સાથે સરકારની વાતચીત

October 12, 2021 4:01 pm

મેડિકલ વીમો અત્યારના સમયમાં અનિવાર્ય બની ગયો છે. સરકાર હવે દરેક ભારતીયને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવરી લેવા વિચારે છે. આ માટે 21 કંપનીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે. 40 કરોડથી વધુ ભારતીયોને સ્વૈચ્છિક ધોરણે આ યોજનામાં સામેલ કરવામાં આવશે અને તેમને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કવર અપાશે. આ એક પાઈલટ પ્રોજેક્ટનો ભાગ છે અને તેમાં નેશનલ […]

કોંગ્રેસનું નોતરું છતાં સિદ્ધારમૈયાની કર્ણાટકથી દિલ્હી જવાની આનાકાની

October 11, 2021 4:38 pm

એવું લાગે છે કે કર્ણાટકના રાજકારણનું મોટું માથું ગણાતા સિદ્ધારમૈયાને રાષ્ટ્રીય મંચ પર બોલાવીને એક કાંકરે બે પક્ષીઓને મારવાની સોનિયા ગાંધીની યોજના પર પાણી ફરી વળ્યું છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ દિગ્ગજ સિદ્ધારમૈયાને દિલ્હી લાવીને ડી શિવકુમારના હરીફ જૂથ સાથેનો જંગ ઠારવાની કોશિશમાં હોય તો તે જ્યાં સુધી જે રાજ્યના ફરી એક વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા […]

અમિતાભે પાન-મસાલા બ્રાન્ડ સાથે છેડો ફાડ્યોઃ હવે એડ નહીં કરે, ફી પણ પરત કરી

October 11, 2021 4:18 pm

ફિલ્મજગતના મહાનાયક અમિતાભ બચ્ચને પાન-મસાલા બ્રાન્ડની જાહેરખબર ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરખબર માટે લીધેલી ફી પણ પરત આપી દીધી છે. અમિતાભે કહ્યું કે આ જાહેરખબરનો કોન્ટ્રાક્ટ કરતી વખતે તેમને ખબર ન હતી કે તેઓ સરોગેટ એડવર્ટાઈઝિંગ કરે છે. નેશનલ એન્ટી-ટોબેકો ઓર્ગેનાઈઝેશને અમિતાભને આ એડમાંથી ખસી જવા માટે વિનંતી કરી હતી. અમિતાભના ફેન્સે પણ […]

કાશ્મીર ફરી રક્તરંજિતઃ પૂંચમાં ભયંકર અથડામણમાં આર્મીના ઓફિસર, 4 જવાનો શહીદ

October 11, 2021 3:17 pm

કાશ્મીરમાં છેલ્લા લગભગ દશ દિવસથી હિંસાની મોટી ઘટનાઓ બની રહી છે. હિંદુઓ અને શીખોને નિશાન બનાવતી કેટલીક ઘટનાઓ ઉપરાંત ત્રાસવાદીઓ અને સૈન્ય વચ્ચે અથડામણો પણ વધી છે. સોમવારે પૂંચ સેક્ટરમાં મોટું એન્કાઉન્ટર થયું છે જેમાં ત્રાસવાદીઓ સામે લડતા લડતા સેનાના એક અધિકારી અને ચાર જવાનો શહીદ થયા છે. સૈન્યના જવાનો તેમને મળેલી ગુપ્ત માહિતીના આધારે […]

નરેન્દ્ર મોદી સરમુખત્યાર નથી, બધાના સૂચનો સાંભળીને નિર્ણય લે છેઃ અમિત શાહ

October 11, 2021 2:39 pm

વડાપ્રધાન મોદી સાથે કામ કરી ચૂકેલા લોકો સહમત થશે કે કેન્દ્રીય મંત્રીમંડળ આનાથી વધુ લોકશાહી રીતે આ પહેલા ક્યારેય ચાલ્યું નથી એમ ભારપૂર્વક જણાવતા ગૃહમંત્રી અમિત શાહે નોંધપાત્ર રીતે પીએમ મોદીના વ્યક્તિત્વમાં “સરમુખત્યાર”ની છાંટ હોવાના ખ્યાલને નકારી નાખ્યો. 7 મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા તે પ્રસંગે ગૃહમંત્રી સંસદ ટીવી સાથેની […]

ભારતના થર્મલ પાવર સ્ટેશન્સમાં કોલસાની તંગી

October 11, 2021 4:40 pm

ભારતમાં થર્મલ પાવર સ્ટેશન કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારનો પ્રયાસ છે કે વહેલી તકે પાવર સ્ટેશન સુધી કોલસાની સપ્લાઈને ફરી ધમધમતી કરી દેવામાં આવે, પરંતુ સરકાર પાસે સમય ઓછો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની વધેલી કિંમતોએ પણ સંકટમાં મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા થોડા સમયમાં વૈશ્વિક સ્તરે કોલસાની કિંમતમાં 40 ટકાનો ઉછાળો […]

બત્તી ગૂલ થશે કે નહીં? વીજળીની અછત વિશે ઉર્જા મંત્રીએ શું કહ્યું

October 10, 2021 7:23 pm

કોલસાની અછતના કારણે હાલમાં દેશમાં વીજ ઉત્પાદનને અસર થઈ છે અને કેટલીક જગ્યાએ માત્ર એક દિવસ ચાલે તેટલો કોલસાનો પૂરવઠો છે. વિવિધ રાજ્યોમાં ગમે ત્યારે લાઈટ જઈ શકે છે તેવા અહેવાલો છે, પરંતુ ઉર્જા મંત્રી આર કે સિંહ આ વાતને ફગાવી દે છે. ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે વીજ ઉત્પાદનની કોઈ કટોકટી નથી. […]

અસ્વચ્છ ભારતઃ પાનની પિચકારીઓના ડાઘ દૂર કરવા રેલવેને દર વર્ષે 1200 કરોડનો ખર્ચ

October 10, 2021 7:00 pm

ભારતીયો પાન કે તમાકુ ખાઈને ગમે ત્યાં થુંકવા માટે કુખ્યાત છે. તેમાં પણ રેલવે જેવી સરકારી મિલ્કતોમાં તો ગંદકીની વાત જ જવા દો. એવું નથી કે રેલવે પાનની પિચકારીઓના ડાઘ દૂર નથી કરતું. પરંતુ તેમાં રેલવેને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને કરોડો લિટર પાણી પણ વેડફાય છે. કોવિડ-19ના કારણે સ્વચ્છતાના કડક નિયમો આવ્યા છે […]

લખીમપુર ખેરી હિંસા: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ

October 10, 2021 8:39 am

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ‘ મોનુ’ની શનિવારે રાત્રે લખીમપુર ખેરી હિંસાના સંદર્ભમાં 11 કલાકથી વધુ પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતનો તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે. SIT ના પ્રમુખ ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને તેમને […]

સમર ગેમ્સ 2036 માટે અમદાવાદનું મોટેરા સ્ટેડીયમ શ્રેષ્ઠ સ્થળ: IOAના પ્રમુખ નરિન્દર બત્રા

October 9, 2021 7:00 pm

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ નરિન્દર બત્રાએ શનિવારે જણાવ્યું હતું કે “2036 સમર ગેમ્સનું આયોજન કરવા માટે ભારત દ્વારા સંભવિત બોલી માટે સંસ્થા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે વાતચીત કરી રહી છે અને ઉદઘાટન સમારોહ માટે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ શ્રેષ્ઠ સ્થળ છે.” આ સ્ટેડીયમને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે પુનઃનિર્માણ કરવામાં આવ્યા બાદ, […]

કોરોના માતાનું મંદિર તોડવાનો વિરોધ કરતી મહિલા ને કોર્ટે ફટકાર્યો દંડ

October 9, 2021 6:38 pm

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં “કોરોના માતા મંદિર” તોડવાનો વિરોધ કરી કોર્ટનો સંપર્ક કરનાર મહિલા પર 5,000 રૂપિયાનો દંડ કર્યો છે.ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે દીપમાલા શ્રીવાસ્તવ નામની મહિલાએ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી, જેમણે તેમના પતિ સાથે મળીને વિવાદિત જમીન પર મંદિરનું નિર્માણ કર્યું હતું.સુપ્રીમ કોર્ટે મહિલા પર ખર્ચ લાદતા કહ્યું કે […]

મહિલાઓના સામાજિક અધિકારો માટે લડનાર પી. વિજીને મળશે પોતાનું ઘર

October 9, 2021 5:39 pm

અસંગતીથા મેઘાળા થોઝીલાલી યુનિયન (AMTU) ના પ્રદેશ અધ્યક્ષ પી.વિજીએ મહિલાઓના ગૌરવને જાળવી રાખવા માટે તેમના કાર્યના સન્માનમાં ઘણા પુરસ્કારો મેળવ્યા છે. પી.વિજી સામાજિક કાર્ય અને મહિલા ઉત્થાન ક્ષેત્રે જાણીતું નામ છે. તે કોઝિકોડ ગામની છે અને અસંઘતીથા મેઘાળા થોઝીલાલી યુનિયન (AMTU) ના પ્રદેશ પ્રમુખ છે. તેણીએ સામાજમાં મહિલાઓની પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે તેમના કાર્યને સન્માનિત […]